શેરડી

શેરડીના પાંદડાં પર સૂક્ષ્મ જીવાત

Schizotetranychus andropogoni

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની નીચેની સપાટી પર સફેદ જાળા.
  • સૂક્ષ્મ જીવાતના ખાવાના કારણે સફેદ રંગના પટ્ટા નું દેખાવું.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

પાંદડાની મુખ્ય નસની સમાંતર નીચેની બાજુએ જાળા બનાવવામાં આવે છે. ટોચની બાજુએ જાળાની સંખ્યા વધુ હોય છે. નવા રચાયેલા જાળા સફેદ રંગના હોય છે, પરંતુ પાછળથી તે કથ્થઈ બને છે અને આખરે પાંદડાની સપાટી પરથી ઉડી પાંદડાંની સપાટી પર સફેદ રંગના પટ્ટા છોડી દે છે. સૂક્ષ્મ જીવાત બહારના ભાગને ખોતરી અને રસ ચૂસે છે. ભારે અસર પામેલા પાંદડાઓ નબળા દેખાય છે અને પછી સંપૂર્ણપણે સુકાઈ જાય છે. જાળા, ચામડીનું આવરણ અને પાંદડાઓની સપાટી હેઠળના જાળામાં માટીના કણોને લીધે રહેઠાણ રાખોડી દેખાય છે. પાંદડાની નીચેની સપાટી પર, મુખ્ય નસની કોઈપણ બાજુએ અનિયમિત રીતે ગોઠવાયેલ, પાતળા જાળાથી ઢાંકાયેલ લંબગોળ રહેઠાણોમાં સૂક્ષ્મ જીવાતને જોઈ શકાય છે. વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિમાં છોડ પર ટકી રહેલ જાળા યુક્ત વસાહતો પછીથી તેમની વસ્તી વધારામાં મહત્વનો ફાળો આપે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સકલોથરીપ્સ ઈન્ડિકસ પીઆર તરીકે ઓળખાતા થિસનોપ્ટરસ શિકારી એ જાળામાં રહેલ ઈંડાનો નાશ કરવાની સક્ષમતા ધરાવનાર કુદરતી દુશ્મન છે. લાઈમ-સલ્ફર, અથવા માછલીના તેલ રોસીન સાબુ સાથે પાક પર છંટકાવ કરો. કેલ્થેન નો છંટકાવ પણ અસરકારક હોઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. પાક પર ચિકિત્સા પ્રવાહી સાથે પેરાથીઓન અથવા ક્લોરોબેન્સાઇડ નો છંટકાવ કરો.

તે શાના કારણે થયું?

સૂક્ષ્મ જીવાત દ્વારા નુકસાન થાય છે. છેલ્લી કાચલી ઉતારી લીધા ના તુરંત બાદ તે પ્રજનન કરે છે. પાંદડા સાથે જોડાયેલા જાળામાં એકાકી સ્વરૂપે ઇંડા મુકવામાં આવે છે. સંભોગના 24 કલાક બાદ ઇંડા મુકવાની શરૂઆત થાય છે. એક માદા દ્વારા લગભગ 40-60 ઇંડા મૂકવામાં આવે છે. બાળ કીડાની અવધિ 10-12 દિવસની હોય છે. સંપૂર્ણ પરિપક્વતા પહેલાં જીવનકાળના ત્રણ તબક્કાઓ હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન સૂક્ષ્મ જીવાતની પ્રવૃત્તિ ઘટે છે અને તે ઉનાળાના પ્રારંભ સુધી આ રીતે જ રહે છે.


નિવારક પગલાં

  • જંતુના ઉપદ્રવના પ્રારંભિક તબક્કામાં ચેપગ્રસ્ત પાંદડાઓ પર ક્લીપ મારો.
  • શેરડીના ખેતર અને આસપાસમાંથી ખાસ કરીને ઘાસ જેવા નીંદણ જેમ કે સોર્ઘમ હેલ્થન્સ (બરુ ઘાસ) દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો