ખાટાં ફળો

ખાટા ફળોમાં હઠીલા રોગ

Spiroplasma citri

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પીંછા જેવા પાંદડા, ગાંઠો વચ્ચે ટૂંકું અંતર - ગુચ્છેદાર વિકાસ.
  • કાબરચીતરાં પાંદડા.
  • અટકેલો વિકાસ.
  • ફૂલોના આવવામાં અનિયમિત, ફળનો અસામાન્ય વિકાસ.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

રોગની તીવ્રતા, પર્યાવરણ, વૃક્ષની ઉંમર અને વર્ષના સમયગાળા પર આધાર રાખીને રોગના લક્ષણો બદલાઈ શકે છે. તે સામાન્ય રીતે ઉનાળાના ગરમ મહિનાઓમાં જોવા મળે છે, પરંતુ ચેપગ્રસ્ત ઝાડ વર્ષ સુધી ધ્યાનમાં ન આવે તેવું પણ બની શકે. લક્ષણો આ પ્રમાણે છે: અટકેલો વિકાસ, ઝાડની ટોચ પાતળી અને સીધી, પીંછાં જેવા પાંદડાં અને બે ગાંઠ વચ્ચે ઓછું અંતર, જેના કારણે ગુચ્છેદાર પ્રકારનો વિકાસ જોવા મળે છે. કુમળા ઝાડ, કદમાં નાના જ રહી જાય છે અને બિન-ઉપજાઉ બને છે, જ્યારે પરિપક્વ ઝાડ પર એક જ ડાળી પર લક્ષણો જોવા મળે છે. ફૂલો અનિયમિત રીતે આવવા ઘણું જ સામાન્ય છે અને તેથી અસામાન્ય વિકાસવાળા ફળો અને તેના કદ અને પરિપક્વતામાં પણ અનિયમિતતા જોવા મળે છે. પાંદડાં કાબરચિતરા જોવા મળે છે, જે પોષક તત્વોની(ઝીંક) ઉણપ હોય એવું પ્રદર્શિત કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, એસ. સિટરી ની ઘટના અને ફેલાવાને નિયંત્રિત કરવા માટે કોઈ જ જૈવિક નિયંત્રણ ઉપલબ્ધ નથી. જો તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમને જાણ કરશો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. ખાટા ફળોના હઠીલા રોગ માટે કોઈ રાસાયણિક નિયંત્રણ વિકલ્પ ઉપલબ્ધ નથી . એસ. સિટરી નું એકવાર વાડીમાં આગમન બાદ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે, તેથી રોગાણુઓ સામે જંતુનાશક સારવાર અસરકારક નથી.

તે શાના કારણે થયું?

સ્પાયરોપ્લાસ્મા સીટ્રી બેક્ટેરિયાના કારણે રોગના લક્ષણો નિર્માણ થાય છે, જે ઝાડની વાહક પેશીઓમાં (ફ્લોએમ) સ્થાયી થાય છે અને સર્કરાનું પરિવહન અટકાવે છે. વિવિધ પ્રકારના તીતીઘોડા દ્વારા તેનો એક સમાન રીતે ફેલાવો થાય છે. વાહકની અંદર જ બેક્ટેરિયા ગુણાન્વિત થાય છે, પરંતુ વાહકની પ્રજાતિમાં તેનું વહન થતું નથી. આ રોગ પેદા કરતા જીવાણુંનો ફેલાવો સામાન્ય રીતે પ્રાથમિક જ હોય છે, એટલે કે તીતીઘોડા માંથી ખાટા ફળોના ઝાડ પર. આગળનો ગૌણ ફેલાવો (એક ઝાડથી બીજા ઝાડ પર) કલમ કે અંકુરણ પૂરતો સીમિત હોય છે. હઠીલા રોગના વિકાસ માટે ગરમ આંતરિયાળ વિસ્તાર શ્રેષ્ઠ રહે છે, અને તે મુખ્યત્વે મીઠી નારંગી, દ્રાક્ષ, અને ટેન્જેલો પર અસર કરે છે. ખાટા ફળોની વિવિધ પ્રજાતિમાં તેના લક્ષણોની ગંભીરતા અલગ-અલગ હોઈ શકે છે. પરિપક્વ વાડી કરતા નવીન જ ઉછરેલ વાડીમાં આ રોગની સમસ્યા વધુ જોવા મળે છે. તેનું નિદાન કરવું ઘણી વખત મુશ્કેલી ભર્યું હોય છે, ખાસ કરીને રોગના વિકાસના પ્રારંભિક તબક્કામાં જ્યારે લક્ષણો દેખાતા નથી અથવા જ્યારે અન્ય વિકૃતિ હાજર હોય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ છોડ અથવા કલમની સામગ્રીનો ઉપયોગ કરો.
  • રોગના ચિહ્નો માટે વાડીનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરો.
  • રોગગ્રસ્ત અને અનુત્પાદક વૃક્ષો ને બદલો.
  • તીતીઘોડાને આકર્ષવા માટે બગીચાની નજીકમાં બિન-યજમાન છટકાં તરીકે વર્તતા છોડનો ઉપયોગ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો