અન્ય

પાક કાપી નાખનાર કાળી ઈયળ

Agrotis ipsilon

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર નાના અનિયમિત છિદ્રો.
  • જમીનના સ્તરે કાપેલી ડાળીઓ.
  • ક્ષતિગ્રસ્ત વિકાસ અથવા છોડનું મૃત્યુ.
  • છોડનું વળીને ભેગા થઇ જવું.
  • આગળ ઘાટી છીકણી પાંખો અને પાછળ સફેદ પાંખો ધરાવતી છીકણી ઈયળો.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

આ કાળી ઈયળ ઘણા બધા પાકો પર વૃદ્ધિના તમામ તબક્કે હુમલો કરી શકે છે, પરંતુ યુવાન રોપાઓમાં તેનો હુમલો થવાની સંભાવના વધુ હોય છે. જો રોપાઓ પર મોટી સંખ્યામાં ઇયળો હુમલો કરે અને ખેતરની આસપાસ વધારે પ્રમાણમાં નીંદણ હોય તો પાકને ગંભીર નુકસાન થઈ શકે છે. યુવાન ઇયળો જો નીંદણ અથવા મકાઈ હાજર હોય તો તેના પર રહે છે અને છોડના કોમળ પાંદડા પર નાના અનિયમિત છિદ્રો કરે છે. પુખ્ત ઈયળો દિવસના પ્રકાશને ટાળવા માટે છોડના મૂળની નજીક રહે છે અને રાત્રે તેમાંથી પોષણ મેળવે છે. આ ઈયળ યુવાન છોડને પાડી શકે છે. આ ઈયળ ડાળીને જમીનની નજીકના ભાગથી કાપી નાખે છે, જેના પરિણામે વિકાસ પામતી પેશીઓને નુકસાન થાય છે અને ક્ષતિગ્રસ્ત છોડ ઉદ્ભવે છે અથવા છોડ મરી જાય છે. આ ઈયળો ડાળીઓમાં પણ પ્રવેશ કરી શકે છે, જેના પરિણામે પુખ્ત છોડ નમીને એકબીજા પર ઢળી પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પરોપજીવી ભમરીઓ, માખીઓ અને ખડમાકડી જેવા ઘણા જીવો આ કાળી ઈયળના કુદરતી દુશ્મનો છે. બેસિલસ થ્યુરિંગિનેસિસ (Bacillus thuringiensis), ન્યુક્લિયોપોલીહેડ્રોસિસ વાયરસ અને Beauveria bassiana પર આધારિત જૈવિક જંતુનાશકો અસરકારક નિયંત્રણ પ્રદાન કરે છે. બિનજરૂરી ઉપાયોના ઉપયોગને ટાળીને કુદરતી શિકારીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. ક્લોરપાયરિફોસ, બીટા-સાઇપરમેથ્રિન, ડેલ્ટામેથ્રિન, લેમ્બડા-સિહાલોથ્રિનવાળા ઉત્પાદનો આ ઈયળની વસ્તીને નિયંત્રિત કરવા માટે ઉપયોગી છે. આ જંતુનાશક દવાઓને વાવેતર પૂર્વે પણ ખેતરમાં છાંટી શકાય છે, પરંતુ માત્ર ત્યારે જ જયારે વધારે પડતો ઉપદ્રવ થવાની આશા હોય, ત્યારે જ આ ઉપાય અજમાવવાની ભલામણ કરવામાં આવે છે.

તે શાના કારણે થયું?

કાળી ઈયળો ભૂખરા-છીકણી રંગની ખડતલ હોય છે. તેની આગળની પાંખો છીકણી રંગની હોય છે અને તેની કિનારીઓ તરફ ઘાટા નિશાનો હોય છે, તેની પાછળની પાંખો સફેદ હોય છે. તેઓ નિશાચર છે અને દિવસ દરમિયાન જમીનમાં છુપાય છે. માદા દેખાવમાં નર જેવી જ દેખાય છે પણ તેનો રંગ થોડાક અંશે ઘાટો હોય છે. તેઓ છોડ પર, ભેજવાળી જમીન પર અથવા જમીનની તિરાડો પર એકદમ સફેદ મોતી જેવા(પછીથી આછા છીકણી) રંગનાં ઇંડા મૂકે છે. લાર્વાની ઇંડામાંથી બહાર નીકળવાની પ્રક્રિયા તાપમાન પર આધાર રાખે છે અને તે લગભગ 3 થી ૨૪ દિવસ (ક્રમશઃ ૩૦ ડિગ્રી સેલ્સિયસ અને ૧૨ ડિગ્રી સેલ્સિયસ) સુધીનો સમય લે છે. યુવાન લાર્વા દેખાવમાં આછા ભૂખરા, મુલાયમ અને ચીકણા હોય છે અને તેમની લંબાઈ ૫ થી ૧૦ મીમી હોય છે. પુખ્ત લાર્વા ઘાટા છીકણી રંગના હોય છે અને ૪૦ મીમી સુધીની લંબાઈ ધરાવે છે. તેની પીઠ પર બે પીળા રંગની ટપકાંવળી પટ્ટીઓ જોવા મળે છે. તેઓ રાત્રે છોડમાંથી પોષણ મેળવે છે અને દિવસ દરમિયાન C આકારમાં માટીની સપાટીની નીચે નાના છીછરા ટનલમાં વળેલ જોવા મળે છે.


નિવારક પગલાં

  • જંતુના ઉપદ્રવને ટાળવા માટે ઋતુમાં વહેલા વાવણી કરો.
  • અગાઉ સોયાબીન વાવેલા ખેતરમાં મકાઈનો પાક લેવાનું ટાળો.
  • વાવણીના 3 થી ૬ અઠવાડિયા પહેલા લાર્વાને મારવા માટે ખેતર ખેડો અને તેમને કુદરતી શિકારીઓ સામે ખુલ્લા કરી દો.
  • કાળી ઈયળોને આકર્ષવા માટે ખેતરની આસપાસ સૂર્યમુખીનો છોડ વાવો.
  • વાવેતર કર્યા પહેલા અને લણણી બાદ ખેતરમાંથી અને તેની આજુબાજુથી નીંદણ સાફ કરો.
  • ઈયળને પકડવા અને તેના પર નિયંત્રણ રાખવા માટે હલ્કી ફેરોમોન્સ જાળીનો ઉપયોગ કરો.
  • કાળી ઈયળોને ઇજા પહોંચાડવા અને તેને ઉઘાડી કરવા માટે વારંવાર ખેડો.
  • લણણી પછી છોડના વધેલા અવશેષો જમીનમાં ઊંડે દફનાવી દો.
  • વાવેતર કરતા પહેલાં કેટલાક અઠવાડિયા માટે ખેતરને ખાલી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો