તરબૂચ

પીળા રંગના એસ્ટર ફાયટોપ્લાસમા

Phytoplasma asteris

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાના બાકીના ભાગ સુધી વિસ્તરતી નસોનો નાશ.
  • ફૂલો લીલા અને તેમાં વિકૃતિ, પાંદડા જેવો ફૂલની પાંખડીઓનો રંગ અને ફળ ઉત્પન્ન ન કરી શકે તેવા ફૂલો.
  • એકંદરે, છોડમાં નબળા મૂળ અને રૂંધાયેલ વિકાસ દેખાય છે.

માં પણ મળી શકે છે

6 પાક

તરબૂચ

લક્ષણો

ફાયટોપ્લેસમાના પ્રકાર, ચેપ વખતે છોડની ઉંમર, છોડનો પ્રકાર અને તાપમાન તથા ભેજ જેવા પર્યાવરણીય પરિસ્થિતિના આધારે રોગના લક્ષણોમાં ફેરફાર હોઈ શકે છે. નીંદણ નાશકના કારણે થતાં નુકસાન જેવા જ લક્ષણો જોવા મળે છે અને સામાન્ય રીતે પાંદડાની નસોના નાશ થવાની પ્રક્રિયાથી તેની શરૂઆત થાય છે. પાછળથી, જ્યાં સુધી આખું પાંદડું અસરગ્રસ્ત ન થાય ત્યાં સુધી પાંદડાં સુકાવાનું શરુ થાય છે. કેટલાક પાકમાં, ઘણીવાર પાંદડાં લાલ રંગના બને છે. અન્ય લક્ષણો તરીકે ફૂલોમાં વિકૃતિ અને લીલો રંગ, પાંદડા જેવા રંગની ફૂલની પાંખડીઓ અને ફળ ઉત્પન્ન કરી ન શકે તેવા ફૂલોની રચનાનો સમાવેશ થાય છે. એકંદરે, છોડમાં નબળા મૂળ અને વિકાસ રૂંધાયેલ જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

તીવ્ર ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે મેટાર્ગીઝિયમ એનિસોપ્લીયા, બીવરેરીયા એનિસોપ્લિયા, બીવરેરીયાના બાસિયાના, પેસિલોમીસીસ ફ્યુમોરોસસ અને વર્ટિકિલિયમ લેકાની જેવી પરોપજીવી ફૂગની પ્રજાતિઓનો ઉપયોગ કરવો. જૈવિક રીતે તીતીઘોડાનું નિયંત્રણ કરવા માટે એન્ગ્રસ એટોમસ જેવા શિકારી જંતુનો ઉપયોગ કરો. આ જંતુઓના ઇંડા અને લાર્વા ના તબક્કે તેને ખાઈ જતા લેડીબગ અને લેસવિન્ગ પણ ફાયદાકારક શિકારી જંતુ છે. જંતુનાશક સાબુ પણ સારું કામ આપે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. લેમડા-સાયહલોથ્રીન, ડાયમેથોએટ પર આધારિત સંયોજનો, અને ઇન્ડોક્સાકેર્બ પ્રમાણમાં તીતીઘોડા પ્રત્યે વધુ સક્રિય રહે છે અને ખેતરમાં રોગના ફેલાવાને ઓછો કરવામાં મદદ કરી શકે છે.

તે શાના કારણે થયું?

ફાયટોપ્લાસ્મા એસ્ટરિસ તરીકે ઓળખાતા, છોડની વાહક પેશીમાં પરોપજીવી તરીકે રહેતા બેક્ટેરિયાને કારણે આ નુકશાન થાય છે. મોટેભાગે તીતીઘોડા જેવા વાહક જંતુના કારણે એક છોડ પરથી બીજા છોડ પર તેનું વહન થાય છે. ખેતરમાં આ જંતુ માટે ખોરાક અને હેરફેર માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થવાના કારણે પણ ફાયટોપ્લાઝ્માનો ફેલાવો વધે છે. ઉદાહરણ તરીકે, પવન, વરસાદ અથવા 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું તાપમાન તેમની હેરફેર અને ચેપનો ફેલાવો અટકાવી શકે છે. ખેતરમાં રહેલ હવામાનની પરિસ્થિતિઓ પણ તીતીઘોડાની ખોરાક લેવાની પ્રક્રિયાને અસર કરે છે. જો વાતાવરત ગરમ હોય, તો છોડમાં પોષકતત્વો ઓછા હોય છે અને તીતીઘોડા માટે તેટલા આકર્ષક રહેતાં નથી. વિપુલ પ્રમાણમાં વરસાદના કારણે છોડનો વધુ ઘટાદાર વિકાસ થાય છે અને તે વધુ આકર્ષક બને છે. ત્યારબાદ ઉનાળામાં નિષ્ક્રિય અવસ્થામાં પહોંચે ત્યાં સુધી તીતીઘોડા ત્યાં જ ખોરાક લે છે.


નિવારક પગલાં

  • રોગ અને જંતુના લક્ષણો જોવા માટે નિયમિતપણે ખેતરની દેખરેખ રાખો.
  • ફાયટોપ્લાઝ્માના સ્ત્રોતને દૂર કરવા અને તેના ફેલાવાને અટકાવવા માટે ચેપગ્રસ્ત છોડને દૂર કરવા જોઈએ.
  • પીળા રંગના છટકાં લીલા રંગના તીતીઘોડાને ખુબ જ આકર્ષે છે માટે તેનો ઉપયોગ કરો.
  • લેડીબગ, પરોપજીવી ફૂદાં અને લેસવિંગ જેવા ફાયદાકારક જંતુઓને યોગ્ય વાતાવરણ મળી રહે તેનું આયોજન કરો.
  • ઘાસ અને થિસલ, ડેંડિલિઅન અને ગાજર જેવા સુશોભન માટેના પાંદડાવાળા બારમાસીના છોડ પર તે નિષ્ક્રિય કાળમાં ટકી રહેતાં હોવાથી, ખેતરમાં તેની રોપણી ન કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો