અન્ય

બેક્ટેરિયાના કારણે છોડનું નમી કે કરમાઈ જવું

Ralstonia solanacearum

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • છોડનું નમી જવું.
  • પાંદડા લીલા અને છોડથી જોડાયેલા રહે છે.
  • મૂળ અને નીચેની દાંડીઓ છીકણી રંગની થઈ જાય છે.
  • મૂળનું સડવું અને પીળાશ પડતા સ્ત્રાવનું વિસર્જન.

માં પણ મળી શકે છે


અન્ય

લક્ષણો

દિવસના સૌથી વધુ તાપમાનવાળા સમયમાં નાના કૂમળાં પાંદડા વળવાનું શરુ થાય છે અને જ્યારે તાપમાન ઓછું થાય છે ત્યારે તે પાંદડા આંશિક રીતે સ્વસ્થ બને છે. અનુકૂળ પરિસ્થિતિઓમાં, આખા છોડ પર આ લક્ષણો જોવા મળે અને કાયમીપણે રહે છે. કરમાયેલાં પાંદડા તેમના લીલા રંગને જાળવી રાખે છે અને દાંડી સાથે જોડાયેલા રહે છે. મૂળ અને દાંડીનો નીચેનો ભાગ ઘાટો છીકણી રંગનો બને છે. ગૌણ બેક્ટેરિયા દ્વારા ચેપ લાગવાના કારણે ચેપગ્રસ્ત મૂળ સડી શકે છે. ચેપગ્રસ્ત દાંડીને કાપતા તેમાંથી સફેદથી પીળા રંગનું, દૂધિયું પ્રવાહી નીકળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ક્રુસિફેરસ જાતિના તાજાં છોડનો માવો (લીલું ખાતર) જમીનમાં નાખવાથી (બાયોફ્યુમિગેશન) રોગકારક બેકટેરિયા પર નિયંત્રણ મેળવવામાં મદદ થઈ શકે છે. આ લીલા ખાતરને યંત્રની મદદથી અથવા હાથથી જમીનમાં દાટવામાં આવે તે પહેલાં તેને છૂંદી અથવા કાપી શકાય છે. છોડમાંથી બનેલ થાઇમોલ નામનું રસાયણ સમાન અસર દર્શાવે છે. સોલાનેસીસ(solanaceous) જેવા સ્પર્ધાત્મક બેક્ટેરિયા કે જે છોડના મૂળતંત્રમાં વસાહત બનાવે છે તે પણ અસરકારક સાબિત થયેલ છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાં સાથે જૈવિક ઉપચારનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. આ રોગકારક જીવો એટલે કે બેક્ટેરિયાની માટી-જન્ય પ્રકૃતિને લીધે રોગની રાસાયણિક સારવાર બિનવ્યવહારું, ઓછી અસરકારક અથવા બિનઅસરકારક હોઈ શકે છે.

તે શાના કારણે થયું?

બેક્ટેરિયા જમીનમાં લાંબા સમય સુધી જીવી શકે છે, તે છોડના કચરા અથવા વૈકલ્પિક યજમાનો પર ટકી શકે છે. અચાનક મૂળ ફૂટે તે દરમિયાન તેઓ મૂળતંત્રના ઘા દ્વારા છોડમાં પ્રવેશ કરે છે. વધેલું તાપમાન (૩૦ ° સે થી ૩૫ ° સે સુધી), ભેજનું ઊંચું પ્રમાણ અને જમીનમાંનો ભેજ, અને આલ્કલાઇન માટીનું પીએચ આ રોગના વિકાસની તરફેણ કરે છે. વધુ સમય સુધી પાણી કે ભેજ જાળવી રાખતી સાંદ્રતાવાળી જમીન સહેલાઈથી ચેપગ્રસ્ત બની શકે છે. Ralstonia solanacearum બેક્ટેરિયાના મુખ્ય વૈકલ્પિક યજમાનોમાં ટમેટા, તમાકુ અને કેળા શામેલ છે.


નિવારક પગલાં

  • સ્થિતિસ્થાપક જાતો વાવો.
  • ખાતરી કરો કે જમીન રોગકારક તત્વોથી મુક્ત હોય, સિંચાઈનું પાણી સરળતાથી મળી રહે, બીજ અને પ્રત્યારોપણની ઉપલબ્ધતાની ખાતરી કરો.
  • વાવેતર માટે સૂચવેલ જગ્યાનો ઉપયોગ કરો.
  • ખેતરમાં સારી રીતે પાણી-નિકાલની વ્યવસ્થા કરો.
  • ૫ કે તેથી વધુ વર્ષના સમયગાળા માટે પાકની ફેરબદલીની યોજના બનાવો.
  • જમીનની સાંદ્રતા સહેજ એસિડિક રહે તેનું ધ્યાન રાખો, માટીનું પીએચ ૬.0-૬.૫ સુધી જાળવો.
  • છોડને પૂરતા પોષક તત્વો મળી રહે તેની ખાતરી કરો.
  • રોગ કે ચેપનો ફેલાવો ન થાય તે માટે ચેપગ્રસ્ત છોડને ખેતરમાંથી કાઢી તેનો નાશ કરી દો.
  • ચેપગ્રસ્ત ખેતરમાંથી સ્વસ્થ ખેતરમાં સાધનોને લઈ જવાનું ટાળો.
  • બીજા ખેતરમાં કામ કરતા પહેલા વપરાતાં સાધનોને સાફ કરી જંતુમુક્ત કરો.
  • બધા ચેપગ્રસ્ત છોડ તેમજ તેના અવશેષોને બાળીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો