લીચીમાં એરિનોઝ જીવાત

LITCHI

લીચીમાં એરિનોઝ જીવાત

Aceria litchii

સૂક્ષ્મ જીવાત

ટૂંકમાં

  • નિસ્તેજ, વાંકડિયા અને વિકૃત પાંદડા.
  • પાંદડાની સપાટી પર કથ્થઈ રંગના મખમલ જેવા પદાર્થનો વિકાસ.
  • નાના ખાડા જે ગુમડા જેવા બને છે.
  • વાંકડિયા પાંદડા આખરે સુકાઈ જાય છે.
  • રુવાંટીવાળા પદાર્થમાં સૂક્ષ્મ જીવાતનો વિકાસ.

માં પણ મળી શકે છે

0 પાક

લીચીમાં એરિનોઝ જીવાત

LITCHI

લક્ષણો

કુમળા વૃક્ષો અને તેના પરનો નવો વિકાસ આ જંતુ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. કુમળા પાંદડા અને ડાળીઓ પર ઉપદ્રવના પ્રારંભિક સંકેતો તરીકે નાના ફોલ્લાઓ દેખાય છે. આ ફોલ્લા (એરિનિયા) માં ચાંદી જેવા સફેદ રંગના વાળ દેખાય છે. પાંદડાની નીચેની બાજુએ નાના સફેદ જીવાત હોય છે જે ભાગ્યે જ નરી આંખે જોઈ શકાય છે. જેમ જેમ ઉપદ્રવ વધે છે તેમ તેમ આ ફોલ્લા લાલ-કથ્થઈ રંગના અને જાડા અને મખમલ જેવા બની જાય છે. પાંદડા ખુબ જ વિકૃત અને વાંકળિયા બની જાય છે. સખત રક્ષણાત્મક ફોલ્લામાં નાના ખાડાઓ નિર્માણ થાય છે. ચેપગ્રસ્ત પાંદડા સુકાઈ અને ઝાડ પરથી ખરી પડે છે. પાંદડાની કુંપણો, દાંડી અને ફૂલની કળીઓ પર પણ લક્ષણો દેખાઈ શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ખેતી પદ્ધતિઓ સાથે જૈવિક નિયંત્રણને આવરી લો. જ્યારે જરૂર હોય ત્યારે જ ચોક્કસ રાસાયણિક સારવારનો ઉપયોગ કરો. ફાયદાકારક જંતુઓ જીવાતના ઉપદ્રવ સામે લડવામાં મદદ કરી શકે છે. લીચીના બગીચાઓની આસપાસ ફાયદાકારક જીવાતને આશ્રય આપતા વિવિધ છોડને જાળવો. ફાયદાકારક જંતુને નુકસાન ન પહોંચાડે તેવા જંતુનાશકોનો જ ઉપયોગ કરો. ફાયદાકારક જંતુની વસ્તીનું નિયમિતપણે નિરીક્ષણ કરો.

રાસાયણિક નિયંત્રણ

પહેલો ઉપદ્રવ દેખાય ત્યારે છંટકાવ કરો. વૃક્ષ પર નવા વિકાસ પામતા ભાગો સખત ન થાય ત્યાં સુધી દર 15 દિવસે વારંવાર છંટકાવ કરો. જીવાત છુપાયેલ હોય ત્યાં પાંદડાની નીચેની બાજુએ છંટકાવ કરો. છંટકાવ સમગ્રતયા થાય તે માટે જમીન પરના સાધનોનો ઉપયોગ કરો - હવાઈ છંટકાવ નહીં. હંમેશા રક્ષણાત્મક કપડાં પહેરો અને લેબલ પર લખેલી સૂચનાઓનું પાલન કરો.

તે શાના કારણે થયું?

આ લક્ષણો લીચીમાં જોવા મળતી એરિનોઝ માઈટ (એરીઓફાયસ લીચી) સૂક્ષ્મ જીવાતના કારણે થાય છે, જે છોડનો રસ ચૂસે છે. પવનના કારણે આ જીવાત ચેપગ્રસ્ત વૃક્ષો પરથી સ્વસ્થ વૃક્ષો પર પરિવહન પામે છે. વિવિધ વૃક્ષો પર ઉપયોગમાં લેવાતી ખેતી અંગેની વિવિધ સાધન-સામગ્રી, ખેતરમાં કામ કરતાં કામદારો અને ચેપગ્રસ્ત છોડની સામગ્રી ના કારણે પણ આ જીવાત પરિવહન પામી શકે છે. લીચીના નાના વૃક્ષો (3 વર્ષથી ઓછી ઉંમરના) જીવાતના ઉપદ્રવ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે. આ જીવાત નવી વિકાસ પામતા ભાગોને પસંદ કરતી હોવાથી, પરિપક્વ વૃક્ષો પર પણ જ્યારે કુમળા, અપરિપક્વ પાંદડા અને ડાળીઓનો વિકાસ થાય ત્યારે પ્રભાવિત થઈ શકે છે.


નિવારક પગલાં

  • હવાની સારી અવર જવર રહે તે માટે વૃક્ષો વચ્ચે યોગ્ય અંતર જાળવો.
  • હવાનું પરિભ્રમણ વધે અને ભેજ ઘટે તે માટે વૃક્ષોના વધુ પડતાં ડાળી ડાળખાં કાપી લેવા.
  • ઉપદ્રવને વહેલી તકે જાણવા માટે અઠવાડિયે વૃક્ષોનું નિરીક્ષણ કરો.
  • નરમ પદાર્થના વિકાસને પ્રોત્સાહન આપતું વધુ પડતું નાઇટ્રોજન ખાતર આપવાનું ટાળો.
  • અસરગ્રસ્ત એવા બધા જ પાંદડા અને ડાળીઓને તાત્કાલિક દૂર કરી તેને બાળી નાખો.
  • ચેપગ્રસ્ત વિસ્તારોમાંથી છોડની સામગ્રીને અન્ય વિસ્તારમાં લઈ જવાનું ટાળો.
  • સાધનોનો અન્ય ઝાડ પર ઉપયોગ કરતાં પહેલા તેને બરાબર સાફ કરો જંતુમુક્ત કરો.
  • ચેપગ્રસ્ત વૃક્ષો સાથે કામ કર્યા પછી કપડાં બદલો.
  • ઝાડ પર નવો વિકાસ થાય તે પહેલાં નિવારક પગલાં લાગુ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો