શેરડી

પ્રારંભિક અંકુરમાં કાણાં પાડનાર

Chilo infuscatellus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • અંકુર અને પાંદડા પર ખોરાક થી નુકસાન થાય છે.
  • નાના છોડ મૃત્યુ પામે છે.
  • નુકસાન પામેલી શેરડી દુર્ગંધ ફેલાવે છે.
  • પુખ્તને છાલા વાળું શરીર, આગળપાંખ તણખલાંજેવા રંગની અને પાછળની પાંખ સફેદ હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

60 ઈંડા સુધીના જૂથ મા ત્રણ થી પાંચ હરોળમાં પાંદડાના આવરણની નીચે સફેદ સમતલ ઇંડા મળે છે. યુવાન નાના જીવડા પાંદડાઓમાં નાના કાણા પાડે છે, ખાસ કરીને પાંદડા-આવરણમાં. દાંડીના પાયા પર જૂની નાના જીવડા કાંણું પાડી, છોડની અંદર પ્રવેશ કરે છે અને નરમ આંતરિક પેશીઓ પર ખોરાક લે છે, જેનાથી છોડમાં મૃત હૃદય આવે છે. ચેપી છોડમાં પાંદડાઓનું કેન્દ્રિય ડીંટાની ફરતે પાંદડાનું વલય સુકાઈ શકે છે. ચેપગ્રસ્ત પેશીઓ એક ગંધી ગંધ બહાર કાઢે છે. પ્રારંભિક અંકુર માં કાણા પાડનાર અંદરની ગાંઠમાં કાણા પાડનાર તરીકે વર્તન કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાવણી ના પ્રથમ મહિનાથી લઈને લણણી ના એક મહિના પહેલા સુધી ત્રિકોગ્રેમા ચિલોનીસ પરોપજીવી ઈંડા ને ૭ થી ૧૦ દિવસના અંતરમાં છોડો. વાવણીના ૩૦ થી ૪૫ દિવસ પછી સ્ટર્મિઓપ્સિસ ઇંફેરેન્સની માદા છોડો. વૈકલ્પિક રીતે, પાકના વિકાસના ૩૦ મા , ૪૫ મા અને ૬૦ મા દિવસે, મિલીલીટર દીઠ આઠથી દસ વિષાણુના ભાગને સમાવે તેવી સાંદ્રતા સાથે શેરડીના અંકુરમાં કાણાં પાડનાર સામે દાણાદાર વિષાણુ લાગુ કરો. સાંજના કલાકો દરમિયાન, સિંચાઈ પછી તરત જ વાયરસ લાગુ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો જંતુનાશક દવાઓની જરૂર હોય, તો ક્લોરેન્ટ્રેનિલિપ્રોલેવાળા ઉત્પાદનોનો છંટકાવ કરો. વાવણી સમયે અને વિકાસ દરમિયાન જંતુનાશક દાણાઓનો ઉપયોગ ચેપને ઘટાડે છે.

તે શાના કારણે થયું?

૧-૩ મહિના જૂનો પાક ખૂબ સંવેદનશીલ હોય છે. માંદા 60 ઈંડા સુધીના જૂથ મા ત્રણ થી પાંચ હરોળમાં પાંદડાના આવરણની નીચે સફેદ સમતલ ઇંડા મૂકે છે. ઇંડામાંથી નાના જીવડા ઈંડાનુ સેવન કરી એક થી છ દિવસમાં વિખેરાઇ જાય છે અને જમીનની સપાટીથી એક કાણું પાડીને દાંડીમાં પ્રવેશ કરે છે . તે નાના જીવડા જગ્યા બદલી શકે છે અને તે જ રીતે સંખ્યાબંધ અંકુર ને નુકસાન કરી શકે છે.દાંડીની અંદર પપેટ્સ 25 થી 30 દિવસમાં ઉગાડવામાં આવે છે.એક પુખ્ત શલભ છથી આઠ દિવસ પછી બહાર આવે છે. કુલ જીવનચક્ર ૩૫ થી ૪૦ દિવસમાં પૂર્ણ થાય છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક અથવા સહનશીલ જાતોનો ઉપયોગ કરો.
  • શેરડીના ખેતરની નજીક (સ્ચવાંક, ડબ ઘાસ, મકાઈ) વૈકલ્પિક યજમાન છોડ રોપવાનું ટાળો.
  • ઉપદ્રવને ટાળવા માટે મોસમની શરૂઆતમાં વાવેતર કરો.
  • ફુદા ને પકડવા માટે ફેરોમોન સ્લીવ ફાંસો અથવા પ્રકાશવાળા ફાંસા નો ઉપયોગ કરો.
  • લણણી પછી સૂકાયેલા અંકુર અને પાકના અન્ય અવશેષોને દૂર કરો અને તેનો નાશ કરો.
  • લીલા ચણા, કાળા ચણા, દૈંચા (અગથી) સાથે આંતર પાક કરવાથી પણ પુખ્તફુદા ને ઘટાડવામાં મદદ થાય છે.
  • નાઇટ્રોજન ખાતરોનો વધુ પડતો ઉપયોગ ટાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો