અન્ય

ફળના ઝાડની છાલમાં ફૂદાં

Scolytus mali

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • નબળા વૃક્ષના થડ અને ડાળીઓમાં છિદ્રો અને પાવડર જેવા કણો.
  • છાલને કાપીને જોવામાં આવે તો, તે બોગદું સીધું વાહક પેશીઓ સુધી ફેલાયેલાં જોવા મળે છે.
  • આ બોગદા જેવી લાક્ષણિકતા માયાન કવીપુ જેવી હોય છે.

માં પણ મળી શકે છે

5 પાક
સફરજન
જરદાળુ
ચેરી
પીચ
વધુ

અન્ય

લક્ષણો

સામાન્ય રીતે માદા તેના ઈંડા મુકવા માટે નબળા અથવા કુમળા ઝાડ નો ઉપયોગ કરે છે. તંદુરસ્ત વૃક્ષની છાલ મજબૂત હોવાના કારણે તે ઉપદ્રવ માટે સંવેદનશીલ હોતા નથી. ડાળી અથવા થડ પર આવવા-જવા માટે છિદ્રો અને આસપાસ પાવડર જેવું દ્રવ્ય જોવા મળે છે. જો છાલને કાપીને દૂર કરવામાં આવે તો, બોગદા જેવી રચના વાહક પેશીઓ સુધી ફેલાયેલી જોવા મળે છે. માદા માતૃત્વ માટે સમાંતરે 5-6 સે.મી. લંબાઈ (10 સે.મી. સુધી), અને 2 મીમી પહોળાઇ વાળી ગેલેરી બનાવે છે. તે આમ કરે છે કારણકે, તે આ બોગદાની બાજુમાં નાના ખાડામાં ઇંડા મૂકે છે. ઇંડામાંથી બહાર નીકળ્યા પછી, લાર્વા છાલની નીચે સહેજ ટૂંકી અને સાંકડી ગેલેરી બનાવે છે, જે માતાએ બનાવેલ ગેલેરીથી શરુ કરી અને લગભગ તેને કાટખૂણે હોય છે. આ બોગદાની લાક્ષણિકતા મયાન કિપુ જેવી લાગે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સ્કોલિટ્સ માલીના શિકારીની સંખ્યા ઘણી મોટી છે, પરંતુ કેટલાક અભ્યાસો જ ખેતરમાં તેની જૈવિક નિયંત્રણ તરીકે ઉપયોગીતા તરીકે શક્યતા તરીકે જાણવા મળ્યા છે. પક્ષીઓની અનેક જાતો સ્કોલિટ્સ માલીના લાર્વા નો શિકાર કરે છે. સ્પેથિયસ બ્રેવિકુડીસ પ્રજાતિની બ્રેકોનીડ શિકારી ભમરી પણ તેની વસતી નિયંત્રિત કરવા માટે અસરકારક હોઇ શકે છે. ચેલ્સીડ પ્રકારની અન્ય ભમરીનો ઉપયોગ પણ કરી શકાય છે (બીજાઓ વચ્ચે ચેઈરોપેચીસ કોલોન અથવા ડિનોટિસકસ એપોનિયસ).

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વસતી ઉપદ્રવના સ્તર સુધી પહોંચી જાય ત્યારે કિટનાશક દવાથી સારવાર જરૂરી બને છે, અને તે પુખ્ત ફૂદાના ઉડવાના સમય દરમિયાન સૌથી વધુ અસરકારક બની રહે છે. ફળના ઝાડની છાલમાંના ફૂદાંને નાથવા માટે હાલમાં કોઈ જંતુનાશકો ઉપલબ્ધ નથી.

તે શાના કારણે થયું?

ફળના વૃક્ષો પર જોવા મળતા આ લક્ષણો સ્કોલીટસ માલી ફૂદાંના કારણે થાય છે. આ ફૂદાંના લાર્વા ઝાયલોફેગેસ હોય છે, અર્થાત કે તે છાલ નીચેની વાહકપેશીઓ માંથી ખોરાક લે છે. પુખ્ત કીડા ચમકતા રાતા-બદામી રંગના, કાળા માથાવાળા અને લગભગ 2.5-4.5 મિમિ લાંબા હોય છે. માદા સામાન્ય રીતે નબળું વૃક્ષ પસંદ કરે છે, અને તેની છાલમાં કાણું પાડે છે અને વાહક પેશીઓ સુધી બોગદાની રચના કરે છે. આ માતૃત્વ માટે ની ગેલેરી માં જ, જે લગભગ દસ સેન્ટિમીટર સુધી લાંબી હોય છે, તે ઈંડા મૂકે છે. ઈંડામાંથી બહાર આવ્યા બાદ લારવા, થોડી સાંકડી અને ટૂંકી ગેલેરી બનાવે છે, જે માતા એ બનાવેલ ગેલેરી થી શરૂ થઈ, તેને કાટખૂણે હોય છે. વસંતઋતુમાં, લારવા આ માળામાં વિકાસ પામે છે. સતત હૂંફાળા તાપમાનને(18-20 ° C), પુખ્ત ફૂદા નિર્માણ થાય છે, છાલમાં કાણું પાડી બોગદું બનાવે છે અને બીજા સંવેદનશીલ વૃક્ષ ઉપર ઉડીને નવું ચક્ર શરૂ કરે છે. આ ઉપદ્રવ વર્તમાન વૃક્ષ નબળું હોવાના લક્ષણો છે કે જે ઉદાહરણ તરીકે, ફૂગજન્ય ચેપ અથવા જમીનની પ્રતિકૂળ પરિસ્થિતિના કારણે હોઈ શકે છે.


નિવારક પગલાં

  • વૃક્ષોને સંતુલિત પોષણ મળી રહે તેની ખાતરી કરો.
  • પૂરતું પાણી મળી રહે તે જુઓ પરંતુ વધુ પડતું પાણી આપવાનું ટાળો.
  • ફળના વૃક્ષ નજીક બળતણ માટેના લાકડાંનો સંગ્રહ કરવો નહીં.
  • વસ્તીને જાણવા માટે ફેરોમોન ટ્રેપ્સ વાપરો.
  • ઝાડ અથવા શાખાઓ પર પણ છટકાં રાખવા અસરકારક હોઇ શકે છે.
  • વૃક્ષ, રોપા, વેલીનાં નકામાં ડાળ, ડાંખળાં, પાન, વગેરે કાપી નાખીને તેને ઘાટમાં લેવાં અને ચેપી શાખાઓ અથવા વૃક્ષોને બાળી દેવા.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો