અન્ય

સફેદ રુવાંટીવાળા નાના ફુદા

Yponomeutidae

જંતુ

5 mins to read

ટૂંકમાં

  • શાખાઓ ની ટોચ પર પાનખર.
  • પાંદડાઓ એકસાથે ગુંથાયેલા.
  • ફળની વૃદ્ધિ અટકેલી અને પાક્યા વગર ખરી જવું.
  • સફેદ , કાળા ટપકાવાળી રાખોડી પાંખોવાળા સફેદ ,લાંબા, સાંકડા શરીરવાળા ફુદા.

માં પણ મળી શકે છે

3 પાક
સફરજન
ચેરી
પિઅર

અન્ય

લક્ષણો

સફરજન માં સફેદ રુવાંટીવાળા નાના ફુદા મુખ્યત્વે પડતર બગીચા માં અને વગડાના વૃક્ષો પર આક્રમણ કરે છે પરંતુ તે વેપારી બગીચામાં પણ જીવાત ફેલાવી શકે છે. તે મોટા પ્રમાણ માં પાંદડાને ખાય છે જેના કારણે શાખાઓ ની ટોચ પર પાનખર થાય છે. તેઓ અનેક પાંદડાને એકસાથે ગૂંથી આશ્રયસ્થાનો પણ બનાવે છે.જો તેમણે બનાવેલ અસંખ્ય આશ્રયસ્થાનો અથવા "તંબુ" પુષ્કળ પ્રમાણ માં હોય તો, વૃક્ષના પાંદડા સંપૂર્ણપણે ખરી ગયેલા જોઈ શકાય છે. તેવા કિસ્સાઓમાં, ફળો ની વૃદ્ધિ અટકે છે અને અકાળે ખરી જાય છે. જોકે, જંતુ ભાગ્યે જ વૃક્ષ ના લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર અથવા તેની ક્ષમતા પર અસર કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

મોટા ભાગના કિસ્સાઓમાં સારવાર બિનજરૂરી છે કારણ કે વૃક્ષોને નજીવી હાનિ થતી હોય છે અને સહન કરી શકાય છે. તેચીનીડ માખીઓ, પક્ષીઓ અને કરોળિયા જેવા સામાન્ય શિકારી સફરજન માં સફેદ રુવાંટીવાળા નાના ફૂદાંને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. તેમની વસ્તી ઘટાડવા અને તેના ફેલાવાને ધીમો કરવા માટે એજનીસપીસ ફુસકીકૉલીસ પ્રજાતિઓના પરોપજીવી ભમરીનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે. બેક્ટેરિયા બેસીલસ થુરીનજેનેસીસ પર આધારિત બાયો-જંતુનાશકો ઇયળોની વસતી નિયંત્રણમાં સારા પરિણામો આપે છે. સંપર્ક જંતુનાશક પાયરેથ્રમ પણ વાપરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વૃક્ષ પર સંપૂર્ણ રીતે લગાવવામાં આવતા જંતુનાશક દ્વારા વ્યાપક ઉપદ્રવને નિયંત્રિત કરી શકાય છે. ડેલ્ટામેથ્રિન અથવા લેમ્બડા- સીહલોથ્રિન સંપર્ક જંતુનાશકો લાર્વા નિયંત્રિત કરવા માટે મદદ કરી શકે. પ્રણાલીગત જંતુનાશક એસીટામીપ્રાઇડ પણ વાપરી શકાય છે. પરાગનયન કરનાર જંતુઓના જોખમને કારણે ફૂલવાળા છોડપર છંટકાવ કરવો જોઈયે નહી.

તે શાના કારણે થયું?

યોપોનોમેટોઈડિયા જાતિના લાર્વા ની ખોરાક પ્રવૃત્તિને કારણે લક્ષણો થાય છે. ફુદા મધ્ય ઉનાળો દરમિયાન દેખાય છે. તેઓ સફેદ, લાંબુ અને 16 થી 20 મીમી પાંખની મહત્તમ લંબાઈ સાથે સાંકડુ શરીર ધરાવતા હોય છે. આગળની સફેદ પાંખોની કિનારી પર નાના કાળા ટપકા પથરાયેલ હોય છે જયારે પાછળની રાખોડી પાંખોના છેડે પણ કિનારી હોય છે. સ્ત્રીઓ,ઝૂમખામાં કળીઓ અથવા નાની ડાળીઓના સમૂહ ની નજીક છાલ પર માળા જેવા માળખામાં એક ઉપર એક હરોળ માં પીળાશ પડતા ઇંડા મૂકે છે. લાર્વા કળી માં દેખાય છે અને પાંદડામાં પોલાણ કરવાનું શરૂ કરે છે. તેઓ લીલાશ પડતા પીળા, 20 મીમી લાંબા અને તેમના શરીર પર કાળા ટપકાની બે પંક્તિઓવાળા હોય છે. તે મોટા પ્રમાણ માં સાથે મળીને પાંદડામાંથી ગુંથેલા "તંબુ" ની અંદર ખોરાક લે છે. અનેક ડિમ્ભકીય તબક્કામાંથી પસાર થયા બાદ ઈયળ, પાંદડાં પર લટકતાં તકલી આકારના, રેશમી કોશેટામાં વિકાસ પામે છે. તેને વર્ષ દરમ્યાન માત્ર એક પેઢી હોય છે.


નિવારક પગલાં

  • વાડીનું ધ્યાન રાખો અને કોઈપણ ચેપગ્રસ્ત અંકુર અથવા વૃક્ષની શાખા ને ખેંચી લો અથવા તેની છાંટણી કરો.જંતુનાશકોના નિયંત્રિત ઉપયોગ દ્વારા તેચીનીડ માખીઓ, પક્ષીઓ અને કરોળિયા જેવા શિકારીઓની વસતી ને ઉત્તેજિત કરો.
  • ફૂદાંને પકડવા અને વસ્તી નું ધ્યાન રાખવા માટે ફેરોમોન ટ્રેપ્સ નો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો