ખાટાં ફળો

સાઈટ્ર્સમાં સડો

Xanthomonas axonopodis pv. citri

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • કાટ લાગ્યો હોય તેવા છીકણી રંગનો ઉપસેલ મસા જેવો ભાગ, જેની આસપાસ પીડાશ પડતા રંગના ખાડા જેવું શકાય છે.
  • જે એકાએક ફાટી નીકળે છે અને ત્યાં ફોલ્લી થઈ જાય છે, જેનું કેન્દ્ર તૈલીય આછા છીકણી કે ભૂખરાં રંગનું હોય છે, અને કિનારીઓ ભીની અને છીકણી જેવા રંગની હોય છે.
  • ફળ અને ડાળીઓ પર પણ આવા લક્ષણો જોવા મળે છે.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

ઝાડ તેની વૃદ્ધિના ગમે તે તબક્કામાં ચેપગ્રસ્ત બની શકે છે અને તેના પાંદડા, ફળો કે ડાળીઓ પર તેના લક્ષણો દેખાઈ શકે છે. હાલમાં જ ચેપગ્રસ્ત થયેલ પાંદડાની બંને સપાટી પર નાનાં, સહેજ ઊંચા અને પોચા ડાઘ પડે છે. જેમ તે મોટા થાય છે, તેમ આ ડાઘ કાટ જેવા છીકણી રંગનાં અને ઉપસેલ મસા જેવા ભાગમાં ફેરવાય છે, જેની આસપાસ પીળા રંગનો વિશિષ્ટ ભાગ જોવા મળે છે, જે અચાનક ફાટી નીકળે છે અને આછા છીકણી કે ભૂખરાં રંગનાં કેન્દ્રવાળો તથા ભીનાં છીકણી રંગની કિનારીઓ ધરાવતો ચીકણો ઘા બનાવે છે. ઘણીવાર, ઝખમનો મધ્ય ભાગ સુકાઈને ખરી પડે છે અને બળિયા ટપકાં જેવો ભાગ છોડે છે. ફળ અને ડાળીઓ પર પણ આવા જ લક્ષણો જોવા મળી શકે છે. ઝખમનું કેન્દ્ર લાક્ષણિક રીતે ઉપસેલું, ભીંગળાવાળું અને કર્કશ બને છે. પાંદડા અને ફળના ખરી પડવાના કારણે ચેતાક્ષ પેશીઓ સુકાઈને મરી જાય છે. પાકેલ ફળો પણ વેચવા લાયક રહેતા નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, અમને Xanthomonas axonopodis pv. citriની સામે અસરકારક બીજા કોઈ ઉપાયની ખબર નથી. જો તમે આ રોગ સામે લડવાના ઉપાયની કોઈ માહિતી ધરાવતાં હોવ તો કૃપા કરીને અમારો સંપર્ક કરો. અમે તમારા જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો નિવારક પગલાંઓ સાથે જૈવિક સારવારનો એક સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. કમનસીબે, એકવાર સાઈટ્ર્સમાં સડો લાગી જાય પછી તેનો કોઈ અસરકારક ઉપાય સંભવ નથી. નિવારક પગલાં તરીકે ઝાડનાં ખરી પડેલ કચરાને ભેગો કરી સાફ કરવાથી રોગની અસરને ફેલાતા અટકાવી શકાય છે. નુકસાનને રોકવા માટે સાઈટ્ર્સ સાયલીડ પર નિયંત્રણ મેળવવાથી પણ ફાયદો થઇ શકે છે. કોપર પર આધારિત ફૂગનાશકો અથવા બેક્ટેરિયાનાશકો પણ ચેપ સામે અવરોધ ઉત્પન્ન કરી શકે છે, પરંતુ તેઓ લાગેલ ચેપ સામે કોઈ અસર દર્શાવતા નથી.

તે શાના કારણે થયું?

સાઈટ્ર્સની વાણિજ્યક જાતો અને સંબંધિત પાકોમાં સાઈટ્ર્સનો સડો એ ખુબ ગંભીર અને ચેપી રોગ છે. તે Xanthomonas citri નામનાં બેક્ટેરિયા દ્વારા થાય છે, જે ફળ, પાંદડા અને ડાળીઓ પરનાં જૂના ઝખમમાં ૧૦ મહિના સુધીના સમયગાળા સુધી જીવી શકે છે. તે છોડની પેશીઓ પરનાં ઝખમ કે કુદરતી કાણાંમાંથી પ્રવેશ કરે છે અને પદ્ધતિસર તેના પર વિકાસ પામે છે. જયારે ભીનું વાતાવરણ હોય અથવા વરસાદ કે ફુવારા પદ્ધતિની સિંચાઈ કરવામાં આવે ત્યારે, પાંદડા કે બીજી પેશીઓ પર પડેલ ખાડા નજીકના અંતરમાં ફેલાય છે. ભેજનું ઊંચું પ્રમાણ, ગરમ (૨૦થી ૩૦°C) અને વરસાદી વાતાવરણ, ભારે પવન વગેરે પરિબળો આ પરિસ્થિતિને પ્રોત્સાહન આપે છે. સાઈટ્ર્સ સાયલીડ, પર્ણ ખોદનાર જીવાત, પક્ષીઓ અને ચેપગ્રસ્ત સાધનોનો ઉપયોગ, આ બેક્ટેરિયાને અન્ય સ્વસ્થ ઝાડમાં ફેલાવી શકે છે. આખરે, ચેપગ્રસ્ત છોડ કે છોડના ભાગો જેમ કે નર્સરીના રોપા અથવા અન્ય સામાન પણ આ રોગનાં ફેલાવામાં ભાગ ભજવે છે.


નિવારક પગલાં

  • તમારા વિસ્તારના સંસર્ગનિષેધ નિયમો ચકાસો.
  • આ રોગ સામે પ્રતિકારક હોય તેવી સાઈટ્ર્સની જાતિ વાવો.
  • જો શક્ય હોય તો પ્રમાણિત સ્ત્રોતમાંથી જ સ્વસ્થ છોડ સામગ્રી લાવવવાનો આગ્રહ રાખો.
  • રોગનાં લક્ષણો માટે ઝાડને તપાસો.
  • સૂકી ઋતુ દરમિયાન ચેપગ્રસ્ત થયેલ ઝાડનાં ભાગને કાપી નાખો.
  • વપરાશ બાદ અને પહેલા ખેતીનાં સાધનોને બરાબર રીતે સાફ કરો, જેથી રોગનાં ફેલાવાને રોકી શકાય.
  • જયારે પાંદડાઓ ભીનાં હોય ત્યારે ખેતરમાં કામ ના કરશો.
  • જયારે અલગ અલગ બાગમાં કામ કરતા હોવ, ત્યારે બૂટ અને કપડાં એકદમ સ્વચ્છ રાખો.
  • નોંધપાત્ર રીતે ચેપગ્રસ્ત ઝાડનો નાશ કરી દો, જેથી આસપાસના સ્વસ્થ ઝાડને ચેપ લાગતો અટકાવી શકાય.
  • જમીન પરથી ખરેલા પાંદડા, ફળ અને ડાળીઓને હટાવી તેમનો નાશ કરી દો.
  • બે બાગ/ખેતર વચ્ચે પવન અવરોધો લગાવી રોગનાં સંચારણને અટકાવો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો