રીંગણ

હડા વાંદો

Epilachna vigintioctopunctata

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નસો વચ્ચે આ વાંદો દ્વારા પોષણ મેળવવાથી થયેલ નુકસાન.
  • પાંદડાઓનું હાડપિંજર જેવું બની જવું.
  • ફળો પર છીછરા છીદ્રો.
  • રૂંધાયેલ વૃદ્ધિ.
  • પાંદડાઓનું ભારે પ્રમાણમાં ખરવું.
  • પુખ્ત વાંદો અંડાકાર, નિસ્તેજ નારંગી રંગની હોય છે, જેની પીઠ પર ૨૮ કાળા ડાઘ હોય છે અને ટૂંકા મુલાયમ વાળ હોય છે.

માં પણ મળી શકે છે

8 પાક

રીંગણ

લક્ષણો

પુખ્ત વયની વાંદો અને લાર્વા બંને પાંદડા પર પોષણ મેળવીને તેને ગંભીર નુકસાન પહોંચાડે છે. પાંદડાની નસો વચ્ચે લીલી પેશીઓને થતું નુકસાન એ પ્રારંભિક લક્ષણ છે. પાછળથી પાંદડા હાડપિંજર જેવા બની જાય છે, એટલે કે ફક્ત પાંદડાનો સખત ભાગ (મુખ્ય નસો અને દાંડીઓ) જ બાકી રહે છે. ફળની સપાટી પર છીછરા છિદ્રો પણ જોવા મળી શકે છે. રોપાઓનો નાશ થઈ શકે છે અને પરિપક્વ છોડનો વિકાસ અટકી શકે છે. આ જીવાતના કારણે મોટા પ્રમાણમાં પાંદડા ખરી શકે છે અને તેથી ઉપજમાં ખોટ થાય છે. આ બધા કારણોને લીધે રીંગણમાં આને સૌથી ખતરનાક જીવાત માનવામાં આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પેડિઓબિયસ (Pediobius ) જાતિની પરોપજીવી વાંદોના ઉપયોગથી આ જંતુને નિયંત્રણમાં લાવી શકાય છે. આ પરોપજીવી વાંદો ફાયદાકારક લેડીબર્ડ્સ પર પણ હુમલો કરે છે, તેથી તેમનો ઉપયોગ કરતા પહેલા રોગકારક વાંદોને કાળજીપૂર્વક ઓળખવી મહત્વપૂર્ણ છે. પેથોજેનિક સુક્ષ્મસજીવો પણ આ પાંદડા ખાનારા વાંદોની વસ્તીને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. બેક્ટેરિયમ Bacillus thurengiensis અથવા Aspergillus spp ધરાવતા જૈવિક જંતુનાશકોનો પર્ણસમૂહ સ્પ્રે તરીકે ઉપયોગ કરી શકાય છે. Ricinus communis (એરંડિયાનું તેલ – દિવેલ)નાં પાંદડાના અર્ક, Calotropis procera અને Datura innoxia ને છાંટી શકાય છે. ચેપના પ્રારંભિક તબક્કે રાખનો ઉપયોગ ઉપદ્રવને અસરકારક રીતે ઘટાડે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો જંતુનાશક દવાઓની આવશ્યકતા હોય, તો dimethoate, fenvelarate, chloropyriphos, malathion ધરાવતા ઉત્પાદોનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

પુખ્ત વાંદો અંડાકાર અને નિસ્તેજ નારંગી રંગની હોય છે, જેની પીઠ પર ૨૮ કાળી ફોલ્લીઓ અને ટૂંકા મુલાયમ વાળ હોય છે. માદા વાંદો સામાન્ય રીતે પાંદડાની નીચેની બાજુએ નાના જૂથોમાં અંડાકાર, પીળા રંગના (0.૪-૧ મીમી કદના) ઇંડા મૂકે છે. લગભગ ૪ દિવસ પછી, પીઠ પર લાંબા, ઘાટા ટપકાવાળા નિસ્તેજ પીળાશ પડતા સફેદ રંગના લાર્વા બહાર આવે છે. તાપમાનના આધારે લાર્વા લગભગ ૧૮ દિવસની અંદર ૬ મીમી સુધી વધે છે. તે પછી તેઓ પાંદડાની નીચેની બાજુ પર જઈને પુખ્ત બને છે. બીજા ૪ દિવસ પછી, પુખ્ત વાંદોની નવી પેઢી કોશેટોમાંથી બહાર આવે છે. પ્રજનન સમયગાળા દરમિયાન (માર્ચ-ઓકટોબર), ઠંડુ તાપમાન જીવનચક્ર અને તેમના ઉપદ્રવની તરફેણ કરે છે. આ વાંદો જમીનમાં અને શુષ્ક પાંદડાઓનાં ઢગલા પર શિયાળો પસાર કરી શકે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારમાં ઉપલબ્ધ સ્થિતિસ્થાપક, સહિષ્ણુ અથવા પ્રતિકારક જાતો વાવો.
  • ચેપગ્રસ્ત ખેતર અથવા તેની બાજુનાં ખેતરમાં રીંગણા વાવવાનું ટાળો.
  • તમારા ખેતરની આજુબાજુ વૈકલ્પિક યજમાનો વાવવાનું ટાળો અથવા હાજર હોય તો તેમને દૂર કરો.
  • તમારા છોડને સ્વસ્થ રાખવા અને આ જીવોની વસ્તીના સ્તરને ઘટાડવા માટે સારી રીતે પિયત આપો.
  • જંતુના સંકેત પહેલેથી જ જાણવા માટે તમારા છોડ અને ખેતરને નિયમિતપણે તપાસો.
  • બીજ-પથારી અથવા ખેતરમાં દેખાતા લાર્વા અને પુખ્ત વયના જીવોને હાથથી ચૂંટીને દૂર કરી તેમનો નાશ કરો.
  • ચેપગ્રસ્ત છોડ અને તેના અવશેષોને દૂર કરી, બાળીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો