ઓલિવ

ઓલિવમાં ફોતરી

Parlatoria oleae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • ઓલિવમાં સમયાંતરે આવતા જંતુ, જે છોડ પર તેમના ખોરાક દ્વારા થતું ઉત્પાદન ચોંટાડે છે.
  • ઉપદ્રવ પામેલ ફળો જાંબલી રંગના ટપકાં વિકસાવે છે કે જે મોટા ભાગે લણણી સમયે દેખાય છે.
  • ગંભીર ઉપદ્રવના કિસ્સામાં પાંદડા વહેલા ખરી પડે છે અને વર્ષો સુધી ફળનો અભાવ થઇ શકે છે.

માં પણ મળી શકે છે

6 પાક
બદામ
સફરજન
જરદાળુ
ઓલિવ
વધુ

ઓલિવ

લક્ષણો

હકીકતમાં, યજમાન વૃક્ષના તમામ હવાઈ ભાગો પર ઓલિવ ફોતરીની જીવાત દ્વારા હુમલો થઈ શકે છે. તે મોટા ભાગે થડ, શાખાઓ અને છોડની છાલ પર જડેલા જોવા મળે છે. જોકે, તેની હાજરી પાંદડા પર સફેદ નાના ટપકાં દ્વારા દેખાઈ શકે છે. ચેપના કારણે ઓલિવ પર, ખોરાક લેવાતી જગ્યા વિકૃત બને છે અને રાખોડી કેદ્ર સાથે કાળા ટપકાંનો વિકાસ થાય છે. તેના બદલે, અન્ય ફળો (ઉદાહરણ તરીકે સફરજન અને પીચ) ઘેરા લાલ રંગનું ટપકું દર્શાવે છે. વધુ વસતીના કારણે પાંદડાં કરમાય, પીળા બને અને પાનખરનું કારણ બને છે. ફળોમાં વિકૃતિકરણ, ફળ અકાળે ખરી પડવા, રોપા અને ડાળી નબળી બને અને નાશ પણ પામે, એ આ પરિસ્થિતિમાં સામાન્ય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો વસંતની પેઢી સામે દાખલ કરવામાં આવે તો, પરોપજીવી ભમરીઓમાં એફિટિસ, કોકોફેગોઇડીસ અનેએનકેરસીયા ની ઘણી પ્રજાતિઓ ઓલિવ ફોતરીની સફળતાપૂર્વક અડધી વસતી ઘટાડી શકે છે. ઉનાળાની વસ્તી પર કોઈ અસર જોવા મળી નથી. ચેલેટોજિન્સ ઓરનેટ્સ અને ચીલોરસની અનેક પ્રજાતિઓ શિકારી સૂક્ષ્મજીવાણુઓ, બાળ કીડા અને પુખ્ત પર હુમલો કરીને ઓલિવ ફોતરીની વસતી ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. શિયાળામાં વૃક્ષોના લાકડાના ભાગો પર નિષ્ક્રિય તેલ છાંટી શકાય છે. વસંતમાં, ક્રોલર્સ ઉદભવ સમયે ઓર્ગેનોફોસ્ફેટ પર આધારિત જંતુ નિયંત્રક અથવા જંતુનાશકો વાપરી શકાય છે. સારવાર માટેનો યોગ્ય સમય નક્કી કરવા માટે દેખરેખ ખુબ જ જરૂરી છે.

તે શાના કારણે થયું?

ઓલિવ ફોતરી પેરલેટોરિયા ના પુખ્ત અને બાળ કીડાના ખાવાની પ્રવૃત્તિને કારણે આ લક્ષણો નિર્માણ થાય છે. તેઓ પાંદડાં અને ફળો પર જડેલા તેમજ થડ, શાખાઓ અને રોપણી છાલ પર જડેલા મળી આવે છે . તેમનો વિકાસ એટલો ઝડપી હોય છે કે તેઓ એક જ પેશી પર જીવંત જંતુઓના અનેક સ્તરોની રચના કરી શકે છે. મૃત ભીંગડા તેમની ઉપર રહે છે અને તેમને જંતુનાશકો સામે રક્ષણ આપે છે. તાપમાન અને યજમાન છોડ પર આધાર રાખીને દર વર્ષે તેની બે કે ત્રણ પેઢીઓ હોઈ શકે છે. વિકાસ માટે નીચલુ થ્રેશોલ્ડ 10 ° સે છે, પરંતુ તેઓ શુષ્ક વાતાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ હોય છે. ફોતરી મૃત્યુ પામે તો પણ, ફળો પરના ટપકાં વિષના ઇન્જેકશનના કારણે કાયમી બની રહે છે. ઓલિવમાં ફોતરી ઓલિવ, મુખ્યત્વે ટેબલ જાતો, માટે એક ગંભીર સમસ્યા હોઈ શકે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં અથવા દેશમાં સંસર્ગનિષેધ વિનિયમો તપાસો.
  • ઓલિવ પર ફોતરીના ચિહ્નો માટે તમારી વાડીનું નિરીક્ષણ કરો અને ક્રોલર્સનો ઉદભવ નક્કી કરો.
  • તંદુરસ્ત સારા ઉત્પાદન માટે વાડીની સ્વરછતા જરૂરી છે.
  • ખરતાં ફળ, કે જે માદા માટે ઠંડી દરમ્યાન યજમાન તરીકે સેવા આપી શકે, તેનો નિકાલ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો