કેરી

કેરીના પાંદડાં જેવું આવરણ બનાવતી મસી

Cisaberoptus kenyae

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની ઉપરની સપાટી પર સફેદ રંગનું આવરણ.
  • પાંદડાંના રંગમાં વિકૃતિ.
  • પાનખરની ઘટના.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

આ મસીઓ જૂથમાં રહે છે અને પાંદડાની ઉપરની સપાટી પર સફેદ અથવા મીણ જેવું આવરણ બનાવે છે. આ આવરણ સફેદ રંગ તરીકે આગળ વધે છે, જે સુકાયા બાદ કડક ચાંદી જેવું બની જાય છે, અને આખા પાંદડાંને આવરી લે છે. આ મસીઓ પાંદડા મારફતે છોડનું સત્વ ચૂસે છે, જેના પરિણામે વિકૃત રંગ નિર્માણ થાય છે. ગંભીર રીતે અસર પામેલા પાંદડા રંગે કથ્થઈ અને સુકાયેલ દેખાય છે. ઘણીવાર અસરગ્રસ્ત પાંદડા પીળી રંગના બની ખરી પડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ નગણ્ય જંતુ છે અને તેના કારણે ફળની ઉપજમાં પણ એટલો ઘટાડો થતો નથી, તેથી જૈવિક રીતે તેનું નિયંત્રણ કરવું જરૂરી નથી. ફક્ત ખેતી માટેની યોગ્ય પધ્ધતિની આદત રાખો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ નગણ્ય જંતુ છે અને તેના કારણે ફળની ઉપજમાં પણ એટલો ઘટાડો થતો નથી, તેથી તેના ઉપદ્રવ સામે રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ કરવો જરૂરી હોતો નથી.

તે શાના કારણે થયું?

પાંદડાં પર આવરણ બનાવતી મસીના જીવનચક્ર દરમિયાનના તમામ તબક્કા નુકસાન માટે જવાબદાર છે. આ મસી ખૂબ જ નાની, લગભગ 0.2 મીમી કદની, અને નરી આંખે જોઈ શકાતી પણ નથી. તે આછા રંગની અને સિગાર જેવા આકારની હોય છે, અને તેના ઇંડા છે જે આછા સફેદ, ગોળાકાર અને ચપટાં હોય છે. જીવનના તમામ તબક્કામાં તે પાંદડાની નીચેની બાજુએ રહે છે અને છોડના સત્વને ચસે છે. સામાન્ય રીતે આ મસી વધુ પડતા ઉછરી ગયેલા અથવા ઉપેક્ષિત નિયમિત સારવાર કરવામાં આવી ન હોય તેવા કેરીના ઝાડ ને ચેપ લગાડે છે. માર્ચ મહિનામાં મસીની સંખ્યા મહત્તમ અને ડિસેમ્બર દરમિયાન ઓછી હોય છે. ઉનાળાના મહિનાઓમાં તેમનો ગંભીર ઉપદ્રવ હોય છે.


નિવારક પગલાં

  • લણણી પછી અસરગ્રસ્ત અંકુરોને તોડી લો.
  • સફેદ આવરણ વાળા પાંદડાને દૂર કરો અને તેનો નાશ કરો.
  • પાંદડા સુધી પહોંચતા પ્રકાશ અને હવાની માત્રાને વધારવા માટે છોડ પરના વધારાના ડાળી-પાંદડાં કાપી નાખો, જેનથી ચેપની શક્યતાઓ ઓછી થશે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો