કેરી

કેરીની માખી

Ceratitis cosyra

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • છાલ પર કથ્થાઈ રંગના જખમ.
  • ફળના રંગમાં વિકૃતિ.
  • ફળમાંથી રસ અને ચીકણા ગુંદરનો સ્ત્રાવ.
  • બહાર નીકળવાના છિદ્રો દેખાય છે.
  • પીળાશ પડતા શરીર અને વક્ષ પર કાળા ટપકાં વાળી માખી.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

સી કોસીરાના ચેપના લક્ષણો ફક્ત ફળો પર જ જોઇ શકાય છે. માદા પોતાના ઇંડા મુખ્યત્વે પરિપક્વ કેરીમાં જ મૂકે છે. આંતરિક ભાગને ખોરાકમાં લેવાથી અને લાર્વાની પાચનક્રિયાના કારણે અસરગ્રસ્ત ફળો પર ચીકણું દ્રવ્ય દેખાય છે. ફળની સપાટી પર લાર્વા માટે બહાર નીકળવાના છિદ્રો દેખાય છે. આંતરિક વિઘટનથી છાલ પર કથ્થાઈ અને કેટલીક વખત કાળા રંગના જખમ નિર્માણ થાય છે. છાલ પર ભીંગડા કે ખાડા પણ હોઈ શકે છે. ફળો પર વિકૃત રંગ અને ક્રમશઃ સડો નિર્માણ થવાના કારણે ડાઘાનું આવરણ દેખાય છે. ત્યારબાદ તેમાંથી દુર્ગંધ આવે છે અને ફૂગ તથા ફળના રસનું મિશ્રણ ઝરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

પ્રોટીનયુક્ત પ્રલોભન ધરાવતા છટકાં ના ઉપયોગથી અસરકારક રીતે સી. કોસીરાની વસ્તીનું નિરીક્ષણ અને પકડી શકાય છે. મેટરહીઝીયમ એનિસોપીલીએ ફૂગ જમીન પર રહેલા સી. કોસિરાના પુપે માટે પરોપજીવી છે અને તેનો હાથથી અથવા તેલજન્ય છંટકાવ કરી શકાય છે. લણણી બાદ ફળોને 46 ડિગ્રી તાપમાને ગરમ પાણીથી સારવાર આપવાથી અથવા લાંબા સમય સુધી 7.5 ડિગ્રી કે નીચા તાપમાને ફળોનો સંગ્રહ કરવાથી પણ લાર્વાનો નાશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જંતુનાશક (દા.ત. માલાથિયોન અથવા ડેલ્ટામેથ્રિન) સાથે ચોક્કસ પ્રલોભન (પ્રોટિન હાઇડ્રોલિઝેટ અથવા પ્રોટીન ઓટોલિયસેટ) ને સંયુક્ત રીતે સમાવતા છટકાં ના ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ પદ્ધતિ આસપાસના બધાને આકર્ષે છે અને એક નિયમિત સારવાર પુરી પાડે છે. ટરપિનોલ એસિટેટ અથવા મીથાઇલ યુજેનોલ દ્વારા નર સી. કોસીરા ને આકર્ષી અને ફસાવી શકાય છે.

તે શાના કારણે થયું?

ફળોની માખી સેરટિટિસ કોસીરા ના લાર્વાના કારણે લક્ષણો નિર્માણ થાય છે. પુખ્ત માખી પીળાશ પડતા શરીર અને વક્ષ પર કાળા ટપકાં વાળી હોય છે. તેની પાંખો પીળા રંગની અને 4-6 મિમિ લંબાઈ સુધીની હોય છે. માળા પોતાના ઈંડા પાકેલી કેરીમાં મૂકે છે અને તે લગભગ બે અઠવાડિયા સુધી આમ કરવાનું ચાલુ રાખે છે. 2-3 અઠવાડિયા પછી તેમાંથી લાર્વા બહાર આવે છે અને કેરીના ગરમાં ખોદવાનું ચાલુ કરી બોગદું બનાવે છે. ફળને લગભગ 50 લાર્વાનો ચેપ લાગી શકે છે અને કેટલીક વાર લણણી પછી જ તેના લક્ષણો દેખાવાનું ચાલુ કરે છે. વધુ વિકાસ માટે, લાર્વા પોતાની જાતને જમીન પર પાડે છે અને જમીનના ઉપરના સ્તરોમાં ખાડો ખોદી પડી રહે છે. 9 થી 12 દિવસો પછી સંપૂર્ણપણે વિકસેલ માખીઓ બહાર આવે છે.


નિવારક પગલાં

  • માખીની વસ્તી ઓછી હોય તેવા સમયે વહેલા પાકતી જાતોનું વાવેતર કરવાની કાતરી કરો.
  • અસરગ્રસ્ત અને નીચે પડેલા ફળોને દરરોજ વીણી લેવા.
  • માખીના આક્રમણની શક્યતા પારખવા માટે પ્રોટીન બાઈટ છટકા લગાવો.
  • લીંબુ, જામફળ, પપૈયા, તરબૂચ, વગેરે જેવા વૈકલ્પિક યજમાન છોડ નજીકમાં ઉગાડવા નહિ.
  • ઝાડની આજુબાજુ કાળજીપૂર્વક નીંદણ અને ઘાસ દૂર કરો જેથી આસપાસના રહેલા અવશેષો હેઠળ ખરતાં ફળો જોવા માટે સરળતા રહે.
  • સમાન વૃદ્ધિ ચક્ર વાળી કેરીની જાતો ઉગાડવા માટે પ્રાધાન્યતા આપો.
  • તંદુરસ્ત કેરી નું જ પરિવહન અને વેચાણ કરો.
  • વણવેચાયેલ ફળોનો તાત્કાલિક વપરાશ અથવા નાશ કરવાની ખાતરી રાખો.
  • વૃક્ષોની આસપાસનું ઘાસ દૂર કરવાથી જમીનમાં વિકસતાં પુપેનો નાશ કરે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો