શેરડી

શેરડીમાં કાણું પાડનાર

Diatraea saccharalis

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • સાંઠા પર "પીનહોલ" ખોરાકના કારણે નુકસાન.
  • "ડેડ હાર્ટ " સિન્ડ્રોમ - થડની આંતરિક પેશીઓ ખાવામાં આવે છે.
  • નબળા અને અટકેલા વિકાસ વાળા છોડ.
  • પુખ્ત છોડ તૂટવા જેવો દેખાશે અથવા તૂટી પડશે.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

ખાવાથી "પીનહોલ" નિર્માણ થવાથી થતું નુકસાન અને સાંઠા પર તિરાડ લાર્વા કારણે થાય છે. યુવાન છોડ માં થડની આંતરિક પેશીને ખાવામાં આવે છે જેને “ડેડ હાર્ટ” નામના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. જૂના છોડમાં યુવાન લાર્વા પાંદડામાં કાણું પાડી પોતાની જાતને પાંદડાંના આવરણ અને ખૂણામાં રાખી દે છે. લાર્વા મોટા થાય બાદ, તેઓ થડમાં બોગદું બનાવવાનું શરૂ કરે છે. ભારે અસરગ્રસ્ત છોડ નબળા પડે છે અને તેમની વૃદ્ધિ અટકે છે અને છેવટે તૂટી જાય છે અથવા જયારે હવામાનની પરિસ્થિતિ તરફેણકારી ન હોય ત્યારે તે નમી શકે છે. છેવટે બધા છોડમાં તિરાડ જોવા મળે છે અને ઉપજ તથા રસની ગુણવત્તામાં ઘટાડો થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

27-100% કીડાના ઇંડાને મારવા માટે શેરડીના બિયારણને ઓછામાં ઓછા 72 કલાક માટે 25.6 ° C તાપમાનવાળા પાણીમાં ડુબાડી રાખો. આ સારવાર પછી અંકુરણને અવરોધ થતો નથી, અને આવું બિયારણ સારા સાંઠા પેદા કરે છે. ડી સેચરેલીસની વસતી અનેક પરોપજીવી અને શિકારીઓ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. કીડી, ખાસ કરીને લાલ કીડી સોલેનોપ્સિસ ઈન્વિક્ટનો ઉપયોગ કરો. અથવા ઇંડા વસ્તી ઘટાડવા માટે ટ્રાયકોગ્રામા પ્રજાતિની પરોપજીવી ભમરીનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આર્થિક નુકસાન માટે કારણ બને તેવી પર્યાપ્ત મોટી વસતી માટે ખેતરનું નિરીક્ષણ કરો. મોટા લાર્વાને સાંઠામાં બોગદું બનાવતા અટકાવવા માટે ક્લોરિનટરાણીલીપ્રોલ, ફ્લુબેન્ડએમાઇડ ધરાવતા અથવા જંતુની વૃદ્ધિને નિયમન કરતા જંતુનાશકોથી સારવાર આપો.

તે શાના કારણે થયું?

તાપમાન જીવન ચક્રની લંબાઈ નક્કી કરે છે. સામાન્ય રીતે લાર્વાનો વિકાસ માટે ગરમ હવામાન દરમ્યાન 25 થી 30 દિવસ અને ઠંડા હવામાનમાં આશરે વધુ પાંચ દિવસનો સમય જરૂરી હોય છે. ભારે વરસાદ અને શિયાળામાં નીચા તાપમાને કીડાની વસ્તીમાં ઘટાડો થાય છે. હુંફાળું તાપમાન અને થોડો વરસાદ જંતુના અસ્તિત્વ અને વિકાસની તરફેણ કરે છે. ઓછા ખેડાણવાળું ખેતર જંતુને ઠંડી દરમ્યાન ચેપગ્રસ્ત પાકના કચરામાં ટકી રહેવામાં મદદ કરે છે. કુદરતી શિકારીનો અભાવ પણ મદદ કરે છે. નાઇટ્રોજનયુક્ત ખાતરનું ઉંચુ પ્રમાણ પણ તેના અસ્તિત્વની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • સહિષ્ણુ અને પ્રતિકારક જાતોનો ઉપયોગ કરો.
  • કાણું પાડનાર કીડાથી નુકશાન પામેલ શેરડીનો બીજ તરીકે ઉપયોગ ટાળો.
  • કીડાનું અતિત્વ અને તેનાથી થતું નુકશાન ઘટાડવા જમીનમાં સીલીકોન ઉમેરો.
  • લણણી પહેલા કીડાંની વસતી ઘટાડવા શેરડીને બાળી નાખો.
  • લણણી પછી ખેતરમાંથી પાકના અવશેષોનો સળગાવીને, કાપીને અથવા વધુ પાણી છોડીને ઝડપથી નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો