ચોખા

ટુન્ગ્રો

RTBV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • વિકાસ અટકવો.
  • ખેતી ઘટવી.
  • નાના ઘાટા બદામી ડાઘા સાથે પાંદડાનું પીળુ પડવું.
  • પોટેશ્યમની ઉણપ સાથે મૂંઝવણ ઉભી થવી.

માં પણ મળી શકે છે

1 પાક

ચોખા

લક્ષણો

છોડવાઓને આરટીબીવી અને આરટીએસવીથી બંન્નેથી, અથવા કોઇ એક વાયરસથી ચેપ લાગી શકે છે. લીલી ડાંગર લીફહોપર રોગનુ વાહક છે. બંન્નેથી ચેપી થયેલા છોડ ખાસ કહેવાતા ટુંગ્રો લક્ષણો દર્શાવે છે, જેમાં છોડની વૃદ્ધિનો અટકાવ અને ખેતીનું ઘટી જવુ આ બંન્નેનો સમાવેશ થાય છે. પાંદડા પીળા અથવા નારંગી પીળા બને છે જેની શરૂઆત પાંદડાની ટોચથી થાય છે અને તે નીચેના ભાગ સુધી પ્રસરે છે. બેરંગી પાંદડામાં અનિયમિત, નાના, ઘાટા બદામી ડાઘાઓ પણ હોઇ શકે છે. નાના પાંદડા ઇન્ટરવેઇનલ હરિત પાંડુરોગ દર્શાવે છે. હલકા લક્ષણો આરટીબીવી અથવા આરટીએસવી સાથે જોવા મળે છે (ઉદાહરણ તરીકે ખૂબ નબળી વૃદ્ધિ અને પાંદડાની પીળાશ ન હોવી). આ લક્ષણો પોટેશિયમની ઉણપ સાથે મૂંઝવણ પેદા કરે છે. પરંતુ ટુન્ગ્રો ખેતરમાં અમુક ભાગોમાં થાય છે જ્યારે પોટેશિયમની ઉણપ આખા ખેતરમાં દેખાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

લીલા લીફહોપર રોગને વહન કરનાર તેમજ તેની વસ્તીને નિયંત્રિત કરવા માટે લાઇટ ટ્રેપ્સનો તેને આકર્ષવા અને તેના પર કાબૂ કરવા માટે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. વહેલી સવારે, લીફ હોપર્સની લાઇટ ટ્રેપની નજીક આવતી વસ્તીને પકડવી જોઇએ અને નાશ કરવો જોઇએ, વૈકલ્પિક રીતે જંતુનાશકોને છંટકાવ કરીને/ઉડાડીને મારી નાંખવા જોઇએ. આનો દરરોજ મહાવરો કરવો જોઈએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો જૈવિક સારવાર સાથે નિવારક પગલાં બંન્નેનો હંમેશા સંકલિત અભિગમનો વિચાર કરો. છોડને રોપ્યા પછી જો 15 અને 30 દિવસે બુપ્રોફેઝીન અથવા પીમેટ્રોઝીનના આધાર પર જંતુનાશકોનો સમયસર છંટકાવ કરવામાં આવે, તો સારુ કામ આપે છે. તેમ છતાં કિટકો આજુબાજુના ખેતરોમાં જઇ શકે છે અને ટૂંક સમયમાં જ ટુંગ્રો ઝડપથી ફેલાવી શકે છે. તેથી ખેતરની આજુબાજુના વેજીટેશનમાં પણ જંતુનાશકોનો છંટકાવ કરવો જોઇએ. ક્લોરપાયરીફોસ, લેમડા સાયલોથ્રિન અથવા અન્ય કૃત્રિમ પાયરેથ્રોઇડ સંયોજનો, કે જેનાથી લીફહોપર્સ અંશતઃ પ્રતિરોધક બની જાય, તેવા ઉત્પાદનોનો ઉપયોગ ટાળો.

તે શાના કારણે થયું?

વાયરસ નેફોટેટિક્સ વાયરસેન્સ તરીકે ઓળખાતા લીફહોપર દ્વારા ફેલાય છે. વધારે પેદાશ કરનાર ચોખાની ખેતી જેનો વૃદ્ધિનો સમયગાળો ટૂંકો છે જેથી ચોખા ઉગાડનારા વર્ષમાં બે પાક લઇ શકે છે તેવા ખેતરમાં ટુન્ગ્રો સામાન્ય રીતે હોય છે. એક વખત જે ચોખાના છોડને ટુન્ગ્રોનો ચેપ લાગી જાય, તેને સાજો કરી શકાતો નથી. તેને અટકાવવાના પગલાં, સીધા રોગને કાબુમાં લેવા કરતા વધારે અસરકારક છે. ચોખાના બે પાક લેવાની પદ્ધતિ અને જીનેટીક એકરૂપતા એ ટુન્ગ્રો રોગ ખેતરમાં દેખાય છે તેના મુખ્ય કારણો છે. વરસાદવાળા અથવા અપલેન્ડ ચોખાના છોડ કરતા, સિંચાઇવાળા વિસ્તારના ચોખાના છોડ આ રોગના વિકાસ માટે વધુ સંવેદનશીલ છે. છોડનો બચેલો ભાગ અને સાંઠા પણ ચેપના સ્ત્રોત છે.


નિવારક પગલાં

  • રોગના વાહકોનો અમુક હદ સુધી પ્રતિકાર કરે તેવી જાતોનો ઉપયોગ કરો.
  • જ્યારે વાહકોની સંખ્યા ઓછી હોય, ત્યારે બે પાક વાવો.
  • પાકની ફેરબદલી રોગને ન આવકારે એવા યજમાન પાક સાથે કરો.
  • રોપણીનું સમયપત્રક એવુ કરો કે દરેક વિસ્તરણમાં લગભગ સાથે રોપણી થવાની ખાતરી થાય.
  • ઇંડા અને ઉછરતા કિટકોનો ખેડ દ્વારા નાશ કરો, વારાફરતી ખેતરને ભીનુ અને સૂકુ રાખો.
  • લાભકારી કિટકોને સંભાળો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો