અન્ય

બળેલ દેખાવવાળી ફૂગ

Erwinia amylovora

બેક્ટેરિયા

5 mins to read

ટૂંકમાં

  • વૃક્ષોની છાલ પર પાણી શોષાવાથી નિર્માણ થાય તેવા લાલ જખમ વિકસે છે.
  • પાંદડાં અને ડાળીઓની ટોચ ઝડપથી સુકાય છે અને ભૂખરા કે કાળા રંગની બને છે.
  • પાંદડા નાશ પામે છે પરંતુ ખરી પડતાં નથી.
  • બળેલ દેખાવવાળી ફૂગ ફૂલો, કળીઓ, ડાળીઓ અને ક્યારેક, સમગ્ર વૃક્ષ નો નાશ કરે છે.

માં પણ મળી શકે છે

2 પાક
સફરજન
પિઅર

અન્ય

લક્ષણો

સુકારાની ફુગના પાંદડાં, ફૂલો, ફળો અને અંકુર પર શ્રેણીબદ્ધ ના લક્ષણો દ્વારા જોઈ શકાય છે. પાંદડાં અને ફૂલો કરમાય છે અને ઝડપથી લીલા-રાખોડી અને પછી ભૂરા કે કાળા રંગના બને છે. તેઓ સમગ્ર ઋતુ દરમિયાન શાખાઓ સાથે જોડાયેલ રહે છે. વિકાસ પામતા અંકુર પણ લીલા-રાખોડી બને, સુકાય છે અને 'ભરવાડની લાકડી’ જેવો આકાર લે છે. જેમ જેમ રોગ વિકસે છે, તેમ તેમ વધુ ને વધુ અંકુરની સુકાય છે અને નાશ પામે છે. ગંભીર ચેપ માં, વૃક્ષો આગથી સળગી ગયું હોય તેવું લાગે છે, તેથી તેનું એવું નામ છે. શાખાઓ પર ફૂગ દેખાશે અને ચુસાયેલ અને તિરાડવાળી છાલ સાથે, તેને ઘાટો રંગ આપે છે. મૃત છાલની નીચે, લાકડાં પર લાલાશ પડતાં કથ્થઈ રંગના ડાઘ હોય છે. ગરમ, ભેજવાળા હવામાનમાં, છોડના ચેપગ્રસ્ત ભાગ માંથી પાતળું-સફેદ પ્રવાહી ઝમી શકે છે. જો તેની સારવાર કરવામાં ન આવે, તો ચેપ નીચે મૂળ તરફ ફેલાય છે અને સમગ્ર વૃક્ષ નાશ પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

ફૂલ આવવાના સમયગાળા દરમિયાન ઓછી સાંદ્રતાવાળું બોર્ડેક્સ મિશ્રણ અથવા અન્ય કોપર ઉત્પાદન (લગભગ 0.5%) ને ઘણી વખત લાગુ કરવાથી નવો ચેપ ઘટાડી શકાય છે. હવામાનની પરિસ્થિતિઓ પછી તરત સમયસર અરજીની ભલામણ કરાય છે. વધુ ભેજવાળા સમયગાળા દરમિયાન ચાર-પાંચ દિવસના અંતરાલે લાગુ કરી શકાય. ધ્યાન રાખો કે, કેટલાક કોપર ઉત્પાદનો ફળની સપાટી પર ઇજાના નિશાન બનાવી શકે છે. સ્ટ્રેપ્ટોમાઈસીસ લીડિક્સ ધરાવતા ઉત્પાદનોનો ઉપયોગ પણ બેક્ટેરિયલ ફેલાવો ઘટાડવા માટે મદદ કરી શકે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જયારે આ ફુગને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ, ત્યારે ફૂલ આવવાના સમયગાળા દરમિયાન કોપર ઉત્પાદનોનો ઉપયોગ કરી શકાય છે. આમ છતાં, ઘણી વાર પ્રયોગ કરવા છતાં પણ તે પર્યાપ્ત નિયંત્રણ અપાતું નથી. જ્યારે કાપણી કરવાની હોય ત્યારે, સાધનો 10% બ્લીચ અથવા એન્ટી-બેક્ટેરિયલ ક્લીનરથી જંતુમુક્ત કરેલા હોવા જોઈએ.

તે શાના કારણે થયું?

બળેલ ફૂગનો રોગ એર્વિનિયા આમીલોવૉરા બેક્ટેરિયા ના કારણે થાય છે કે જે સફરજન, નાસપતી અને તે જ કુટુંબના સજાવટી છોડને ચેપ લગાડે છે. આલુ, ચેરી, પીચ અને અમૃતફળ જેવા કઠણ ફળોને, આ રોગની અસર થતી નથી. વસંતથી શરદ સુધીમાં નુકસાન જોઈ શકાય છે. ઠંડી દરમ્યાન બેક્ટેરિયા ડાળી, શાખાઓ અથવા થડ પર ફુગમાં ટકી રહે છે. તે વસંત દરમ્યાન સાનુકૂળ સ્થિતિ હેઠળ, આંતરિક પેશીઓમાં વૃદ્ધિ શરૂ કરે છે, અને વૃક્ષને કથ્થાઈ રંગ આપે છે. આ પાણી અને પોષક તત્વોના પરિવહનને અવરોધે છે અને અંકુરને કરમાશ તરફ દોરી જાય છે, કે છેવટે તે નીચે તરફ વાળે છે. વરસાદના છાંટા અથવા જંતુઓ નજીકના ખુલ્લા ફૂલો અથવા ઝડપથી વધતા અંકુરમાં બેક્ટેરિયા ફેલાવે છે. જમીનની વધુ પડતી ફળદ્રુપતા અને માટીમાંનો ભેજ પણ નુકસાનની ગંભીરતા વધારે છે. હુંફાળું વાતાવરણ અથવા વૃક્ષ પરની ઇજા ચેપની તરફેણ કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક જાતો ઉગાડો.
  • ધીમી ગતિએ વિકાસ પામતી જાતો વાવો કે જે ખાતરો પ્રત્યે એટલો પ્રતિભાવ ન અપાતી હોય.
  • રોગના લક્ષણો માટે વાડીનું નિયમિતપણે નિરીક્ષણ કરો.
  • ખાસ કરીને શિયાળાના અંત સુધી, વૃક્ષના ચેપગ્રસ્ત ડાળ, ડાંખળાં, પાન, વગેરે કાપી લો અને તેમને બાળી દો.
  • ઉપયોગમાં લીધા પછી કાપવાના સાધનોને જંતુનાશકથી કાળજીપૂર્વક રીતે શુધ્ધ કરો.
  • ખેતરમાં કામ કરતી વખતે વૃક્ષોને ઇજા ન થાય તેની ખાતરી રાખો.
  • યોગ્ય કાપણી મારફતે પર્ણસમૂહ ખુલ્લું રહે તેની કાળજી રાખો.
  • વૃક્ષોને વધારાનું નાઇટ્રોજનયુક્ત ખાતર ન આપવું.
  • ખેતરની આસપાસ વૈકલ્પિક યજમાનો રોપણી કરવી નહિ.
  • ગંભીર ચેપ કિસ્સાઓમાં, સ્ટમ્પ સહીત સમગ્ર વૃક્ષને દૂર કરો.
  • મોર આવવાના સમયગાળા દરમિયાન વૃક્ષોમાં સિંચાઈ કરશો નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો