બટાટા

બટાકા પર ભીંગડા

Streptomyces scabies

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • છોડના ઉપરના હવાઈ ભાગ ઉપર કોઇ લક્ષણો હોતા નથી.
  • બટાકાના કંદની સપાટી પર કથ્થઈ, બુચ જેવા ફોલ્લા.
  • બટાકાના કંદ ઉપર છીછરા-કે-ઊંડા છિદ્રો અને જાળી જેવી તિરાડો હોય છે.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

છોડના હવાઈ ભાગો પર, જેમ કે પાંદડા, સાંઠા અથવા પર્ણદંડ પર, કોઈ લક્ષણો દેખાતા નથી. સામાન્ય રીતે, સૌપ્રથમ બટાકાના કુમળા કંદની સપાટી પર રોગના લક્ષણો દેખાય છે અને પરિપક્વ થતાં તે વધુ વિસ્તૃત બને છે તથા નીચેના લક્ષણો ઉદભવે છે: ઉપરછલ્લું કાટ જેવું દ્રવ્ય જે મોટાભાગની સપાટીને આવરી લે છે, બુચ જેવી ઉપસેલી રાતા-બદામી રંગની છાલ, શ્યામ રંગ, વધતાં-ઓછા પ્રમાણમાં ઊંડા છિદ્રો અને શ્રેણીબદ્ધ જાળી જેવી તિરાડો. બટાકાના એક જ કંદ ઉપર એક કરતાં વધુ પ્રકારના ઘા હાજર હોઈ શકે છે. બીટ, ગાજર, પર્સનીપ અને મૂળા જેવા બીજા કંદ અને સોટીમૂળ ના પાકને પણ અસર થઇ શકે છે. બધા જ કિસ્સાઓમાં તે કંદની ગુણવત્તામાં ઘટાડો અને ઉપજને નુકસાન કરે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બટાકાના છોડની કોમ્પોસ્ટ, કોમ્પોસ્ટ ચા અથવા બંનેના મિશ્રણથી સારવાર કરવાથી સામાન્ય રીતે જોવા મળતા કંદ પરના ભીંગડાના રોગની ગંભીરતા નોંધપાત્ર રીતે ઘટાડે થાય છે. સ્પર્ધાત્મકરીતે બેક્ટેરિયાને અલગ કરતાં દ્રવ્ય આધારિત જૈવિક-ખાતર ઉપજ અને કંદની ગુણવત્તા બંને વધારે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. ઘણી વખત છોડને ઇજાઓ થતી હોવાના કારણે બટાકા પરના ભીંગડાની રાસાયણિક સારવાર મુશ્કેલ હોય છે. બિયારણની ફ્લૂએઝીનમ, કલોરોથેલોનીલ અનેમેન્કોઝેબથી સારવાર કરવાથી ઓછી માત્રામાં ચેપ દર્શાવે છે.

તે શાના કારણે થયું?

સ્ટ્રેપ્ટોમાઈસીસ સ્કેબીસ બેક્ટેરિયમ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે, અને જે જમીનમાં અસરગ્રસ્ત મૂળના કોષોમાં અસ્તિત્વ ધરાવે છે. તે અસરગ્રસ્ત છોડની સામગ્રીમાં પાણી દ્વારા અને હવાથી ઉડતી ધૂળથી ફેલાય છે. તે નૈસર્ગિક છિદ્રો અને જખમ મારફતે છોડના કોષોમાં અને બટાકાના કંદમાં દાખલ થાય છે. બટાકાના કંદની વૃદ્ધિના તબક્કા દરમ્યાન સુકું અને ગરમ હવામાન ચેપનું જોખમ વધારે છે. બેક્ટેરિયાને વધુ માત્રામાં ઓક્સિજનની જરૂર પડતી હોવાથી, છિદ્રોવાળી અને હવાની સારી અવરજવર વાળી જમીનમાં ચેપની શક્યતા વધુ હોય છે. સુકી અને આલ્કલાઈન જમીનમાં બેક્ટેરિયા વધુ જોવા મળે છે. એસ સ્કેબીસ પ્રત્યે બટાકાની વિવિધ જાતોની સંવેદનશીલતા અલગ-અલગ હોય છે અને કેટલીક પ્રતિરોધક જાતોમાં થડપર ઓછા, સક્ષમ છિદ્રો અને જાડી છાલ હોય છે.


નિવારક પગલાં

  • સહનશીલ જાતોની વાવણી કરો.
  • સારા તાલમેલ સાથે ખેતરમાં ફેરબદલી કરો.
  • નિયમિત પિયત સાથે અને વધુ પડતું પાણી ન આપીને, માટીમાં યોગ્ય ભેજનું પ્રમાણ જાળવી રાખો.
  • ખાતરની ચોક્કસ પદ્ધતિ દ્વારા માટીમાં પીએચનું નીચું સ્તર જાળવી રાખો.
  • ઉદાહરણ તરીકે, જમીનમાં પીએચનું નીચું સ્તર જાળવવા અને રોગની ગંભીરતા ઘટાડવા એલિમેન્ટલ સલ્ફર, જિપ્સમ અથવા એમોનિયમ સલ્ફેટ લાગુ કરો.
  • વાવણી પહેલાં લાઇમનો ઉપયોગ ન કરો .

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો