ચોખા

ફૂલ પર બેક્ટેરિયા જન્ય ફૂગ

Burkholderia glumae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • અનાજના દાણા પર આછા અથવા મધ્યમ કથ્થઈ રંગની વિકૃતિ.
  • પાછળથી, અન્ય બેક્ટેરિયા અથવા ફૂગના કારણે દાણાં રાખોડી, કાળા અથવા ગુલાબી રંગના બને છે.
  • ફૂલના ઝુમખા સીધા જ રહે છે.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

તે ખેતરમાં ગોળાકાર ભાત વિકસાવે છે. થોડાઘણાં ફૂલના સમૂહનો દાણાં ભરાવવાના સમયે વ્યવસ્થિત વિકાસ થતો નથી અને અનાજના વજનના કારણે વાંકા વળવાના બદલે તે ફૂલો સીધા જ રહે છે. અસરગ્રસ્ત દાણા ફૂલ પર અનિયમિત રીતે ફેલાયેલા હોય છે. અસરગ્રસ્ત ફૂલની નીચે આવેલી દાંડી લીલા રંગની જ રહે છે. વિકાસ પામતા અનાજના દાણાને બેક્ટેરિયા ફુલ આવવાના તબક્કે જ સંક્રમિત કરે છે અને તેના કારણે પરાગનયન બાદ, દાણા ભરાવાના તબક્કાએ દાણાનો નાશ થાય છે અથવા સડી જાય છે. દાણાની આસપાસની કુશ્કીનો એક તૃત્યાંશ અથવા અડધો ભાગ વિકૃત આછા અથવા મધ્યમ કથ્થાઇ રંગનો બને છે. કુશ્કીમાં અન્ય બેક્ટેરિયા અથવા ફૂગનો વિકાસ થવાના કારણે, આ અનાજના દાણા પાછળથી રાખોડી, કાળા અથવા ગુલાબી રંગના બને છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને બ્યુરખોલડેરીયા એસપીપી. સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી સાંભળવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. માફ કરશો, અમને બ્યુરખોલડેરીયા એસપીપી. સામે કોઇ વૈકલ્પિક અસરકારક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે તે વિષે તમે કંઈપણ જાણો છો તો કૃપા કરી અમારો સંપર્ક કરો. તમારી પાસેથી સાંભળવા માટે આતુર છીએ.

તે શાના કારણે થયું?

ફૂલમાં બેક્ટેરિયાથી નિર્માણ થતી ફૂગ બીજ દ્વારા ફેલાય છે. રોગનો ફેલાવો તાપમાન પર આધાર રાખે છે. છોડની વૃદ્ધિના પાછળના તબક્કે ગરમ, સૂકા હવામાન દરમિયાન ફૂલમાં બેક્ટેરિયાથી નિર્માણ થતી ફૂગ વિકાસે છે. જયારે દિવસનું તાપમાન 32° સે થી વધુ અને રાત્રીનું તાપમાન લગભગ 25 ° સે અથવા ઉપર હોય ત્યારે તે ખુબ જ ફેલાય છે. નાઇટ્રોજનનું વધુ પ્રમાણ પણ રોગના વિકાસની તરફેણ કરે છે. ડૂંડાના વિકાસ અને દાણાં ભરવાના સમયે નીચું તાપમાન હોવાના કારણે, વસંત ઋતુની શરૂઆતમાં વાવેલ ચોખાના પાકમાં ફૂલમાં બેક્ટેરિયાથી નિર્માણ થતી ફૂગના કારણે નુકસાન ઓછું હોઈ શકે છે.


નિવારક પગલાં

  • બિયારણમાં ગુણવત્તાના જરૂરી ધોરણો જળવાયેલા હોય તેની ખાતરી કરો.
  • પાકનું નિયમિત નિરીક્ષણ કરો અને નબળા છોડની તપાસ કરો.
  • વસંત ઋતુની શરૂઆતમાં પાકનું વાવેતર વહેલું કરો.
  • તમારી ખાતર આપવાની યોજના પર સંયમ રાખો અને જરૂરી માત્રા કરતાં વધી ન જાય તેનું ધ્યાન રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો