કેરી

કેરીમાં બેક્ટેરિયાથી થતાં કાળા ટપકાં

Xanthomonas citri pv. mangiferaeindicae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાં પર કાળા, પાણી શોષાવાથી નિર્માણ થતાં ટપકાં.
  • બાદમાં, ટપકાં સુકાઈ જઈ આછા કથ્થાઈ કે રાખોડી રંગના બને છે.
  • અકાળે પાંદડાં ખરી પડે છે.
  • ફળ પર નાના કાળા ટપકાં પડે, અને પછીથી ચેપ નીકળતાં મુખ દેખાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેરી

લક્ષણો

મુખ્યત્વે કેરીમાં બેક્ટેરિયાથી થતાં કાળા ટપકાં ના લક્ષણો પાંદડાં અને કેરી પર દેખાય છે પરંતુ ગંભીર કિસ્સામાં શાખાઓ અને ડાળીઓને પણ અસર થઇ શકે છે. શરૂઆતમાં, પાંદડાં પર નાના કાળા, પાણી શોષાવાથી નિર્માણ થતાં ટપકાં જોવા મળે છે. આ ટપકાં પીળાશ પડતી કિનારીથી ઘેરાયેલ અને શિરાઓ પૂરતા મર્યાદિત હોય છે. જેમ જેમ રોગ વિકસે છે, ટપકાં સુકાઈ જાય છે અને પાંદડા ફાટી શકે છે, જેનાથી પાનખર નિર્માણ થાય છે. પ્રારંભિક તબક્કામાં કેરી પર પાણી ચૂસવાથી, આછા રંગના ટપકાં દેખાય છે. બાદમાં, તે ઘેરા રંગના તારા જેવો આકાર ઊપજાવે છે, ચેપી ગુંદર જેવું દ્રવ્ય નિર્માણ કરે છે જે તકવાદી જીવાણુઓને આકર્ષે છે. થોડી માત્રામાં અસર પામેલ કેરીની ગુણવત્તામાં ઘટાડો થાય છે જયારે વધુ અસરગ્રસ્ત કેરી ખરી શકે છે. જખમના કારણે ડાળીઓ અને થડ કાળા અને તિરાડ પડી શકે છે અને જેનાથી ઝાડની ક્ષમતા નબળી પડી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કોપર ઓક્સિકલોરાઇડ ધરાવતાં ઉત્પાદનોનો નિયમિત છંટકાવ રોગની અસરને અટકાવવા અને ઘટાડવા માટે અસરકારક સાબિત થયું છે. અસરગ્રસ્ત ઝાડ પર Acinetobacter baumannii જેવા જૈવ નિયંત્રક પણ અસરકારક રીતે એક્સ. સીટ્રી ની વસ્તી ઘટાડી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો એક સંકલિત અભિગમ હંમેશા ધ્યાનમાં રાખો. કેરીમાં બેક્ટેરિયાથી થતાં કાળા ટપકાં ને નિયંત્રણમાં લાવવા થિઓફેનેટ-મિથાઈલ અથવા benzimidazole ધરાવતી દવાનો છંટકાવ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

ઝેન્થોમોનાસ સીટ્રી (Xanthomonas citri) બેક્ટેરિયાના ઉપદ્રવને કારણે આ રોગ નિર્માણ થાય છે. તે સજીવ પેશીઓમાં 8 મહિના સુધી જીવી શકે છે. તે જખમો અને કુદરતી મુખ મારફતે વૃક્ષોને અસર કરે છે. જીવાણુઓ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર અથવા બે ખેતરની વચ્ચે પવન સાથે થતાં વરસાદ અથવા કાપણી જેવી કાળજી કરવાની પદ્ધતિઓ દ્વારા ફેલાઈ શકે છે. વૈકલ્પિક રીતે, છોડની અસરગ્રસ્ત સામગ્રી અથવા ફળના કિસ્સામાં સંપર્કમાં આવવાથી પણ ફેલાવો થાય છે. 25 અને 30° સે વચ્ચેનું તાપમાન બેક્ટેરિયાથી નિર્માણ થતાં કાળા ડાઘ ના ચેપ માટે સૌથી અનુકૂળ રહે છે. વધુ પડતું ભેજનું પ્રમાણ પણ ચેપ વધારે છે. વાયુઅવરોધક અથવા વાડીની આસપાસ ગીચ પાંદડાં વાળા ઝાડ વાવવાથી પણ રોગનો ફેલાવો ઘટાડી શકાય છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત વાવેતર અને કલમની સામગ્રી ઉપયોગમાં લેવાની સાવધાની રાખો.
  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરવો.
  • ઝાડને સારો હવાઉજાસ મળી રહે તેની ખાતરી કરો.
  • નિયમિતપણે અસરગ્રસ્ત શાખા, ડાળીઓ અને ફળોને દૂર કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે યાંત્રિક રીતે આંબાને નુકશાન ન પહોંચે તેની કાળજી રાખો.
  • તોફાની પવન અને મુશળધાર વરસાદ સામે વાયુઅવરોધકનો ઉપયોગ કરી તેનું રક્ષણ કરો.
  • અસરગ્રસ્ત ફળો અને ઝાડના ભાગનો નાશ કરવો જોઈએ.
  • ઉપયોગમાં લેવાતા સાધન અને સામગ્રીને ચેપમુક્ત કરવા.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો