સફરજન

સફરજનના પાંદડા પર પીળાશ પડતાં ટપકાં નિર્માણ કરતાં વાયરસ

ACLSV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંમાં વિકૃતિ.
  • પાંદડાં પર ટપકાં.
  • પાંદડાંનું અકાળે ખરી પડવું.
  • અટકેલ વિકાસ.

માં પણ મળી શકે છે

5 પાક
સફરજન
જરદાળુ
ચેરી
પીચ
વધુ

સફરજન

લક્ષણો

વાયરસના પ્રકાર અને યજમાન છોડ અથવા સંક્રમિત કલમના આધારે આ રોગના વિવિધ લક્ષણો જોઈ શકાય છે. જો કે, મોટાભાગની પ્રજાતિઓમાં, વાયરસ સુપ્ત (છુપાયેલો) હોય છે, જે સૂચવે છે કે ચેપગ્રસ્ત વૃક્ષોમાં લક્ષણો દેખાતા નથી. પાંદડા પરના લક્ષણો તરીકે તેના પર પીળાશ પડતાં ટપકાં અને લીટીઓ જે તેમાં અકાળે પાનખર નિર્માણ કરી શકે છે. વૃક્ષોની વૃદ્ધિ અટકી જાય છે અને તેની અંદરની છાલ અને રોગગ્રસ્ત કળીઓ કાળા રંગની હોય છે. વૃક્ષનો બહારના ભાગનો નાશ થવો એ પણ વાયરસનું એક સ્પષ્ટ લક્ષણ છે. તેનાથી સફરજનના પાંદડા પર ઘેરા લીલા રંગના ટપકાં અથવા વમળ જેવી લીટીઓ પણ પડી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજદિન સુધી, અમને આ રોગ સામે કોઈપણ જૈવિક નિયંત્રણ પદ્ધતિ ખબર નથી. આ રોગ ઘટાડવા કે તેના લક્ષણો ઘટાડવા માટે તમે જો કોઇ સફળ પદ્ધતિ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિરોધક પગલાં લઇ સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ રોગ સામે રાસાયણિક નિયંત્રણની કોઈપણ પદ્ધતિ વિષે અમને જાણ નથી. જો તમે લક્ષણોની ઘટનાઓ અથવા તેની તીવ્રતા ઓછી કરતી કોઈપણ સફળ પદ્ધતિ વિશે જાણો છો, તો કૃપા કરીને અમારો સંપર્ક કરો.

તે શાના કારણે થયું?

આ રોગ ટ્રાયકોવાયરસ ગ્રુપના વાયરસથી થાય છે, અને તે કઠણ અને પોમ ફળોને આર્થિક રીતે અસર કરતા સૌથી મહત્વપૂર્ણ વાયરસમાંનો એક છે. આ રોગ વનસ્પતિ વિવિધ ભાગના ફેલાવાથી, કલમ બનવાની પ્રક્રિયા દરમિયાન અને ખેતી કામ દ્વારા ફેલાય છે. આ વાયરસના કારણે સફરનનના વિકાસ અને ઉત્પાદકતા પર વિનાશક અસર થઈ શકે છે. મોટાભાગના વૃક્ષો પર ચેપના લક્ષણો દેખાતા ન હોવાથી બિનહેતુપૂર્વક પણ ચેપગ્રસ્ત કલમના પરિવહનનું જોખમ વધારે હોય છે. વાયરસના કારણે સફરજનના વિકાસ અને ઉત્પાદકતા પર ૩૦% સુધીની વિનાશક અસર થઈ શકે છે.


નિવારક પગલાં

  • પ્રતિકારક્ષમ અને વાયરસ-મુક્ત પ્રમાણિત સામગ્રી અને જાતો ની જ રોપણી કરો.
  • ચેપ લાગતો અટકાવવો એ જ નવી વાડીમાં વાયરસને દાખલ અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો