કેળા

વાયરસથી ઝુમખા વાળી ટોચ

Bunchy Top Virus

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર ઘેરા લીલા રંગની છટાઓ.
  • ઘાટા લીલા નાનું બિંદુઓ અને પાંદડાની શિરાને સમાંતર લીટીઓ.
  • અટકેલા વિકાસ વાળા, પાતળા અને વળેલા તથા ચીમળાયેલ કિનારી સાથે ટટાર પાંદડા.
  • છોડની ટોચ પર નાના લીલા પાંદડા.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

વાયરસ વૃદ્ધિના તમામ તબક્કે, છોડના તમામ ભાગોને અસર કરી શકે છે. પ્રારંભિક લક્ષણો ભૂલમાં પોષણની ઉણપ અથવા શારીરિક તણાવ જેવા લાગી શકે છે અને નવા પાંદડાની નીચેની બાજુ પર પાંદડાંના ડીટાં, મુખ્ય પેશી અને શીરા પર ઘેરા લીલા રંગની છટાઓ દેખાય છે. બાદમાં, પાંદડાંની સપાટી પણ આ નાના ઘેરા લીલા રંગના ટપકાં અને નસો પાસે લીટીઓ (જેને મોર્સ કોડ ભાત કહેવાય છે) દેખાઈ શકે છે. અસરગ્રસ્ત પાંદડા અટકેલ વિક્સવાળા, પાતાળ અને ટટાર, અને વાંકડીયા અને પીળાશ પડતી કિનારી વાળા બને છે, જે બાદમાં સુકાય છે. વધુ પડતાં ચેપમાં, નવા પાંદડામાં આ લક્ષણો વધુ વકરેલા દેખાય છે. છોડની ટોચ પર નાના આછા લીલા અથવા પીળા પાંદડા નિર્માણ થાય છે જે તેને "ટોચ પર ઝુમખા” ની લાક્ષણિકતા આપે છે. એકંદરે વૃદ્ધિ અટકે છે અને છોડ પર ઘોણ કે ફળો નિર્માણ થતાં નથી. અને જો ઉત્પન્ન, થાય તો ફળો વિકૃત અને નાના હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

જો પ્રારંભિક તબક્કે જ રોગ મળી આવે, તો પુષ્કળ સાબુવાળા પાણીથી અથવા જંતુનાશક સાબુ નો છોડ પર સંપૂર્ણપણે છંટકાવ કરવાથી અફિડની વસતી ઘટાડી શકાય છે. એફિડના કુદરતી દુશ્મનોની વસ્તી જાળવી રાખવા માટે રસાયણનો વપરાશ નિયંત્રિત રીતે કરો.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરલ રોગો માટે કોઈ રાસાયણિક સારવાર નથી. સાપરમેથેરીન, એસિટામિડ , કલોરપાયરીફોસ અથવા એવા જ લગતા વળગતા જંતુનાશકો ના ઉપયોગથી થોડા અંશે અફિડની વસતીને નિયંત્રિત કરી શકાય છે. ખેતરમાં વધુ અસર પામેલ છોડના કિસ્સામાં, બધા એફિડને મારવા શક્તિશાળી કેરોસીન અથવા જંતુનાશક સાથે તેની સારવાર કરો.

તે શાના કારણે થયું?

કેળાં ના અફિડ (પેંટેલોનીયા નિગ્રોનરવોસા) દ્વારા બે ખેતર અને ઝાડ વચ્ચે ફેલાતા વાયરસ ના કારણે લક્ષણો નિર્માણ થાય છે. ચેપગ્રસ્ત વાવેતરની સામગ્રીના વહન ના કારણે દૂરના અંતર સુધી રોગનો ફેલાવો થઇ શકે છે. આદુ, હેલિકોનિયા અને હાથીકાન નો અન્ય યજમાન તરીકે સમાવેશ થાય છે. કેળાં ની જાત પ્રમાણે તેમની સંવેદનશીલતા અલગ હોય છે અને તફાવત મુખ્યત્વે લક્ષણો દેખાવામાં જે સમય લાગે તેમાં હોય છે. છોડ ચેપમાંથી પાછો મુક્ત થઈ શકતો નથી. સામાન્ય રીતે પ્રાથમિક રોપાઓ દ્વારા લાગેલ ચેપ, એફિડ દ્વારા નિર્માણ થતાં ચેપ કરતાં વધુ ખરાબ હોય છે. વસંત દરમિયાન અથવા ગરમ, સૂકા હવામાન દરમિયાન લક્ષણો પણ વધુ દેખાય છે.


નિવારક પગલાં

  • માત્ર પ્રમાણિત સ્રોતોમાંથી મેળવેલ તંદુરસ્ત વાવેતર સામગ્રીનો ઉપયોગ કરો.
  • છોડ કે જે રોગના લક્ષણો દર્શાવતા હોય ત્યાંથી મેળવેલ વાવેતરની સામગ્રીનો ઉપયોગ કરવો નહીં.
  • જો ઉપલબ્ધ હોય તો વધુ સહિષ્ણુ જાતો ઉગાડો.
  • છોડનું નિયમિત (દર બે અઠવાડિયે) નિરીક્ષણ કરો અને રોગગ્રસ્ત છોડ માટે તપાસો.
  • ચેપગ્રસ્ત કેળાંના છોડને દૂર કરો, તેને સુકાવા દો અને પછી તેને દાટી દો.
  • જાતે ઉગી નીકળેલ વનસ્પતિ અથવા વૈકલ્પિક યજમાન જેવા કે આદુ, હેલિકોનિયા અને હાથીકાન નું નિયંત્રણ કરો.
  • વિવિધ વાવેતર વચ્ચે કેળાંથી મુક્ત સમયગાળો રાખવો.
  • વિવિધ પ્રદેશોમાં કેળાંના છોડનું પરિવહન ન કરો.
  • ઉછેર માટે રસાયણોનો ઉપયોગ ઘટાડીને એફિડ (જેમ કે ઈન્દ્રગોપ ફૂદાં, ચરીસોફેરલ, પીળાપટ્ટાવાળી માખી, અને કરોળિયા) જેવા કુદરતી દુશ્મનોની હાજરીને પ્રોત્સાહન આપો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો