મકાઇમાં  પ્રાણઘાતક સુકારા નો  રોગ

મકાઈ

મકાઇમાં પ્રાણઘાતક સુકારા નો રોગ

MLND

વાયરસ

ટૂંકમાં

  • પીળા-લીલા પટ્ટાવાળી ભાતો દેખાય છે, જે ઘણી વખત પાંદડાની નસોને સમાંતર હોય છે.
  • કિનારી તરફથી પાંદડા સૂકવાનું શરૂ થાય છે અને વચ્ચેની નસ તરફ વધે છે.
  • ગંભીર ચેપના કિસ્સામાં, છોડ સંપૂર્ણપણે સુકાઈ જાય છે અને સાંઠાની અંદર વિકાસ પામતી મુખ્ય પેશીઓ નાશ પામેલી દેખાય છે.
  • વિકાસ અટકેલો હોય છે, દાણા જંતુરહિત, અને ડૂંડા દૂષિત અને આંશિક જ ભરેલા હોય છે.
  • અસરગ્રસ્ત છોડ તકવાદી ફૂગ અને નેમાટોડ માટે લક્ષ્ય બની જાય છે, અને તેને સડા તરફ દોરી જાય છે.

માં પણ મળી શકે છે

1 પાક

મકાઇમાં  પ્રાણઘાતક સુકારા નો  રોગ

મકાઈ

લક્ષણો

ચેપની શરૂઆતના તબક્કામાં પીળા-લીલા પટ્ટાવાળી ભાતો દેખાય છે, જે ઘણી વખત પાંદડાની નસોને સમાંતર હોય છે અને આધાર પાસેથી શરૂ થાય છે. જેમ જેમ રોગનો વિકસ થાય છે, પાંદડા સૂકાય છે અને સામાન્ય રીતે કિનારી તરફથી પાંદડા સૂકવાનું શરૂ થાય છે અને વચ્ચેની નસ તરફ વધે છે. ગંભીર ચેપના કિસ્સામાં, ચેપ ધીમે ધીમે છોડના બાકીના ભાગમાં ફેલાય છે અને સાંઠા ને કાપતાં તેની અંદર વિકાસ પામતી મુખ્ય પેશીઓ નાશ પામેલી દેખાય છે. ચેપગ્રસ્ત છોડની વૃદ્ધિ અટકે છે, દાણા જંતુરહિત, અને ડૂંડા દૂષિત, નાના અને આંશિક જ ભરેલા હોય છે. અસરગ્રસ્ત છોડ નબળો પડે છે અને તકવાદી ફૂગ અને નેમાટોડ માટે લક્ષ્ય બની જાય છે, જેનાથી સડો નિર્માણ થાય છે, અને અનાજનો જથ્થો અને ગુણવત્તા નીચે આવે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

માફ કરશો, આ રોગ માટે કોઇ જૈવિક નિયંત્રણના પગલાં અમને ખબર નથી.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરસ રોગો માટે કોઈ પણ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી. વાયરસ ફેલાવતા જંતુઓની વસ્તીને નિયંત્રિત કરવા, જંતુનાશકો નો ઉપયોગ બિયારણની સારવાર અને છંટકાવ માટે કેટલાક કરી શકાય છે.

તે શાના કારણે થયું?

બધા જ મકાઈના છોડ આ રોગ માટે સંવેદનશીલ હોય છે. જોકે, હાજર વાયરસનો સંયોગ, પર્યાવરણીય પરિસ્થિતિ અને વનસ્પતિની વૃદ્ધિના તબક્કા પર આધાર રાખીને રોગના લક્ષણોમાં નોંધપાત્ર બદલ દેખાય છે. રોગ વાસ્તવમાં મકાઈના કલોરોટીક મોટલ વાયરસ અને બીજા વાયરસ, મોટાભાગના કિસ્સામાં શેરડીના મોઝેઇક વાયરસ, આ બે વાયરસ ના સંયોગથી લક્ષણો નિર્માણ થાય છે. ખેતરમાં અને આસપાસમાં ચેપ મુખ્યત્વે મકાઇ કીડા, મૂળના કીડા અને પાંદડાના કીટક તેમજ અનાજના પાંદડા પરના ફૂદાં જેવા વાહકોના કારણ ફેલાય છે. દુકાળ, ઓછી ફળદ્રુપ માટી અને અપૂરતી કૃષિ પ્રક્રિયાઓ જેવી વાતાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં રોગના લક્ષણો વધુ વણસી જાય છે.


નિવારક પગલાં

  • ઉપલબ્ધ હોય તો પ્રતિકારક જાતોનું વાવેતર કરો.
  • તંદુરસ્ત છોડ અથવા પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ બીજ જ વાપરો.
  • તમારા ખેતરમાં ચેપના વાહકની મહત્તમ વસ્તી ટાળવા માટે વહેલા અથવા પછી મોડા વાવેતર કરો.
  • રોગને ફેલાતો અટકાવવા માટે ગંભીર રીતે ચેપગ્રસ્ત છોડને જડમૂળથી ઉખેડી નાખો અને સળગાવી દો.
  • ખેતરમાં અને આસપાસ નીંદણનું નિયંત્રણ કરો.
  • એ જ વિસ્તારમાં એક જ પાક તરીકે મકાઈ ઉગાડશો નહી.
  • કઠોળ, ચોળા, બટાકા, કસાવા અને અન્ય બિન-યજમાન પાક સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો