ખાટાં ફળો

ખાટાં ફળોમાં પ્સોરોસીસ વાયરસ

CPsV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડાંની નસો વચ્ચેનો ભાગ પીળો પડવો અથવા પાંદડા પર પીળા રંગના કણો.
  • ઝાડની છાલ પર કણો અને ભીંગડાં.
  • છાલ પર જખમની આસપાસ ગુંદર.

માં પણ મળી શકે છે


ખાટાં ફળો

લક્ષણો

આ લક્ષણોને ભૂલમાં ખાટા ફળોમાં વાયરસ દ્વારા નિર્માણ થતાં વર્તુળાકાર ટપકા ના રોગ તરીકે ઓળખવામાં ન આવે તેનું ધ્યાન રાખવું. એ પાંદડા, ફળ, ઝાડની છાલ, થડ, મૂળ અને શાખાઓ ઉપર જોવા મળે છે. પાંદડાં પર સુકાયેલ રજકણો અથવા ટપકાંથી લઈને કાબરચીતરા વિકૃતિકરણ જેવા વિવિધ લક્ષણો દેખાય છે. પાંદડાં પરિપક્વ બનતા આ લક્ષણો ઝાંખા થઈ શકે છે. પ્સોરોસિસથી સંક્રમિત થયેલો ફળ પર સુકાયેલ વર્તુળાકાર ભાત જોઈ શકાય છે. જોકે ઝાડની છાલમાં બગાડ એ આ રોગનું સૌથી મહત્વનું લક્ષણ છે. જે સામાન્ય રીતે શરૂઆતમાં ફોલ્લીઓ અથવા પરપોટાના સ્વરૂપમાં નિર્માણ થાય છે અને પછી, વધુ વિસ્તરતાં ફાટીને ખુલ્લું પડે છે, જેનાથી ઝાડની છાલ ઉપર પટ્ટા અને છુટા છવાયાં ભીંગડા જોવા મળે છે. ત્યારબાદ રજકણો અથવા ભીંગડા આગળ વધીને ફળના બાકીના ભાગમાં અને મુખ્ય ડાળીમાં વિકાસ પામે છે. ઘણીવાર જખમની કિનારી પર ગુંદર જોવા મળે છે. જયારે રોગ અતિશય વધી જાય છે ત્યારબાદ, ઝાડની છાલ અને લાકડા માં ઊંડે સુધી ગુંદર જોવા મળે છે અને તેનો નાશ થાય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

આજ દિન સુધી, આ રોગ ના બનાવ અથવા ગંભીરતા ઘટાડવા માટે કોઈ જ જાણીતી જૈવિક નિયંત્રણ સારવાર ઉપલબ્ધ નથી. જો તમે કંઈક જાણતા હોવ તો કૃપા કરીને અમને જાણ કરશો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે નિવારક પગલાંનો સંકલિત અભિગમ લેવાનું ધ્યાનમાં રાખો. વાયરસજન્ય રોગો સીધી રાસાયણિક સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાતા નથી. બગીચામા જ્યારે પ્સોરોસીસ હાજર હોય ત્યારે, છાંટણી ના અથવા અંકુરણ ના સાધનો ને બ્લીચના દ્રાવણ માં ડુબાડીને જીવાણુમુક્ત કરવાની પદ્ધતિ કરવી જોઈએ. પ્રમાણિત , રોગ મુક્ત પાતળી ડાળીમાંથી કલમ બનાવવી એ રોગને અટકાવવા માટે નો શ્રેષ્ઠ રસ્તો છે.

તે શાના કારણે થયું?

આ રોગના લક્ષણો ખટાશવાળા ઝાડ માં જોવા મળતા પ્સોરોસીસ વાયરસના કારણે નિર્માણ થાય છે, જેને વિશ્વભરમાં ખાટા ફળોના ઝાડમાં જોવા મળતા સૌથી હાનિકારક વાયરસ જીવાણુઓ તરીકે ગણવામાં આવે છે. તેનું પરિવહન મુખ્યત્વે કળીઓ ધરાવતા લાકડાના કારણે અથવા કલમ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ ચેપગ્રસ્ત સાધનોને કારણે થાય છે. કોઈકવાર, ચેપગ્રસ્ત ઝાડના મૂળનું નૈસર્ગિક રીતે સ્વસ્થ ઝાડના મૂળ સાથે જોડાણ થવાથી પણ ફેલાવો થઇ શકે છે. ખાટા ફળોની કેટલીક પ્રજાતિના બીજ આ રોગનો ફેલાવો કરવા માટે જાણીતા છે. ઓલ્પિડિયમ બ્રાસીકે ફૂગ અથવા અપરિચિત વાહક જંતુઓ દ્વારા નૈસર્ગિક રીતે પણ ફેલાવો થવાના કેટલાક બનાવો જોવા મળ્યા છે. કળીઓ ધરાવતા લાકડાને પ્રમાણિત કરવાની વિવિધ યોજનાઓ દ્વારા કેટલાક વિસ્તારોમાં પ્સોરોસીસના બનાવોને ઘટાડી શકાયા છે. તે મુખ્યત્વે સંતરા અને દ્રાક્ષને અસર કરે છે પરંતુ મેન્ડરિન, ટૅંજરીન, લીંબુ, પોમેલો અને મોસંબી માં પણ લક્ષણો નિર્માણ થઇ શકે છે.


નિવારક પગલાં

  • તમારા દેશમાં સંસર્ગનિષેધ નિયમો માટે તપાસ કરો.
  • તમારા મૂળના સાંઠા માંથી કલમ બનાવવા માટે રોગ-મુક્ત, પ્રમાણિત કળીઓ વાળી ડાળીનો ઉપયોગ કરવો.
  • અસરગ્રસ્ત છાલના વિસ્તાર પરથી ઘા કે આંટણ દૂર કરો, જે કામચલાઉ રીતે સાજા થવામાં મદદ કરે છે.
  • સારી ઉત્પાદકતા અને ઉપજ મેળવવા માટે ચેપગ્રસ્ત વૃક્ષોને બદલી કાઢો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો