ટૉસપોવાયરસ

તમાકુ

ટૉસપોવાયરસ

TSWV, GRSV and TCSV

વાયરસ

ટૂંકમાં

  • છોડ પર પીળાશ પડતા અથવા સુકાયેલ ઝખ્મ.
  • પાંદડાં પર રિંગ અને લીટીઓ જેવી રચના.
  • ફળો પર સુકાયેલ ઝખ્મ નિર્માણ થવા.

માં પણ મળી શકે છે

1 પાક
તમાકુ

ટૉસપોવાયરસ

તમાકુ

લક્ષણો

છોડના પાંદડાં પર પીળા અથવા સુકાયેલ ઝખ્મ, કેન્દ્રીય રિંગ જેવા ટપકાં, લીટીઓ, અને લીલા રંગની મોઝેઇક રચના નિર્માણ થાય છે. થડના રંગમાં વિકૃતિ જોવા મળે છે, તે છોડની જાતના આધારે પાછળથી છોડ કરમાવો, વિકાસ અટકવો, ઝખ્મ, કરચલીઓ પડવી, બ્રોન્ઝ જેવા બનવા, વિકૃતિ(વળવું), પીળાશ પડતો રંગ અને (ઉપરથી) સુકાવું વગેરે લક્ષણો નિર્માણ થાય છે. ફળોમાં ક્યારેક સુયાયેલ રિંગ સાથે પીળા કે નારંગી રંગના કણોની વિકૃતિ જોવા મળે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ઍમ્બ્લીસિયસ કુકુમેરીસ, હાયપોઝપીસ માઇલ્સ અને ઓરિયસ ઈનસીડીઓસસ જેવા સૂક્ષ્મ જીવાત માટેના શિકારીઓ ને દાખલ કરી શકાય. વાહકની વસ્તીનું નિયંત્રણ કરવા માટે પાકને અલગ પાડવા, પરાવર્તન કરતા મલચ, જાળી અથવા અન્ય ખેતી માટેના યોગ્ય પગલાં લઈ શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે નિયંત્રણ માટેના પગલાંનો સંકલિત અભિગમ અપનાવવો જોઈએ.

તે શાના કારણે થયું?

ટૉસપોવાયરસ ના કારણે નુકશાન નિર્માણ થાય છે અને તે સૂક્ષ્મ જીવાત દ્વારા સાતત્ય પૂર્વક અને ચઢતા ક્રમે ખેતરમાં ફેલાય છે. આ સૂક્ષ્મ જીવાત વાયરસયુક્ત છોડના ભાગને ખાય છે અને આવા લાર્વા જેવા સૂક્ષ્મ જંતુ વાયરસ ગ્રહણ કર્યા બાદ અન્ય જગ્યાએ ચેપના વાહક બને છે. છોડની જાત અને રોપા, ચેપ લાગવાના સમયે છોડના વિકાસનો તબક્કો અને પોષકતત્વો તથા પર્યાવરણીય પરિસ્થિતિ જેવા પરિબળો છોડ પર લક્ષણો દ્રશ્માન થાય તે માટે જવાબદાર છે.


નિવારક પગલાં

  • સૂક્ષ્મ જીવાતની વસ્તીનું નિયંત્રણ કરો.
  • કેટલાય કિસ્સામાં વાયરસનું સંચાલન કરવા માટે શક્ય હોય તો રોગમુક્ત બિયારણની વાવણી, ખેતરમાં નીંદણ અને જાતે ઉગી નીકળેલ પાકને દૂર કરવા તથા છોડમાં પાવડર છાંટવાની ભલામણ કરવામાં આવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો