શેરડી

શેરડીના પાંદડાં બળી જવા

Xanthomonas albilineans

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર પેન્સિલની લીટી જેવા ચાઠાં.
  • પાંદડાની સપાટી થોડાંઘણી કે સંપૂર્ણ પીળી પડે છે.
  • પાંદડાનો વિકાસ અટકે અને કરમાઈ જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

શેરડી

લક્ષણો

લક્ષણોમાં મુખ્યત્વે બે સ્વરૂપો (ક્રોનિક અથવા તીવ્ર) અને બે તબક્કાઓ (ગુપ્ત અને ગ્રહણ) પૂરતા હોય છે. ક્રોનિક સ્વરૂપે પાંદડાની સપાટીઓ પર લીટીઓ દેખાય છે અને તે મુખ્ય નસને સમાંતર હોય છે. તે 1 સે.મી. જેટલા વિશાળ હોઈ શકે છે. તીવ્ર સ્વરૂપમાં પરિપક્વ ડાળીઓ અચાનક જ કરમાઈ જાય છે. સામાન્ય રીતે કોઈ બાહ્ય લક્ષણો દેખાતા નથી. આ રોગના ચિહ્નો ગુપ્ત હોઈ શકે છે, કેટલાક સમય સુધી લક્ષણો દેખાતા નથી અને જ્યારે લક્ષણો પ્રથમ વાર દેખાય ત્યાંસુધી તો છોડને ગંભીર અસર થઈ જાય છે. આ રોગના પ્રથમ સંકેત તરીકે ફરતે પીળા રંગની કિનારી વાળી સફેદ રંગની પેંસિલ જેવી લીટીઓનો વિકાસ થાય છે અને તેના કારણે પાંદડાના કોષો સુકાય છે. આ રોગના કારણે અંકુરનો વિકાસ અટકે અને કરમાઈ શકે છે. અસરગ્રસ્ત પાંદડા કથ્થઈ રંગના બને તે પહેલા આછા વાદળી લીલા રંગના દેખાય છે. તણાવપૂર્ણ પરિસ્થિતિઓમાં, સમગ્ર અંકુરનો નાશ થાય છે. પરિપક્વ સાંઠા પર, પાંદડા ટોચ પરથી સુકાય છે અને અંકુરનો વિકાસ ઓછો થાય છે. સામાન્ય રીતે, બાજુએ આવેલ અંકુર બળેલા અથવા તેના પર સફેદ પેંસિલ જેવી લીટીઓ દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જીવાણુને મારવા માટે બિયારણ સાંઠાને લાંબા સમયસુધી ગરમ પાણીની સારવાર આપી શકાય છે. ચેપગ્રસ્ત વાવેતરની સામગ્રીને સાફ કરવા માટે બિયારણના સાઠાને વહેતા પાણીમાં રાખ્યા બાદ ત્રણ કલાક 50 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીથી સારવાર આપી શકાય.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આજે સુધી, આ બેક્ટેરિયા સામે કોઈપણ રાસાયણિક નિયંત્રણની પદ્ધતિઓ જોવામાં આવી નથી. પરંતુ ચેપને થોડાઘણા અંશે ઘટાડવા માટે વાવેતર માટેની શેરડીની ગાંઠોને ગરમ પાણીથી સારવાર આપ્યા બાદ, 15 મિનિટ સુધી 10 લિટર પાણીમાં 5 ગ્રામ કાર્બેન્ડાઝીમના દ્રાવણમાં ડુબાડી શકાય.

તે શાના કારણે થયું?

ઝેંથોમોનાસ આલ્બીલિનાન્સ બેક્ટેરિયાના કારણે નુકસાન થાય છે. આ જીવાણુ શેરડીના સાંઠામાં અસ્તિત્વ ધરાવે છે પરંતુ જમીનની અંદર કે ડિકોપોસ્ટ ન થયા હોય તેવા શેરડીના કચરામાં તે લાંબા સમય સુધી ટકી શકતા નથી. આ રોગ મુખ્યત્વે ચેપગ્રસ્ત સાઠાં દ્વારા ફેલાય છે. લણણી અને તેના માટે ઉપયોગમાં લેવામાં આવતા કાપવાના સાધનો ચેપના ફેલાવા માટે સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આ રોગ, હાથીઘાસ, જેવા ઘાસમાં પણ ટકી શકે છે, અને તેમાંથી તે શેરડીમાં ફેલાઈ શકે છે. દુષ્કાળ, પાણીનો ભરાવો અને ઠંડુ તાપમાન જેવી પર્યાવરણીય પરિસ્થિતિઓ રોગની તીવ્રતામાં વધારો કરી શકે છે.


નિવારક પગલાં

  • ફક્ત રોગ-મુક્ત રોપાની સામગ્રીનો ઉપયોગ કરો.
  • ખાસ કરીને જ્યારે લણણી કરો ત્યારે છોડની સામગ્રીનું વિતરણ અને વિનિમયનું નિયંત્રણ કરો.
  • શેરડીની પસંદગી દરમિયાન સંવેદનશીલ જાતો પસંદ કરવી નહિ.
  • વૈકલ્પિક યજમાનો છોડને દૂર કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો