મકાઈ

મકાઇ ના ડૂંડાના કીડા

Helicoverpa zea

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • લાર્વા રેશમ જેવા રેસા પર નભે છે અને પછી તે ડૂંડામાં કાણું પાડી પ્રવેશ કરે છે.
  • ખરબચડા છિદ્રો અને ભુસા જેવી એક લાંબી રેખા ડૂંડાંની આસપાસ અથવા તેની ટોચ પર દેખાય છે.
  • સામાન્ય રીતે ડૂંડા દીઠ એક થી વધુ લાર્વા દેખાતાં નથી.
  • પાંદડા પર પણ અસર થઇ શકે છે, જે અન્ય રોગોના ચેપ માટે એક આદર્શ પરિસ્થિતિ બનાવે છે.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

મકાઇ ડૂંડાના કીડા યજમાનના ફળ આવવાના તબક્કાને વધુ પસંદ કરે છે પરંતુ તે પાંદડાં પર પણ હુમલો કરી શકે છે. લાર્વા રેશમ જેવા રેસા પર નભે છે અને પછી તે ડૂંડામાં કાણું પાડી પ્રવેશ કરે છે, જ્યાં તે દાણાને ખાવાનું શરૂ કરે છે. તે ડૂંડાંની આસપાસ અથવા નીચેના ભાગમાં ખાતા જોઈ શકાય છે અને તેનાથી નુકશાન પામેલ દાણા જોઈ શકાય છે અને તેથી કથ્થાઈ રંગના ભૂંસાની લાંબી લીટી બને છે. તેઓ ભક્ષક કીડાં છે જેથી સામાન્ય રીતે ડૂંડા દીઠ માત્ર એક જ હાજર હોય છે.ડૂંડાના છેડે અને પાંદડાની સપાટી પર અસંખ્ય ખરબચડાં છિદ્રો વિકસેલા દેખાય છે. તેઓ ફૂલના માળખાં અને દાણા પર નભે છે અને પરાગનયન અને દાણા ભરાવામાં વિક્ષેપ પાડતાં હોવાથી, ઉપજને ગંભીર નુકશાન કરી શકે છે. આ નુકસાન અન્ય રોગોના ચેપ માટે એક આદર્શ પરિસ્થિતિ બનાવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

હેલિકોવર્પા ઝિયાના ઇંડાને ચેપ લગાડટી ટ્રાયકોગ્રામા અને ટેલિનોમસ શિકારી ભમરી અમૂક અંશે વસ્તી નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે. લાર્વાના શિકારી પણ અસ્તિત્વ ધરાવે છે. લીલા રંગની લેસવિન્ગ્સ, મોટી આંખો વાળા કીડા અથવા ડેમસેલ કીડા જેવા અન્ય લાભદાયક જંતુઓ ઇંડા અને નાના લાર્વા માટે શિકારી છે. જયારે ડૂંડાના છેડેથી પ્રવેશ કરાવવામાં આવે ત્યારે કેટલાક લાભદાયી નેમાટોડ પણ સારું કામ કરે છે. નોમુરાએઆ રિલેયી અને પરમાણુ પોલિહેડ્રોસિસ વાયરસ જેવા ફુગજન્ય પરોપજીવી પણ હેલિકોવર્પા ઝિયા ની વસતીમાં ઘટાડો કરે છે. બેસીલસ થુરીનજેનેસીસ અથવા સ્પીનોસેડ જેવા જૈવિક-કીટનાશકોથી સમયસર સારવાર પણ સારું કામ આપે છે. ખનિજ તેલ કે લીમડાના તેલ ને દરેક ડૂંડાના રેશમ જેવા તાંતણા પર લગાડવામાં આવે તો તે પણ મકાઇ ડૂંડાના કીડા ના આક્રમણને રોકી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જયારે ઉપલબ્ધ હોય, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. લાર્વા ડૂંડાંની અંદર છુપાયેલ હોય છે અને સારવાર માટે ખુલ્લા હોતા નથી તેથી ખેતરમાં રાસાયણિક નિયંત્રણની ભાગ્યે જ સલાહ આપવામાં આવે છે. પ્ય્રેથ્રોઇડ, સ્પીનેટોરમ, ઈસ્ફેન્વલેરેટ અથવા કલોરપાયરીફોસ ધરાવતા જંતુનાશકો વાપરી શકાય છે.

તે શાના કારણે થયું?

મકાઇ ડૂંડાના કીડા માટી માં, 5 થી 10 સે.મી. ની ઊંડાઈએ, પુપે તરીકે ઠંડી દરમ્યાન ટકી રહે છે. પુખ્ત મજબૂત ફૂદાં વસંતની શરૂઆતમાં બહાર આવે છે અને મોટે ભાગે તાપમાન વધવાની સાથે સાંજે અને રાત્રિ દરમિયાન વધુ સક્રિય હોય છે. તેઓને ઘણી વખત ઓલિવ રંગની ઝાંય વાળી આછા કથ્થાઈ રંગની આગળની પાંખો હોય છે. કિનારીથી થોડા મિલીમીટરના અંતર સુધી ઊંચા નીચા ઘેરા બદામી રંગના પટ્ટા દેખાય છે. તેની પાછળની પાંખો સફેદ અને રાખોડી રંગની હોય છે અને તેની ધાર પર પીળાશ પડતા ચિહ્ન સાથે એક કાળો પટ્ટો હોય છે. તાજા રેશમ જેવા તાંતણા અથવા પાંદડાં પર માદા સફેદ ગુંબજ આકાર ઇંડા મૂકે છે. લાર્વા રંગમાં જુદાજુદા(આછા લીલા, લાલ અથવા કથ્થાઈ), સાધારણ રુવાંટીવાળા અને 3.7 મીમી લાંબા હોય છે. તેઓ રાતા અથવા નારંગી માથું ધરાવે છે અને શરીર પર સૂક્ષ્મ નાના કાળા ટપકાં હોય છે જે કરોડરજ્જુ જેવા દેખાય છે. પુખ્ત વયના થયા બાદ, તેમની કમર પર બે પીળાશ પડતી પટ્ટીઓ વિકાસ પામે છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક છોડ ઉગાડો.
  • ફૂદાંની વધુ વસતી ટાળવા ઋતુની શરૂઆતમાં વાવણી કરો.
  • ફૂદાંની હાજરીનું નિરીક્ષણ કરો અને સામુહિક રીતે પકડવા માટે પ્રકાશિત અથવા ફેરોમોન છટકાં નો ઉપયોગ કરો.
  • લાભદાયક જંતુઓની વસતિનું સંરક્ષણ કરવા જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરો.
  • પાકની સાથે ફૂદાં ને આકર્ષતાં છોડને ઉગાડવાથી પણ મદદ થઈ શકે છે.
  • ખેતર અને આસપાસમાં નીંદણનું નિયંત્રણ કરો.
  • બે ઋતુ વચ્ચે માટીનું ખેડાણ કરી પુપેને હવામાન, પક્ષીઓ અને અન્ય શિકારી માટે ખુલ્લા કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો