મગફળી

મગફળીમાં પીળાશ પડતાં ટપકાં નિર્માણ કરતો વાયરસ

GCFSV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • રીંગ જેવા ટપકાં, કળીઓ સુકાય, રૂપેરી ભીંગડાં અને નસો વળવી.

માં પણ મળી શકે છે

1 પાક

મગફળી

લક્ષણો

પાંદડા અને ફળમાં લક્ષણો નિર્માણ થાય છે, સાથેસાથે ઘણીવાર સુકાયેલ ડાળીઓ પણ જોઈ શકાય છે. રીંગ જેવા ટપકાં (પીળાશ, સુકાયેલ અને ઝોનેટ ટપકાં સાથે), કળીઓ સુકાવી, રૂપેરી ભીંગડાં અને નસો વળવી એ મુખ્ય લક્ષણો છે. રોગના તબક્કાના આધારે લક્ષણો બદલાય છે પરંતુ પીળા, સુકાયેલ અને રિંગ જેવા ટપકાં દરેક તબક્કે (પ્રારંભિક, વચ્ચે અને અંતમાં) નિર્માણ થઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

બિન-યજમાન પાક સાથે પાકની યોગ્ય ફેરબદલી કરવાની આદત રાખો. ખેતરમાં શિકારી જીવાત, મીરીડ્સ અને અન્ય કુદરતી દુશ્મનો છોડવાથી વાહક જંતુની વસ્તીનું નિયંત્રણ કરી શકાય છે. છોડમાં રોગ પ્રતિકાર શક્તિ નિર્માણ કરવામાં મદદ રહે તે માટે જમીનમાં ફાયદાકારક સુક્ષ્મસજીવો દાખલ કરો. થ્રિપ્સ જેવા વાહક જંતુઓને આકર્ષવા અને પકડવા માટે પીળા અથવા વાદળી રંગના ચોંટી જાત તેવી પટ્ટીઓનો ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ અપનાવો. થ્રિપ્સ (વાહક) જંતુઓ પ્રતિકારક્ષમતા નિર્માણ કરી શકતા હોવાના કારણે પાંદડાં પર જંતુનાશકનો છંટકાવ કરવો ઘણીવાર અસરકારક રહેતું નથી.

તે શાના કારણે થયું?

જીસીએફએસવી, જીનસ ઓર્થોટોસ્પોવાયરસને કારણે નુકસાન થાય છે જેનો ફેલાવો થ્રિપ્સ દ્વારા થાય છે. વાયરસ યુક્ત ચેપી બિયારણ અથવા રોપાઓ દ્વારા પણ વાયરસનો ફેલાવો થઈ શકે છે. ખેતરમાં રહેલ નીંદણ પણ આગળનો વધુ ચેપ ફેલાવવામાં જરૂરી પરિસ્થિતિઓ પ્રદાન કરે છે.


નિવારક પગલાં

  • રોપાઓ વાયરલ ચેપ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેથી તાજા ઉછરેલ રોપાના તબક્કા દરમિયાન ચેપ ન લાગે તેનું ધ્યાન રાખો.
  • રોપાઓને ગ્રીનહાઉસમાં જંતુ-અટકાવી શકે તેવી નેટ અથવા પડદા રાખી અસરકારક રીતે થ્રિપ્સનું નિયંત્રણ થાય તે જોવું, જે વાયરલ નુકસાનને અટકાવે છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો