દ્રાક્ષ

વેલા પર પીળી સૂક્ષ્મ જીવાત

Eotetranychus carpini

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • સૂક્ષ્મ જીવાત પાંદડા ની નીચેની બાજુ શિરા ની સાથે રહે છે અને પાંદડા ના સત્વ પર નભે છે.
  • લાલ ફળની જાતોના પાકપર લાલ અને સફેદ પાક પર બદામી ટપકા.
  • અકાળે પાંદડા નું ચીમળાવું અને પાંદડાને નુકશાન માં પરિણમે છે.

માં પણ મળી શકે છે

2 પાક

દ્રાક્ષ

લક્ષણો

મોસમ ની શરૂઆતમાં વેલા પર પીળી સૂક્ષ્મ જીવાત ના ખોરાક ને કારણે અસંખ્ય પાંદડા અને ફૂલની કળીઓ માં અનિયમિત વૃદ્ધિ, વિકૃતિ થાય છે અથવા સુકાઈ જાય છે. અંદરની ગાંઠો ટૂંકી રહેવી પણ લાક્ષણિકતા છે. વૃદ્ધિ ના અંતિમ તબક્કે, પાંદડા પર નસો સાથે લાલ થી બદામી ટપકા દ્વારા હુમલાની લાક્ષણિકતા દેખાય છે. જેમ જેમ સૂક્ષ્મ જીવાતની સંખ્યા વધે છે તેમ તેમ આ લક્ષણો બાકીના પડ પર ફેલાય છે ત્યાર બાદ પેશીઓ પીળાશ પડતી અને મૃત બને છે. જેના કારણે પ્રકાશસંશ્લેષણનો દર ઘટાડે છે, જેથી બેરી અથવા ફળ મોડે થી પાકે છે , મીઠાશ ઘટે છે અને લણણીમાં ઘટાડો થાય છે. ખાસ કરીને ,જો સૂક્ષ્મ જીવાતની વસ્તી ઓછી રહે છતાં પણ શરૂઆતમાં ઉપદ્રવ થાય તો તે હાનિકારક હોઇ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ઓટેટ્રાન્યચસ કૅરપીની ની વસતી નિયંત્રિત કરવા માટે , અતિ સૂક્ષ્મ જંતુઓ ની કેટલીક પ્રતિસ્પર્ધી પ્રજાતિઓ, ખાસ કરીને કુદરતી શિકારી કમ્પીમોડ્રોમસ અબેરરન્સ નો ઉપયોગ કરી શકાય છે. જોકે, બાદમાં જંતુ નિયંત્રણ કરવા માટે કરવામાં આવતી રાસાયણિક સારવાર દ્વારા તેને મારવામાં આવે છે. અતિ સૂક્ષ્મ ચાંચડ માંકડ અથવા ફૂલ માંકડ (એન્થોકોરાઇડ) ની કેટલીક પ્રજાતિઓ હોર્નબીમ જીવાત પર નભે છે અને તે ચેપને નિયંત્રિત કરવા માટેની બીજી રીત હોઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ જંતુ ને મારવા સૂક્ષ્મ જંતુનાશકો ને બે વાર, પ્રથમ અંકુર ફૂટે ત્યારે અને જ્યારે અંકુર 10 સે.મી. લાંબા થાય ત્યારે છાંટી શકાય છે. અકરીનાથ્રિન, કલોફેનટેઝીન,સાયહેક્ષાટીન, ડિકોફોલ, ફેન્ઝાક્વિન, ફેનબ્યુટાટિન-ઓક્સાઇડ, હૅક્સીથીએઝોક્સ, પિયરીડબેન અને ટેબ્યુફેનપયરડ મુખ્ય સૂક્ષ્મ જંતુનાશકો છે. આ ઉત્પાદનો ,કમ્પીમોડ્રોમસ અબેરરન્સ , કુદરતી શિકારીઓ ને પણ અસર કરે છે. કેટલાક જંતુનાશકો પણ અતિ સૂક્ષ્મ જંતુઓ પર અસર કરે છે. લગભગ 12 દિવસ ના અંતરાલે 2 વાર સારવાર કરવાથી ઉનાળા ની વસતી નિયંત્રિત કરી શકાય છે.

તે શાના કારણે થયું?

વેલા પર પીળી સૂક્ષ્મ જીવાત ઓટેટ્રાન્યચસ કૅરપીની ને કારણે લક્ષણો થાય છે,જે વેલા અથવા પીચના વૃક્ષો જેવા મહત્વપૂર્ણ પાકને સંક્રમિત કરે છે. માદા એક લંબગોળ શરીર ધરાવે છે જેનો રંગ આછા પીળા થી લીંબુ જેવો પીળા અલગ અલગ હોય છે. તેઓ શિયાળા દરમ્યાન શાખાઓ ની છાલ હેઠળ એક જૂથમાં રહે છે. જ્યારે પ્રથમ અંકુર દેખાય છે,ત્યારે તેઓ બહાર આવે છે અને લગભગ દસ દિવસો સુધી યુવાન પાંદડા પર નભે છે. પછી તેઓ પાંદડાની નીચેની બાજુ ગોળાકાર, અર્ધપારદર્શક ઇંડા મુકવાની શરૂઆત કરે છે. ત્યાં પાતળા જાળા દ્વારા સુરક્ષિત સૂક્ષ્મ લાર્વા ના ઝુમખા જોવા મળે છે. તેઓ નસો સાથે પાંદડા દ્વારા ઉદભવતા સત્વ પેદાશો પર નભે છે. માદાનું જીવન ચક્ર (12 થી 30 દિવસ) અને પેઢીઓ ની સંખ્યા (5 થી 6) તાપમાન અને પર્ણસમૂહ ની અવસ્થા પર આધાર રાખે છે. તેમના વિકાસ માટે લગભગ 23° તાપમાન શ્રેષ્ઠ હોવાનું માનવામાં આવે છે.


નિવારક પગલાં

  • અંકુર ના ઉદભવ સમયે અને ઉનાળા દરમિયાન રોગના લક્ષણ માટે બગીચાનું નિરીક્ષણ કરો.
  • હોર્નબીમ જીવાતના લાભદાયી દુશ્મનો ને અસર ના થાય તે માટે જંતુનાશકો નો નિયંત્રિત ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો