ખાટાં ફળો

લીંબુમાં જોવા મળતા પીળા મોઝેક વાયરસ

CiYMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર પીળા રંગની ભાત.
  • ફળો પરની સપાટી અને રંગ અસામાન્ય.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

રોગના લક્ષણો નવા પાંદડા પર નાના પીળા ટપકાં તરીકે શરૂ થાય છે, જે પાછળથી મોટા થાય છે અને પાંદડાની નસો સાથે ચળકતા પીળા રંગની ભાતો બનાવે છે. પરિપક્વ પાંદડાઓ ચામડા જેવો દેખાવ ધરાવે છે અને નાના પાંદડા નાના જ રહે છે. ફળો પર પીળા રંગના પટ્ટા અને ઉપસેલા લીલા રંગના ભાગ દેખાય છે. ઝાડના વિકાસ અને ફળના ઉત્પાદન પર અસર થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ સમસ્યા માટે ઓર્ગેનિક નિયંત્રણ શક્ય નથી.

રાસાયણિક નિયંત્રણ

વાયરસને નિયંત્રિત કરવા માટે તેના વાહકનું રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ કરવું પૂરતું નથી. હંમેશાં વાયરસ મુક્ત કલમ ઉપયોગમાં લેવાની ખાતરી કરો.

તે શાના કારણે થયું?

લીંબુમાં જોવા મળતા પીળા મોઝેક વાયરસ (સીવાયએમવી) સૌ પ્રથમ ભારતમાં જોવા મળ્યા હતા અને હાલમાં ભારતના આંધ્રપ્રદેશમાં તે ખુબ સામાન્ય છે, જ્યાં લીંબુ મોટા પાયે ઉગાડવામાં આવે છે. દૂષિત કલમ દ્વારા આ રોગ ફેલાય છે અને ઘણી નર્સરીઓએ આ રોગના કિસ્સાઓ નોંધાવ્યા છે. આ વાયરસ લીંબુમાં જોવા મળતા મેલીબગ અને દૂષિત સાધનો દ્વારા પણ ફેલાઈ શકે છે. વાયરસ એક ઝાડ પરથી બીજા ઝાડમાં, સામાન્ય ઘાસ, ડોડર મારફતે ફેલાય છે.


નિવારક પગલાં

  • વાવણી માટે ફક્ત વાયરસમુક્ત, પ્રમાણિત કલમનો ઉપયોગ કરો.
  • લીંબુના મેલીબગ (પ્લાનોકોકસ સિટ્રી) ને વાયરસના વાહક તરીકે ગણાવવામાં આવ્યા છે, તેથી આ જીવાતનું નિયંત્રણ કરવું પણ મદદરૂપ બની શકે છે.
  • નીંદણ અને ખાસ કરીને ડોડરને ખેતરમાંથી દૂર કરો.
  • વિવિધ વૃક્ષોમાં ઉપયોગ કરતાં પહેલા તમારા સાધનોને બરાબર સાફ કરો.
  • હજુ સુધી પ્રતીકરક્ષમ જાતો ઉપલબ્ધ નથી અને શરૂઆતના તબક્કે ઓળખ થઇ શકે તેવા સાધનો વિકસાવવાની જરૂર છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો