બટાટા

બટાટામાં મોપ-ટોપ વાયરસ

PMTV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • નીચલા અથવા વચ્ચેના સ્તરે રહેલા પાંદડા પર ચમકીલા પીળા રંગના ચાઠાં અને રિંગ જેવી ભાત.
  • ઉપરની તરફ આવેલા પાંદડા પર મોઝેક ભાત.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

દાંડીઓ પર, ચમકીલા પીળા રંગના ચાઠાં અને રિંગ જેવી લાક્ષણિક ભાત અથવા નીચલા અથવા મધ્યમ સ્તરે આવેલા પાંદડા પર લીટીઓ જેવી ભાત વિકસિત થાય છે. મહદંશે કેટલીક વાર અન્ય લક્ષણો તરીકે ઉપર તરફ આવેલા કુમળા પાંદડાની કુંપણો પર આછા, વી-આકારના પીળાશ પડતી ભાત હોય છે, જેના પરિણામે ચોક્કસ પ્રકારની મોઝેક ભાતની રચના થાય છે. મોપ-ટોપ ના કારણે બે ગાંઠો વચ્ચેનું અંતર ખુબ જ ઓછું થઇ જાય છે અને તેના કારણે પાંદડા જથ્થામાં અથવા ઝૂમખામાં જોવા મળે છે. કેટલાક નાના પાંદડાઓની કિનારી વમળ જેવી અથવા વળેલી હોય છે જેના પરિણામે તે ટુકાં અને જથ્થામાં વિકસે છે. કંદની સપાટી પર 1 - 5 સે.મી. વ્યાસની રિંગ્સ જોઈ શકાય છે. કંદની અંદર પણ કથ્થઈ રંગની, સુકાયેલ લીટીઓ, ચાપ અને રિંગ્સ પણ હોઈ શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માટી અને બાઈટ છોડની પદ્ધતિઓનો ઉપયોગ કરીને વાયરસને અલગ કરી વાયરસની હાજરીનું નિરીક્ષણ કરો અને સૂચક છોડના ઉપયોગ દ્વારા શરૂઆત માં જ વાયરસને શોધવાની આદત રાખો. બટાકાના કાંડમાં સુકાયેલ ચિહ્નો ન હોય તેવા બટાકાનો જ વાવેતર માટે ઉપયોગ કરો.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા પ્રતિબંધક પગલાં સાથે ઉપલબ્ધ જૈવિક સારવારનો સંકલિત અભિગમનો ઉપયોગ કરવો. આ રોગ માટે પર્યાવરણીય રીતે સલામત એવી કોઈ જ અસરકારક રાસાયણિક નિયંત્રણની પદ્ધતિ જાણીતી નથી, તેથી રોગના ફેલાવાને અટકાવવા માટે પીએમટીવી મુક્ત ખેતરમાં વાયરસ મુક્ત કંદનું વાવેતર કરવું એ જ શ્રેષ્ઠ પદ્ધતિ છે.

તે શાના કારણે થયું?

આ નુકસાન બટાકાના મોપ-ટોપ વાયરસ (પીએમટીવી) ના કારણે નિર્માણ થાય છે, જે તેના ફૂગ જેવા વાહકોના નિષ્ક્રિય બીજકણની અંદર જમીનમાં ટકી રહે છે. પાવડર જેવા ભીંગડાની ફૂગ (સ્પોંગોસ્પોરા સબટેરેનીઆ) એ ભૂમિ-જન્ય જીવ છે અને આ વાયરસ માટે એકમાત્ર જાણવા મળેલ વાહક છે. માટી અને કંદનું પરિવહન કરતી પ્રવૃત્તિના કારણે પણ વાયરસ અન્ય સ્થાને ફેલાઈ શકે છે, તેમજ દૂષિત બિયારણમાંથી નીકળતી ધૂળ ના કારણે સંગ્રહ અને ગ્રેડિંગ દરમિયાન ચેપ લાગી શકે છે. વાયરસ અને તેના વાહક ઠંડી અને ભેજવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ રોગના કારણે સંવેદનશીલ જાતોમાં કંદના ઉત્પાદન અને ગુણવત્તાને નુકશાન થવાના કારણે ઉપજમાં નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.


નિવારક પગલાં

  • વાયરસ મુક્ત જમીનમાં વાયરસ મુક્ત કંદનું વાવેતર કરો.
  • વાયરસની હાજરી માટે ખેતરનું નિયમિત નિરીક્ષણ કરો.
  • ખેતરોમાં સારી સ્વચ્છતા જાળવી રાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો