મકાઈ

હોલ્કસ પાંદડાના ટપકા

Pseudomonas syringae pv. syringae

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • નીચલા પાંદડાની પર્ણશિરા પર આછા લીલા રંગનું અર્ધપારદર્શક વિકૃતિકરણ દેખાય છે.
  • જખમ લંબાઈમાં વિસ્તરે છે અને એકરૂપ થઈ જાય છે.
  • તેમના કેન્દ્રોમાં બદામી નેક્રોટિક પટ્ટાઓ સુકાય છે અને ખરીજાય છે,જે પાંદડાને એક ખરબચડો દેખાવ આપે છે.
  • ક્યારેક ચેપગ્રસ્ત પેશીઓમાં જીવાણુઓ નો જથ્થો સ્પષ્ટ જોઈ શકાય છે.

માં પણ મળી શકે છે


મકાઈ

લક્ષણો

શરૂઆતમાં જખમ નીચલા પાંદડાની પર્ણશિરા પર થતું આછા લીલા રંગ થી ઓલિવ રંગનું અર્ધપારદર્શક વિકૃતિકરણ જેવું દેખાય છે. તેઓ ધીમે ધીમે ઉપરના પર્ણસમૂહમાં પણ દેખાવાની શરૂઆત કરે છે. અનુકૂળ હવામાન પરિસ્થિતિઓમાં, આ જખમ લંબાઈમાં વિસ્તરે છે અને એકરૂપ થઈ જાય છે. રોગના પ્રારંભિક તબક્કે ક્યારેક ચેપગ્રસ્ત પેશીઓમાં જીવાણુઓ નો જથ્થો સ્પષ્ટ જોઈ શકાય છે. સમય જતા, જખમના કેન્દ્રોમાં બદામી નેક્રોટિક પટ્ટાઓ વિકાસ પામે છે, જે પછીથી સુકાય છે અને ખરીજાય છે,જે પાંદડાને એક ખરબચડો દેખાવ આપે છે.કેટલીક સંવેદનશીલ ધાન્યની જાતોમાં, આખા પાંદડા પર હરિતદ્રવ્ય ની પટ્ટીઓ અને છોડ ની ઉપરની ગાંઠોમાં વિકૃતિ જોઈ શકાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી , કોઈ અસરકારક સેન્દ્રીય ઉપચાર ઉપલબ્ધ નથી. ધાન્યમાં જીવાણુના ટપકાના નિયંત્રણ માટેના વૈકલ્પિક વિકલ્પોનો ઉપયોગ સુરક્ષાત્મક પગલા અને ખેતર ની જાળવણી માટે મર્યાદિત છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા પ્રતિબંધક પગલાં અને જૈવિક સારવાર સાથે સંકલિત જંતુ અથવા રોગના સંચાલન ની યોજના બનાવો. હાલમાં, રાસાયણિક સારવાર તાંબુ અથવા તાંબા સંયુક્ત ઉત્પાદનો સુધી મર્યાદિત છે. ઘણા છંટકાવ માત્ર નજીવાજ અસરકારક હોય છે, એકવાર જો રોગચાળો ફાટી નીકળે ત્યારે તેને નિયંત્રિત કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે.

તે શાના કારણે થયું?

લક્ષણો મોટા પ્રમાણમાં રોગ પેદા કરતા જીવાણુની તાકાત, ધાન્ય ની વિવિધ જાતો અને વાતાવરણની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. બેક્ટેરિયા જમીનમાંના પાકના કચરામાં,અસંખ્ય વૈકલ્પિક યજમાનો અને નીંદણ પર અને જાતે ઉગી નીકળતા પાકના છોડ પર જીવે છે. તે છોડ વચ્ચે સિંચાઈના પાણી, પવન, અથવા દૂષિત કામદારો અને સાધનો દ્વારા ફેલાય છે. બેક્ટેરિયા કુદરતી મુખ અથવા ઘાવ મારફતે છોડમાં પ્રવેશે છે. તે 0 અને 35 ° સે વચ્ચેના તાપમાન સામે ટકી શકે છે, પરંતુ તે 25-30 ° સે વચ્ચેના તાપમાનમાં ઝડપથી વધે છે. ભીના ભેજવાળા હવામાનના સમયગાળા દરમિયાન રોગ ખરાબ થાય છે. જયારે મોસમની શરૂઆતમાં રોગ થાય છે ત્યારે કેટલાક ખેડૂતો ડિસકીંગ દ્વારા સમગ્ર પાકનો નાશ કરવાનું પસંદ કરે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડના અથવા પ્રમાણિત જીવાણુમુક્ત સ્ત્રોતના જ બિયારણ વાપરો.તમારા બજારમાં ઉપલબ્ધ પ્રતિકારક્ષમ જાતો ને પસંદ કરો.
  • રોગને ફેલાવતી ભીની આબોહવાની સ્થિતિ ને ટાળવા મોડેથી વાવેતર કરો.
  • જયારે પર્ણસમૂહ ભીના હોય ત્યારે ખેતરમાં કામ કરવાનું ટાળો.ઉપરથી સિંચાઈ કરવાનું ટાળો.
  • ખેતરમાંથી નીંદણ અને વૈકલ્પિક યજમાનો ને સાફ કરો.
  • વાવેતર ની નજીક મિશ્રખાતર અથવા છોડના અવશેષો રાખશો નહીં.
  • ઉચ્ચકોટી ના આલ્કોહોલથી અથવા આગથી (બંનેથી નહીં ) તમારા સાધનો સાફ કરી જંતુરહિત કરો.
  • ચેપગ્રસ્ત છોડને તરત જ દૂર કરો અને તેમના અવશેષો બાળી દો.
  • બિન-સંવેદનશીલ પાક સાથે પાકની ફેરબદલી કરવાની ભલામણ કરવામાં આવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો