અન્ય

કઠોળમાં પીળા મોઝેઇક વાયરસ

BYMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • ટોચમાં વિકૃતિકરણ, મોઝેક ની હાજરી અને પીળા પટ્ટાનો વિકાસ.
  • ઓછી વિકસિત શીંગો અને અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે

4 પાક
કઠોળ
મસૂર
વટાણા
મગફળી

અન્ય

લક્ષણો

વાયરસ પ્રકાર, ઉપયોગમાં લેવાયેલ પાક અને તેની જાતો, ચેપન સમય અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખીને લક્ષણો મોટા પ્રમાણમાં બદલાય છે. પાંદડા પર, તે ટોચમાં વિકૃતિકરણ, રેખાઓ, અને પીળા પટ્ટાના વિકાસનો સમાવેશ કરે છે. જો કે, તમામમાં મહત્વની નિશાની પર્ણસમૂહ પર વિરોધાભાસી પીળા અને લીલા કાબરચીતરા ટપકાંછે. કેટલાક કિસ્સાઓમાં, ઘેરા લીલા રંગની પેશીઓની આસપાસનો વિસ્તાર પીળા રંગની પેશી ઉપર આવી જાય છે. કેટલાક પાકોમાં શિરાઓ સુકાઈ જાય છે. અસમાન વૃદ્ધિના પરિણામે પાંદડાઓ ખંડિત દેખાય છે, અને કિનારીનો ભાગ નીચે તરફ વાંકો વળી જાય છે. શીંગો પર સીધી અસર ન થઈ હોવા છતાં, ઘણી વાર તે ઓછી વિકસિત અથવા વિકૃત હોય છે અને તેમાં બીજ ઓછા હોય ​​છે. એકંદરે, છોડનો વિકાસ અટકેલો દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

કઠોળમાં મોઝેઇક વાયરસ નું પ્રત્યારોપણ નિયંત્રિત કરવા માટે જંતુઓનું વસતી નિયંત્રણ જરૂરી છે. જંતુઓ માટે પાંદડા ની નીચેની બાજુ તપાસો અને જો મળે, તો જંતુનાશક સાબુ, લીમડાના તેલ અથવા પાયરેથ્રોઇડસ પર આધારિત જૈવિક ઉત્પાદનો વડે તરત જ સારવાર કરો. જંતુઓ પર નભતા શિકારીઓનો પણ ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરસ સામે કોઈ સારવાર ઉપલબ્ધ નથી અને જંતુઓની વસતીને સંપૂર્ણ નિયંત્રિત કરવું મુશ્કેલ છે. હકીકતમાં, જંતુઓને ઝડપથી મારવાથી પૂરતા પ્રમાણમાં વાયરસનો ફેલાવો અટકાવી શકાતો નથી. ખનિજ તેલ (1%) નો એકલો અથવા જંતુનાશકો સાથે ભેગા કરીને ઉપયોગ વાયરસના ફેલાવાને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. જોકે, તે ખર્ચાળ હોય છે અને નવા વિકસતા અંકુરની રક્ષા કરવા માટે વારંવાર સારવાર નું પુનરાવર્તન કરવું જ જોઈએ. છોડની ઉપજ પણ ઘટાડી શકે છે.

તે શાના કારણે થયું?

લક્ષણો સોયાબીનના પીળા મોઝેઇક વાયરસ (બીવાયએમવી) ના કારણે દેખાય છે. ઘણી વાર અન્ય વાયરસ સાથે સહ-ચેપ લાગેલ હોય છે, જેથી વિવિધ લક્ષણો દેખાય છે, ઉદાહરણ તરીકે કાકડી મોઝેઇક વાયરસ (સીએમવી). સીંગો ઉપરાંત, તે મગફળી, સોયાબીન, વાલોળ જેવા અન્ય મહત્વપૂર્ણ શીંગોના પાકને અસર કરી શકે છે. ક્લોવરની ઘણી જાતો, રજકો અને લ્યુપિન જેવી પ્રજાતિઓ ઠંડી દરમ્યાન યજમાન તરીકે સેવા આપી શકે છે. અન્ય શીંગો વગરના યજમાન છોડમાં કેટલાંક ફૂલોનો સમાવેશ થાય છે, જેમ કે ગ્લેડિયસ. વાયરસ મુખ્યત્વે, એક વાહક જંતુ મારફતે એક છોડ પરથી બીજા છોડ પર ફેલાય છે, જોકે કેટલાક શંકા છે કે તે બીજજન્ય પણ હોઈ શકે છે. વીસ કરતાં વધુ જંતુઓની પ્રજાતિઓ અનિયમિત રીતે તેનું વહન કરી શકે છે. તે દૂષિત છોડ માંથી બનાવેલ કલમ મારફતે અથવા યાંત્રિક રસીકરણ થી ફેલાય શકે છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત બીજ અથવા છોડની રોપણી કરવાની ખાતરી કરો.
  • જો ઉપલબ્ધ હોય તો, પ્રતિકારક છોડનો ઉપયોગ કરો.
  • પાંદડાની ઘટાને વધુ ગાઢ બનાવવા માટે છોડની ઘનતા વધારો.
  • બીન્સને રાજકો, ક્લોવર જેવા બીજા કઠોળ અથવા ગ્લેડિઓલસ જેવા ફૂલો નજીક રોપણી કરવી નહિ.
  • અવરોધ પાક તરીકે ખેતરમાં અનાજના છોડ ઉગાડો.
  • એફિડના જીવન ચક્રમાં વિક્ષેપ પાડવા પ્લાસ્ટિક અથવા કાર્બનિક લીલા ઘાસનું આવરણ વાપરો.
  • ખેતર અને આસપાસની જગ્યાને નીંદણથી સ્વરછ રાખો.
  • લાભદાયી જંતુઓની રક્ષા માટે જંતુનાશકોનો ઓછો ઉપયોગ કરવો.
  • ખાસ કરીને જો ભૂતકાળમાં ખેતરમાં ચેપ લાગેલ હોય તો, પાકની ફેરબદલી કરવી.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો