ઓલિવ

ઓલિવના ફળમાં માખી

Bactrocera oleae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાકતા ફાળો પર કાણાં સાથે ત્રિકોણાકાર સ્પષ્ટપણે જોઈ શકાય છે.
  • તે પ્રથમ ઘેરા લીલા અને પાછળથી પીળા કે કથ્થઈ રંગમાં પરિવર્તિત થાય છે.
  • લાર્વાના ખોરાક લેવાના કારણે ફળના માવાને નુકશાન થાય છે.
  • ઓલિવના ફળો સૂકાઈને અકાળે ખરી શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક
ઓલિવ

ઓલિવ

લક્ષણો

માદાના ઈંડા મુકવાના કારણે નિર્માણ થતાં કાણા ફાળો પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે એક લાક્ષણિક ત્રિકોણાકાર અને ઘેરો લીલો રંગ ધરાવે છે જે પાછળથી પીળા-કથ્થઈ રંગમાં ફેરવાય છે. લાર્વાના ફળોની અંદર ખોરાક લેવાની પ્રવૃત્તિના કારણે સૌથી ખરાબ નુકસાન થાય છે. ઓલિવના ફળો સૂકાઈને અકાળે ખરી શકે છે. નિર્માણ થયેલ ઝખ્મ બેક્ટેરિય અને ફૂગ જેવા પરોપજીવી માટે પ્રવેશદ્વાર બની શકે છે. ફળો અને તેલની ઉપજ તથા ગુણવત્તાને અસર થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ઓલિવના ફળોમાં રહેલ માખીની વસતીને નિયંત્રણમાં લાવવા માટે અસંખ્ય શિકારી ફૂદાંને ચેપગ્રસ્ત વાડીમાં દાખલ કરી શકાય છે. જેમાં ઓપીઅસ કોનકોલોર, પનિગાલિયો મેડિટેરેનસ, ફૉપિયસ એરિસેનસ, ડાયાચેસમિમોસાફા ક્રેસી અથવા ઇયુરીટોમા માર્ટેલી નો સમાવેશ થાય છે. શિકારીઓ તરીકે લાસિઓપ્ટેરા બર્લેસિઆનાનો સમાવેશ થાય છે. કુદરતી રીતે માખીને દૂર કરવા માટે લીમડાનો અર્ક અથવા રોટેનૉનનો ઉપયોગ થઈ શકે છે. ફાળો પર માદા ઈંડા ન મૂકે તે માટે કેઓલીન પાવડરનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. માખીને દૂર ભગાડવા કોપર આધારિત (બોર્ડેક્સ મિશ્રણ, કોપર હાઇડ્રોક્સાઇડ, કોપર ઓક્સિક્લોરાઇડ) પદાર્થ પણ સારું કામ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. જયારે વસ્તી ટોચ પર પહોંચી જાય ત્યારે ડાયમીથોએટ, ડેલટામેથ્રિન, ફોસમેટ અથવા ઇમિડેક્લોપ્રીડ આધારિત જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે. નિવારક સારવાર તરીકે ઝેરી પ્રોટીનના પટ્ટા અથવા તેને સામુહિક રીતે પકડવું પણ શક્ય છે.

તે શાના કારણે થયું?

બૅકટ્રોસેરા ઓલેએ માખીના લાર્વાના કારણે ઓલિવના ફળો પર લક્ષણો નિર્માણ થાય છે, જેની માટે ફક્ત ઓલિવના વૃક્ષ પર જ ટકી શકે છે. પુખ્ત વયના કીડા લગભગ 4-5 મીમી લંબાઈના, કાળું-કથ્થઈ શરીર, નારંગી રંગનું માથું અને પીઠની બંને બાજુએ સફેદ અથવા પીળા રંગના ટપકાં ધરાવે છે. તે અર્ધપારદર્શક પાંખો પર ટોચની બાજુએ ઘેરા રંગના ટપકાં અને ઘેરા રંગની નસો ધરાવે છે. આ પુખ્ત માખી ઓલિવના વૃક્ષ પર ઘણા મહિના સુધી ટકી શકે છે. માદા જીવનકાળ દરમિયાન 400 જેટલાં ઇંડા મૂકી શકે છે, અને પેટના તળિયે આવેલ અણીદાર ભાગનો ઉપયોગ કરીને પાકતા ફળોની છાલમાં કાણું પાડી તેની અંદર એક ઈંડુ મૂકે છે. તેના લાર્વા ક્રીમ જેવા સફેદ હોય છે અને ફળના માવાને ખાય છે, જેનાથી નોંધપાત્ર નુકસાન થાય છે અને ફળ અકાળે ખરી જાય છે. તાપમાન (શ્રેષ્ઠ 20-30 ડિગ્રી સેલ્સિયસ) ના આધારે, દર વર્ષે ઓલિવના ફળની માખી 2 થી 5 પેઢીઓ ધરાવી શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતો પસંદ કરો.
  • માખીને પકડવા અને તેની સંખ્યાની જાણકારી રાખવા માટે ચોંટી જવાય તેવા અથવા ફેરોમોન છટકાં નો ઉપયોગ કરો.
  • વધુ પડતાં નુકસાનને ટાળવા માટે વહેલી લણણી કરી લો, ઉપજમાં ઘટાડાથી થતું નુકસાન, ગુણવત્તામાં જાળવી રાખી સરભર થઇ શકે છે.
  • માખીની વસ્તી વધે નહિ તે માટે વાડીની સ્વચ્છતા જાળવી રાખવી એ ખુબ જરૂરી છે.
  • વૃક્ષ અથવા જમીન પરથી ચેપગ્રસ્ત ફળોને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો