અન્ય

મકાઇ ના સાંઠામાં કાણું પાડનાર

Elasmopalpus lignosellus

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • સાંઠા, ડૂંડા અને થળમાં ખોરાક માટેના બોગદા.
  • મૃત લક્ષણ.
  • છોડમાં વિકૃતિ અને અટકેલ વૃદ્ધિ.
  • છોડનુ નમી પડવું અને કરમાઈ જવું.
  • જાંબુડિયા અને સફેદ રંગના પટ્ટાવાળા પાતળા અને રુવાંટીવાળા લાર્વા.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

ઇલાસ્મોપલ્પસ લિગ્નોસેલસ ની ઈયળ મકાઈ પાંદડાને ખાય છે, પરંતુ સામાન્યરીતે જયારે બીજાંકુરણના અંતિમ તબક્કા દરમિયાન, તે સાંઠા કે ડાળીમાં બોગદું પાડે છે, ત્યારે મોટું નુકસાન થાય છે. તેઓ થડની આંતરિક પેશીઓને ખાય છે અને પ્રવેશની જગ્યાએ જે લાર્વાથી નિર્માણ થતાં પાવડરનું સ્વરૂપ લે છે. આ લક્ષણોનું જૂથ સામાન્ય રીતે મૃત હૃદય તરીકે ઓળખાય છે. છોડ સામાન્ય રીતે વિકૃત અને થોડા કાન સાથે અટકેલો વિકાસ દર્શાવે છે. પાણી અને પોષકતત્વોના પરિવહનમાં ક્ષતિથી છોડ નમી પડે છે અને કરમાઈ જાય છે, તેમજ કેટલાક કિસ્સાઓમાં મૃત્યુમાં પરિણમે છે. મકાઈના ડૂંડામાં કાણું પાડનાર કીડા ગરમ, સૂકી અવસ્થા માટે ટેવાયેલા હોય છે, અને અસમાન્ય રીતે પછીના ગરમ, સૂકા હવામાન માં વધુ નુકસાનકર્તા રહે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ઘણા હિંસક દુશ્મનો છે, પરંતુ થડ અને સાંઠાની અંદરનું સારીરીતે સુરક્ષિત નિવાસસ્થાન લાર્વા પર અસરકારક નિયંત્રણ કરવું મુશ્કેલ બનાવે છે. કેટલાક કિસ્સાઓમાં, પરોપજીવી ભમરી ઓર્ગીલસ એલાસ્મોપલ્પી અને કેલોનશ ઇલાસ્મોપલ્પી વસ્તીનો વધારો બદલી શકે છો. ન્યુક્લિયર પોલિહેડ્રોસિસ વાયરસ (એનપીવી), એસ્પરજીલસ ફ્લેવસ, બ્યુવેરીયા બેસીયાના અથવા બેક્ટેરિયમ બેસીલસ થુરીનજેનેસીસ પર આધારિત જૈવિક-જંતુનાશકોનો ઉપયોગ ઉપદ્રવને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે.

રાસાયણિક નિયંત્રણ

લાર્વાને મારવા ચાસમાં દાણાદાર અથવા પ્રવાહી ફોર્મ્યુલા વાપરી શકાય છે. ટીઓડાયકાર્બ અને ફુરસીઓકાર્બ સમાવતા ઉત્પાદનોથી સારવાર મકાઈ માટે સૌથી અસરકારક છે. કલોરપાયરીફોસ અને ટીઓડાયકાર્બ સાથેના પાંદડા પર છંટકાવ કરવાથી પણ ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય છે.

તે શાના કારણે થયું?

શલભનો રંગ પ્રાદેશિક અને પર્યાવરણીય પરિબળો પર આધાર રાખીને અલગ હોય છે. નરના આગળની પાંખ બદામી-પીળી વિખરાયેલ ટપકાં ધરાવે છે જે કિનારી પર વધુ ગીચ હોય છે, જ્યાં પહોળો બદામી પટ્ટો જોવા મળે છે. માદામાં આગળની પાંખો કોલસા જેવી કાળી, જેમાં લાલ અથવા જાંબુડિયા રંગના ભીંગડા હોય છે. બંને લિંગની પાછળની પાંખ ચાંદી જેવા આભાસ સાથે પારદર્શક હોય છે. સ્ત્રીઓ શુષ્ક માટીની સપાટી પર નીચે અથવા થડ પાસે લીલાશ પડતા ઇંડા મૂકે છે. લાર્વા પાતળા અને રુવાંટી વાળા શરીર વાળા, તેમજ એકાંતરે જાંબલી અને સફેદ પટ્ટા ધરાવે છે. તેઓને જ્યારે ખલેલ પાડવામાં આવે ત્યારે હિંસક રીતે વારંવાર હાલે છે. તેઓ જમીનની નીચે મુલાયમ જાળાના ટ્યુબ અથવા બોગદામાં રહે છે અને છોડના મૂળ અને પેશીઓને ખાવા બહાર આવે છે. સુકા વર્ષ કે તેથી સારી સૂકી રેતાળ જમીન જંતુ માટે વિશિષ્ટ લાભકારક છે. ક્ષેત્રની 80% ક્ષમતા પ્રમાણે સિંચાઈ કરવાથી વસ્તી નિયંત્રિત કરવા માટે મદદ થાય છે.


નિવારક પગલાં

  • વધુ વસતીને ટાળવા છોડને વહેલા વાવો.
  • નિયમિત સિંચાઈથી જમીનના ભેજને જાળવી રાખો.
  • ઈયળને પકડવા માટે પ્રકાશ અથવા ફેરોમોન ફાંસાનો ઉપયોગ કરો.
  • ખેતરમા અને તેની આસપાસમાંથી નીંદણ અને બીજા યજમાનોને દૂર કરો.
  • જમીનમાં લાર્વાના જીવનચક્રને તોડવા માટે વાવણી કરતા પહેલા ઊંડું હળ ચલાવો.
  • લાર્વાને આકર્ષવા અને તેને ખવડાવવા માટે જમીન પર જૈવિક અવશેષો રાખો, જેથી તે છોડ પર હુમલો કરશે નહી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો