ખાટાં ફળો

ખાટાં ફળોની કળીઓમાં જોવા મળતી સૂક્ષ્મ જીવાત

Aceria sheldoni

સૂક્ષ્મ જીવાત

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા, ફૂલો અને યુવાન અંકુરમાં ખોડખાંપણ.
  • શાખાઓ પર રોઝેટ્ટ જેવા પાંદડાની રચના.
  • અટકેલો વિકાસ.
  • ફળની સંખ્યામાં ઘટાડો.
  • આછા પીળા કે ચાંદીના જેવા રંગની વિકૃતિ સાથે ખુબ જ વિકૃત ફળો.
  • અતિ સૂક્ષ્મ જંતુઓ નરી આંખ જોઈ શકાતાં નથી.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

જેમ કે તેનું નામ સૂચવે છે, આ સૂક્ષ્મ જીવાત મુખ્યત્વે પાંદડા અને ફૂલની કળીઓ ઉપર હુમલો કરે છે. ઝાડની ડાળીની વધતી ટોચ અને ફાલનો નાશ થવાના કારણે પાંદડા, ફૂલ અને કુમળા અંકુરમાં વિકૃતિ નિર્માણ થાય છે. ડાળીઓ ઉપર ગુલાબ જેવા ગુચ્છેદાર પાંદડા નું નિર્માણ થાય છે. ઝાડનો વિકાસ અટકે છે અને તેનાથી ફળની સંખ્યામાં ઘટાડો થાય છે. ચેપગ્રસ્ત ફળોમાં ગંભીર વિકૃતિ નિર્માણ થાય છે અને આછા પીળા કે ચાંદી જેવા રંગની વિકૃતિ દર્શાવે છે તથા તેની પર ઘા નિર્માણ થાય છે જે ફૂગ ના ચેપ માટેનું પ્રવેશદ્વાર બની રહે છે. પરિપક્વ ફળોમાં રસ અને ગુણવત્તા ઓછા હોવાના કારણે તેની બજાર કિંમત માં ઘટાડો થાય છે. આ સૂક્ષ્મ જીવાત લગભગ બધા જ પ્રકારના ખાટા ફળો ના ઝાડ પર હુમલો કરે છે, પરંતુ સામાન્ય રીતે લીંબુના ઝાડ માં તેનાથી ખૂબ જ નુકસાન થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સામાન્ય રીતે કળીઓમાં જોવા મળતી અતિ સૂક્ષ્મ જીવાતોનું કુદરતી દુશ્મનો દ્વારા સારીરીતે નિયંત્રણ થઇ શકતું નથી. હિંસક જીવાતનો ઉપયોગ કરીને કળીઓમાં જોવા મળતી અતિ સૂક્ષ્મ જીવતોનું સારીરીતે નિયંત્રણ કરી શકાય છે. ઉપદ્રવની સારવાર માટે બાયોપેસ્ટીસાઇડ નો ઉપયોગ એ એક શ્રેષ્ઠ રસ્તો હોઈ શકે છે. જયારે ઓછો ઉપદ્રવ હોય ત્યારે સલ્ફરના 2% સાંદ્રતા વાળા દ્રાવણનો ઉપયોગ કરવાથી કળીઓમાં જોવા મળતી અતિ સૂક્ષ્મ જીવતોનું નિયંત્રણ કરવામાં મદદ મળે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. પાંદડા ઉપર થોડા વિસ્તાર સુધી અસર કરતા ફાયટોટોક્સિક તેલનો છંટકાવ કરવાથી ફૂલની કળી ઉપર સૂક્ષ્મ જીવાતના કારણે થતું નુકશાન ઘટાડી શકાય છે. વધુ સારી અસર માટે ઇબમેકટીન, ફેનબ્યુટેટીન ઓક્સાઇડ, કલોરપાયરીફોસ, સ્પાયરોટેટ્રામેટ, ફેનપાયરોક્સિમેટ અથવા તેના મિશ્રણ પર આધારિત ઉત્પાદનોને આ તેલ સાથે ભેળવીને ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ખાટા ફળોની કળીઓમાં જોવા મળતી સૂક્ષ્મ જીવાત એસિરિયા શેલ્ડોની ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. તેને નરી આંખે જોઇ શકાતી નથી પરંતુ ખાટા ફળોની વાડીમાં તે ખૂબ જ નુકસાન કરે છે અને ઉપજમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે. બહિર્ગોળ કાચ વડે જોતા, ફૂલ ની કળીઓ પર અતિસૂક્ષ્મ, ઈયળ જેવા આકારની, લાક્ષણિક ક્રીમ જેવા સફેદ અથવા દુધિયા રંગની સૂક્ષ્મ જીવાત જોવા મળે છે. શિયાળાના મહિનાઓમાં, કળીઓના નીચેના ભાગમાં તે રક્ષણ પામે છે. જ્યારે વસંતઋતુમાં પરિસ્થિતિ અનુકુળ બને ત્યારે, માદા સૂક્ષમ જીવાત બહાર આવે છે અને ફૂલની કળીઓ પરના ભીંગડાની નીચે નવા વિકાસ માટે તેના ઈંડા મૂકે છે. બાળ કિડાં ડાળી અને ફાલની વૃદ્ધિ પામતી ટોચ ઉપર હુમલો કરે છે, જેનાથી કુમળા પાંદડા, ફૂલની કળીઓ અને અંકુરમાં વિકૃતિ નિર્માણ થાય છે. પરિણામે ઝાડની વૃદ્ધિ નબળી પડે છે. ફળોનો વિકાસ પણ નબળો પડે છે અને ફળોમાં ગંભીર વિકૃતિ નિર્માણ થઈ શકે છે. હૂંફાળા, સૂકા વાતાવરણ દરમિયાન તેમની વસ્તીમાં ઝડપથી વધારો થાય છે અને તેવી પરિસ્થિતિમાં ખુબ જ ઓછો ચેપ હોવા છતાં ગંભીર માત્રામાં નુકસાન થઈ શકે છે.


નિવારક પગલાં

  • શાખાઓ અને નવા વિકાસ પામતાં ભાગો પર ખોડખાંપણની હાજરી જોવા માટે વાડીનું નિયમિત નિરીક્ષણ કરો.
  • લાભદાયી જંતુઓ પર અસર ન થાય તે માટે જંતુનાશકોનો નિયંત્રિત ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો