શેરડી

શેરડીના પાંદડા પર જીવાણુ જન્ય ફૂગ

Acidovorax avenae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાની વચ્ચે અને પાયામાં પાણી વાળા લીલા પટ્ટાઓ દેખાય છે.
  • પટ્ટીઓ આખા પાંદડા પર ફેલાય છે ,લાલાશ પડતી થાય છે.
  • પાંદડા કરમાઈ જાય છે અને સડી જાય છે.
  • મૂળની પ્રક્રિયા ઘટાડે છે.
  • વિકાસ અટકી જાય છે.

માં પણ મળી શકે છે


શેરડી

લક્ષણો

રોગ મોટાભાગે કૂણાં અને આધેડ પાંદડા પર જોવા મળે છે. લાંબી, સાંકડી, એકસમાન અને પાણીવાળી લીલા પટ્ટાઓ પહેલા પાંદડાંની વચ્ચે અને પાંદડાં ના તણખલા ના પાયા ની નજીક થાય છે. રોગના પછીના તબક્કે, પટ્ટાઓ આખા પાંદડા પર ફેલાય છે, એક થાય છે અને પહેલા આછા બને છે અને પછી ઘાટા-લાલ રંગના થાય છે (નેક્રોટિક). પાંદડા કરમાય છે, સડે છે અને તીવ્ર , ના ગમે એવી ગંધ ફેલાવે છે. જેમ જેમ દાંડીમાં સડો વધે છે અંદરની ગાંઠોમાં પોલાણ થાય છે. રોગના પછીના તબક્કે, ટોચ અને ફુલો વારંવાર તૂટી જાય છે અને જમીન પર પડે છે, આ લક્ષણને ટોચ નો સડો કહેવામાં આવે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, આ સમયે કોઇ જ અસરકારક જૈવિક સારવાર ઉપલબ્ધ નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. પ્રાથમિક ચેપ ટાળવા માટે ૧૫ થી ૨૦ મિનિટ સુધી યોગ્ય ફૂગનાશક સાથે બીજની સારવાર કરવામા આવી શકે છે.

તે શાના કારણે થયું?

સૂક્ષ્મ જંતુઓ ભેજનું ઊંચું પ્રમાણ અને ઊંચું તાપમાન પસંદ કરે છે. પ્રાથમિક રોગ નો ફેલાવો જમીન અને રોગવાળા મૂળથી થાય છે જયારે પછીથી પવન , વરસાદના છાંટા અને માટી દ્વારા રોગનો ફેલાવો થાય છે.


નિવારક પગલાં

  • પ્રતિરોધક જાતો ઉગાડો.
  • વાવણી માટે બીજ ની નર્સરી માંથી તંદુરસ્ત સામગ્રી ભેગી કરો.
  • લીલા ખાતર પાક સાથે પાકની વધારે ફેરબદલી કરો.રોગ ની અસરો ઓછી કરવા માટે તમારી પાણી નિકાલ ની વ્યવસ્થા ને સુધારો.
  • સાધારણછોડની ની ફળદ્રુપતા નાઇટ્રોજન થી વધારો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો