ઘઉં

વામન ઘઉં વાયરસ

WDV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • અટકેલ વિકાસ.
  • ઝાંખરા જેવો દેખાવ, ગૌણ શાખાઓ માં ઘટાડો.
  • શિરાને સમાંતર પીળા પટ્ટાઓ.
  • ઓછા ડૂંડાં.

માં પણ મળી શકે છે

1 પાક

ઘઉં

લક્ષણો

વામન ઘઉંનો વાયરસના ચેપથી ઘણા ગંભીર લક્ષણો નિર્માણ થાય છે જેમ કે છોડની વૃદ્ધિ અટકે, ઝાંખરા જેવો દેખાવ અને પાંદડાં તથા ગૌણ શાખાની સંખ્યામાં ઘટાડો. પાંદડા પર પીળી રેખાઓ રચાય છે જે બાદમાં સમગ્ર પાંદડાંને આવરી લે છે. ડૂંડા ઓછા વિકાસ પામે છે અને આવેલ ડૂંડા વણઉપજાઉ અથવા વિકાસ અટકેલો હોઈ શકે છે. પ્સામોટેટીક્સ એલિયન્સ, તીતીઘોડા, જે પોતાના મોઢાથી ઘઉંની વનસ્પતિના ભાગોમાંથી સત્વ ચૂસે છે અને તેના દ્વારા વાયરસ પરિવહન પામે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આ વાઇરસ માટે કોઈ જૈવિક નિયંત્રણની સારવાર ખબર નથી. જો તમે કોઇ જાણતા હોવ, તો અમારો સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. જો ઘણી માત્રામાં વાહક જંતુઓ જોવા મળે તો જ જંતુનાશકોની ભલામણ કરવામાં આવે છે. વાહકોનું નિયંત્રક કરવા માટે બિયારણની સારવાર ઈમિડિક્લોપ્રીડથી કરવી જોઈએ. ઘઉંના છોડમાં વાયરસનું પરિવહન ટાળવા માટે પ્ય્રેથ્રોઇદ અથવા અન્ય જંતુનાશકોથી સારવાર કરી શકાય છે.

તે શાના કારણે થયું?

લક્ષણો વાયરસ દ્વારા નિર્માણ પામે છે કે જે અનિયમિત રીતે પ્સામોટેટીક્સ એલિયન્સ, તીતીઘોડા દ્વારા પરિવહન પામે છે. જોકે, વાઈરસથી મુક્ત તીતીઘોડાના ખાવાથી રોગનું વહન થતું નથી. વાયરસ વહન થાય ત્યાં સુધી અનેક મિનિટ માટે તીતીઘોડાએ રસ ચૂસવો પડે છે. પી. એલિયન્સ દર વર્ષે 2-3 પેઢી પૂર્ણ કરે છે, અને તેથી વસંત દરમ્યાન ઉનાળુ ઘઉંને અને પાનખર દરમ્યાન શિયાળુ ઘઉંને ક્ષતિ પહોંચાડે છે. તીતીઘોડા ઠંડી દરમ્યાન ઈંડા તરીકે ટકી રહે છે અને મે મહિનામાં દરમ્યન પ્રથમ પેઢીના બાળ કીડા દેખાય છે. વાયરસ ઇંડા અથવા નાના બાલ જંતુઓમાં ફેલાતો નથી. વામન ઘઉંનો વાયરસ જવ, ઓટ્સ અને રાઈ જેવા અન્ય ઘણા અનાજને પણ અસર કરે છે.


નિવારક પગલાં

  • જો ઉપલબ્ધ હોય તો પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરો.
  • ખેતરમાં જંતુઓની હાજરી માટે પાંદડા, થડ, અને અંકુરની દરરોજ તપાસ કરો.
  • કીટકોના પ્રસારને અટકાવવા માટે બને તેટલો ઝડપી ચેપગ્રસ્ત છોડને ચૂંટો અને તેનો નાશ કરો.
  • નીંદણ અને વૈકલ્પિક યજમાન છોડ દૂર કરીને ખેતરને યોગ્યરીતે સ્વચ્છ રાખો.
  • લણણી પછી છોડના અવશેષો દૂર કરો.
  • જંતુઓની વધુ વસ્તી ટાળવા માટે વહેલા વાવેતર કરો.
  • છોડને ફરી તાજો બનાવવા ચેપગ્રસ્ત ખેતરને સામાન્ય કરતાં વહેલા ખાતર આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો