ખાટાં ફળો

ખાટાં ફળો ફાટવા

Pseudomonas syringae pv. syringae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • કુમળા વિકાસ પામેલ ભાગ પર પાણી શોષાવાથી નિર્માણ થતાં જખમ અને ઘેરાં કથ્થાઈ રંગના ચાંઠા, જે સામાન્ય રીતે પાંદડાંના મૂળ ભાગ માંથી અથવા અંકુરમાંથી શરુ થાય છે.
  • પાંદડાઓ સૂકાઈને અને વળી જાય છે અને, છેવટે ખરી પડે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

પાંદડાની સપાટીના મૂળ ભાગમાં પાણી શોષાવાથી નિર્માણ થતાં જખમ અને પર્ણદંડ ઉપર કાળા રંગના વિસ્તારની હાજરી, એ આ રોગના લક્ષણો દર્શાવે છે. ત્યારબાદ, આ જખમ પાંદડાની મુખ્ય શિરા સુધી ફેલાય છે અને પર્ણદંડ સાથેની ડાળીની આસપાસ પણ તેનો ફેલાવો થાય છે. પાછળથી, પાંદડાં સુકાય છે અને વળી જાય છે, પરંતુ તે હજુ પણ ડાળી સાથે ચોક્કસ રીતે જોડાયેલા હોય છે. સમયાંતરે, સામાન્ય રીતે પર્ણદંડ વગર, તે ખરી પડે છે. દાંડીની આસપાસનો વિસ્તાર વધુ સુકાય છે અને જો ડાળીની ફરતે સંપૂર્ણપણે ઘેરાવો નિર્માણ થાય તો આખરે 20 થી 30 દિવસની અંદર ડાળીનો નાશ થાય છે. થોડા જ દિવસમાં વાડીમાં રાખેલ ટેકા પર ફૂગ નિર્માણ થાય છે, અને તે થોડાઘણા અંશે ફાયટોફથોરાના લક્ષણો જેવા દેખાય છે. આ લક્ષણો એટલાં ગંભીર હોતા નથી અથવા ગરમ અને સૂકા હવામાનની શરૂઆત થતાં જ તે દૂર પણ થઈ શકે છે. ક્યારેક ફળ પરના લક્ષણો તરીકે, નારંગીના ફળ ઉપર કાળા રંગના નાના ખાડા સ્વરૂપે જોવા મળે છે. નારંગી, લીંબુ અને મેન્ડેરીનના વૃક્ષો પર સૌથી ખરાબ લક્ષણો નિર્માણ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, આ રોગ ના બનાવ અથવા ગંભીરતા ને નિયંત્રિત કરવા માટે કોઈ જ જાણીતી જૈવિક સારવાર ઉપલબ્ધ નથી. જો તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમને જાણ કરશો.કાર્બનિક પદ્ધતિઓથી સંચાલિત ખાટાફળોની વાડીમાં પણ, બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર મિશ્રણોનો છંટકાવ સ્વીકાર્ય છે અને ઉપયોગ માટે ભલામણ કરવામાં આવે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. કાર્બનિક પદ્ધતિઓથી સંચાલિત ખાટાફળોની વાડીમાં પણ, બોર્ડેક્સ મિશ્રણ જેવા કોપર મિશ્રણોનો છંટકાવ સ્વીકાર્ય છે અને ઉપયોગ માટે ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે ઠંડા , ભીના સમયગાળાની શરૂઆત માં સારવાર લાગુ કરો. ક્યુપરિક હાઇડ્રોક્સાઇડ માં ફેરિક ક્લોરાઇડ અથવા મેન્કોઝેબ ઉમેરવાથી જેણે વર્ષોથી પ્રતિકાર વિકસાવ્યો હોય તેવી આક્રમક જાતિ માટે સારું નિયંત્રણ પૂરું પાડે છે.

તે શાના કારણે થયું?

સ્યુડોમોનાસ સિરીંજ પીવી. સિરીંજ બેક્ટેરિયા દ્વારા ખાટાં ફાળો ફાટવાનો રોગ નિર્માણ થાય છે, જે ખાટાં ફળોની વિવિધ પ્રજાતિને અસર કરે છે. સામાન્ય રીતે, આ બેક્ટેરિયા પાંદડાની સપાટી ઉપર રહે છે અને લાંબા સમય સુધી ભેજવાળા હવામાનના કારણે રોગકારક બની જાય છે. તે પાંદડાં ઉપર રહેલ નૈસર્ગિક છિદ્રો, પાંદડા પરના ઉજરડા, અથવા ડાળી પરના જખ્મ મારફતે છોડના કોષોમાં દાખલ થાય છે. પવન, વરસાદ, ધૂળ ઉડાવી અને હિમના કારણે પેશીઓમાં નિર્માણ થતી ઇજા મારફતે બેક્ટેરિયા છોડમાં પ્રવેશ કરે છે. એવું માનવામાં આવે છે કે, ચેપનું નિર્માણ થવા માટે કેટલાય દિવસો સુધી પાંદડા ભીના રહેવા ખૂબ જ જરૂરી છે. કુમળા પાંદડા કે જે હજુ પરિપક્વ થયા નથી અથવા શિયાળાની ઋતુ પહેલા સખ્ત બની ગયા છે, તે આ રોગ પ્રત્યે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.


નિવારક પગલાં

  • પવન દ્વારા થતી ઈજા અટકાવવા માટે પ્રમાણમાં થોડા કાંટા વાળી બરછટ જાતો ઉગાડો.
  • ભારે પવનોથી વૃક્ષોને રક્ષણ આપવા માટે વાયુઅવરોધકની સ્થાપના કરો.
  • ચોમાસાની ઋતુ પછી રોગનો ફેલાવો અટકાવવા માટે, વસંત ઋતુમાં નાશ પામેલ અથવા રોગગ્રસ્ત ડાળીઓને કાપી નાખો.
  • વસંત અથવા ઉનાળાની શરૂઆતમાં ખાતર આપવાનું આયોજન કરો, કારણ કે બેકટેરિયા માટે આવી પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન તે નવા વિકાસમાં વધારો કરશે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો