કાસાવા

કાસાવા મોઝેઇક રોગ

CMD

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર વિવિધ ભાતો, સાથે વિકાસના પ્રારંભિક તબક્કે પાંદડા પીળાથી સફેદ રંગના થવા.
  • તીવ્રતાના આધારે, પાંદડાઓમાં વિકૃતિ, પાંદડાના કદમાં ઘટાડો.
  • છોડની વૃદ્ધિ અટકે અને કંદના કદમાં ઘટાડો થયો છે.

માં પણ મળી શકે છે

1 પાક
કાસાવા

કાસાવા

લક્ષણો

પાંદડાના વિકાસના પ્રારંભિક તબક્કે તેના પર ભાતવાળી અથવા પટ્ટાવાળી લાક્ષણિકતા જોવા મળે છે. પાંદડાનો રંગ ઉડી જવો એ પીળા કે સફેદ રંગના પાંદડાં તરીકે જોઈ શકાય છે. નિર્માણ થયેલ ભાતો સમગ્ર પાંદડાં પર કે પાંદડાં પર થોડી જગ્યાએ જોઈ શકાય છે અને જે ઘણીવાર પાંદડાંના આધારના સ્થળે જોવા મળે છે. ગંભીર કિસ્સામાં અયોગ્ય આકાર, વિકૃત આકાર, કે પાંદડાંના કદમાં ઘટાડો જોવા મળે છે. આસપાસના તાપમાન અને છોડના પ્રતિકારને આધારે કેટલાક પાંદડાં સામાન્ય દેખાય છે અથવા તે ફરી પાછો યોગ્ય દેખાવ ધારણ કરે છે. જો કે, વાયરસ માટે અનુકૂળ પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રાપ્ત થતાં લક્ષણો ફરીથી દેખાય છે. પાંદડાઓ ઉત્પાદકતા પર અસર ના કારણે છોડના એકંદર વિકાસ અને કંદના ઉત્પાદનને અસર થાય છે. વાસ્તવમાં કંદનું કદ ચેપની તીવ્રતા પર સીધું જ નિર્ભર છે, અને ગંભીર સંક્રમણના કિસ્સામાં છોડ પર એકપણ કંદ નિર્માણ થતાં નથી.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાયરસને નિયંત્રિત કરવા માટે જૈવિક નિયંત્રણના કોઈ પગલાં ઉપલબ્ધ નથી. જો કે, સફેદમાખીના ઘણા દુશ્મનો અને શિકારીઓનો છે જેનો ઉપયોગ કરી શકાય છે. જીનસ ઇસેરિયા (ઔપચારિક રીતે પેકિલોમીસીસ) ની બે પ્રજાતિઓની સાથે ઇસેરિયા ફેરનોસા અને ઇસેરિયા ફુમોસોરોસીયાનો સંભવિત જૈવિક નિયંત્રણ તરીકે સમાવેશ થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. બાયફ્થ્રિન, બુપ્રોફિઝિન, ફેનૉક્સાઇકરબ, ડેલટેમેથ્રીન, એઝિડીરાચટીન અને પૅમેટ્રોઝિનનો વૈશ્વિક સ્તરે સફેદમાખીની વસ્તીના નિયંત્રણ માટેના સક્રિય ઘટકો તરીકે સમાવેશ થાય છે. જો કે, આ ઉત્પાદનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ગેરવાજબી પ્રકારે લાગુ કરવાથી ઘણીવાર જંતુઓમાં પ્રતિકારની ક્ષમતાનો વિકાસ થાય છે.

તે શાના કારણે થયું?

કાસાવા ના પાંદડાં પર ભાતો નિર્માણ કરતાં રોગના લક્ષણો વિવિધ પ્રકારના વાયરસના જૂથને કારણે થાય છે જે ઘણીવાર કાસાવા છોડને સાથે મળીને સંક્રમિત કરે છે. આ વાયરસ બેમેસિયા તાબાસી જેવી સફેદ માખી તેમજ કાપણી માટે ઉપયોગમાં લેવાયેલ ચેપગ્રસ્ત સામગ્રી ના કારણે ફેલાઈ શકે છે. પવન દ્વારા સફેદમાખીનુ પરિવહન થાય છે અને વાયરસ ઘણા કિલોમીટરના અંતર સુધી ફેલાઈ શકે છે. કસાવાની પ્રજાતિના આધારે વાયરસ પ્રત્યેની તેમની સંવેદનશીલતા જુદી હોય છે પરંતુ સામાન્ય રીતે સફેદમાખી કુમળા નાના પાંદડા પર નભતી હોવાથી તેના પર સૌપ્રથમ લક્ષણો જોવા મળે છે. વાયરસનો ફેલાવો આ જંતુની વસ્તી પર આધારિત છે, અને જે પ્રવર્તમાન હવામાનની પરિસ્થિતિ પર આધારિત છે. જો કસાવાની વૃદ્ધિના સમયે વિપુલ પ્રમાણમાં સફેદમાખી નિર્માણ થાય તો વાયરસ ઝડપથી ફેલાશે. આ જંતુ માટેનો યોગ્ય તાપમાન 20 થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી હોવાનો અંદાજ છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતથી પ્રાપ્ત પ્રમાણિત બીજનો ઉપયોગ કરો.
  • જો બજારમાં ઉપલબ્ધ હોય તો કસાવાની પ્રતિકારક જાતો ઉગાડો.
  • શક્ય હોય તો કસાવાની ખેતીમાં સામેલ તમામ સાધનોને સાફ અને જંતુમુક્ત રાખો.
  • અનિયમિત અને વ્યાપક અંતરવાળા કરતા એકસરખા અને ગાઢ કસાવાનો ઉપયોગ કરો.
  • કેળાં, શક્કરિયા, અનાજ અને કઠોળ જેવા પાક સાથે અંતરપાકની વ્યવસ્થાથી સફેદમાખીની વસ્તીમાં ઘટાડો થાય છે.
  • ખાસકરીને કસાવાને સારી રીતે પોષાયેલી જમીન માં ઉગાડો અને તે પ્રમાણે ખાતર પૂરું પાડો.
  • ખેતરમાંથી કાસવાના તમામ સંક્રમિત છોડને દૂર કરો અને દૂરના અંતરે તેમનો નાશ (સળગાવી અથવા દાટી દો) કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો