ફુલેવર

કોબીમાં નરમ બેક્ટેરિયલ સડો

Pectobacterium carotovorum subsp. carotovorum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • શોષાયેલ, નરમ ટપકાં.
  • છોડના પેશીઓ નરમ અને વિકૃત.
  • પાંદડા, ડાળીઓ અને મૂળને અસર થાય છે.

માં પણ મળી શકે છે

2 પાક
કોબી
ફુલેવર

ફુલેવર

લક્ષણો

શરૂઆતમાં પાણીપચ્યા ટપકાં નિર્માણ થાય છે. ત્યારબાદ તે મોટા થઇ શોષાયેલ અને નરમ બને છે. ટપકાંની નીચે રહેલ છોડની પેશીઓ ક્રીમ કે કાળા રંગની, પોચી અને વિકૃત બને છે. જો ગંભીર માત્રામાં ચેપ લાગે તો પાંદડા, શાખાઓ અને મૂળ સંપૂર્ણ રીતે સળી શકે છે. એક તીવ્ર ગંધ જણાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ સુધી આ રોગ સામે નિયંત્રણ પૂરું પાડે એવા કોઈપણ જૈવિક નિયંત્રણની પદ્ધતિ ઉપલબ્ધ હોય તેવું અમને ખબર નથી. રોગની ઘટનાઓ અથવા લક્ષણોની તીવ્રતા ઓછી કરી શકે તેવી કોઈપણ સફળ પદ્ધતિ વિષે તમને ખબર હોય, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. નિયંત્રણના પગલાં નિવારક રીતે લેવામાં આવે છે કારણ કે આ બેક્ટેરિયાનો ઉપચાર થઇ શકતો નથી. બેક્ટેરિયલ પરોપજીવીને રોકવા અને દૂર કરવા માટે કોપર-આધારિત ફૂગનાશકોનો ઉપયોગ કરો. સાયપ્રોફ્લોક્સેસીન પણ રોગ સામે સારો એવો અવરોધ નિર્માણ કરે છે.

તે શાના કારણે થયું?

પેક્ટોબેક્ટેરિયમ કેરોટોવોરમ બેક્ટેરિયાના કારણે નુકસાન થાય છે, જે જમીન તથા પાકના અવશેષોમાં ટકી રહે છે. તે સાધનો, જંતુઓ, કરાના કારણે નિર્માણ થયેલ ઝખ્મ અથવા કુદરતી છિદ્રો દ્વારા પાકમાં પ્રવેશ કરે છે. સાધનો, ચેપગ્રસ્ત છોડની સામગ્રીનું પરિવહન, માટી અથવા દૂષિત પાણી દ્વારા રોગકારક જંતુઓનો ફેલાવો થાય છે. ભેજવાળા હવામાન અને 25-30 ° સે જેટલા તાપમાન દરમિયાન એક મોટી સમસ્યા બની જાય છે, અને છોડમાં જ્યારે કેલ્શિયમની ઉણપ હોય ત્યારે તે વધુ ગંભીર બને છે. ખેતર તેમજ કોઠારમાં પણ તે નિર્માણ થઇ શકે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિકારક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • સારી હવાઉજાસ વાળી જગ્યાએ રોગ મુક્ત અને તંદુરસ્ત બિયારણનું વાવેતર કરો.
  • છોડને ઓછી ઇજાઓ થાય તે માટે કાળજીપૂર્વક કામ કરો.
  • તમારા સાધનોને સાફ અને જંતુમુક્ત રાખો.
  • ઉપરથી પડતાં પાણીવાળી સિંચાઈ કરવી નહિ.
  • ચેપગ્રસ્ત છોડને દૂર કરી તેનો નાશ કરો.
  • સૂકા હવામાન દરમિયાન જ લણણી કરો.
  • લણણી કરાયેલ ઉપજને કોઠારમાં રાખતા પહેલા તેનું નિરીક્ષણ કરો.
  • કોઠારને કોપર-આધારિત દ્રાવણોથી સાફ કરો અને કોબીના દડા પર ઇજાઓ ન થાય તે માટે બફરિંગ સામગ્રી તરીકે સુકાયેલ ઘાસ અથવા કાગળનો ઉપયોગ કરો.
  • લણણી પછી છોડના બાકી બચેલા અવશેષોને દૂર કરી તેનો નાશ કરો.
  • ત્રણ વર્ષ સુધી બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો