કેળા

કેળાંના બ્રેકેટ પર મોઝેઇક વાયરસ

BBrMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • આભાસી થડ પર ખામીઓને, છટાઓ અને કતલી આકારની રંગની વિકૃતિ.
  • મોરના સમયે મોઝેક ભાત સ્પષ્ટ હોય છે.
  • પાંદડાની નસો પણ મુખ્ય બની શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

કેળા

લક્ષણો

સ્પષ્ટ રાતા-બદામી મોઝેક ભાત તરીકે બ્રેકેટ ફાલ પર લક્ષણો દેખાય છે. બ્રેકેટ એ નાના પાંદડા નું નામ છે કે જે પુષ્પદંડ પર ફૂલની પંક્તિઓને આવરીને રહે છે. કુમળા છોડ પર, પીળાશ પડતા અથવા લાલ-કથ્થાઈ કતલી આકારના જખમ અને પર્ણદંડ તથા પાંદડાની મુખ્ય નશો પર ડાઘ જોઈ શકાય છે. ક્યારેક, તે પાંદડાની સમાંતર જતી પાંદડાની સપાટી પર અથવા ઘોણની ડાળી પર પણ દેખાય છે. જ્યારે મૃત પાંદડાને ખેંચવામાં આવે ત્યારે, આંતરિક પેશીઓ પર ઘેરા કથ્થાઈ રંગની ખામીઓને અથવા છટાઓ જોઇ શકાય છે. ઘોણમાં ખામી અને વિકૃત ફળો પણ આ રોગની લાક્ષણિકતા છે. વાયરસ ઝડપથી ફેલાય છે અને ગંભીર ચેપ ફળની ઉપજ અને ગુણવત્તામાં નુકસાન પહોંચાડી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

એફિડ વસતી ઘટાડવા માટે જૈવિક ફૂગ નિયંત્રક, વેર્ટીસિલિયમ લેકની વાપરી શકાય છે. જયારે એફિડની વસ્તી વધુ ન હોય ત્યારે, તેનું નિયંત્રણ કરવા માટે જંતુનાશક સાબુનો પણ ઉપયોગ કરી શકાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. આ વાયરલ રોગો માટે કોઈ સીધો રાસાયણિક સારવારનો ઉપાય નથી. જોકે, જંતુનાશકોના ઉપયોગથી અફિડની વસતી થોડા અંશે નિયંત્રિત કરી શકો છો (ઉદાહરણ તરીકે સાપરમેથેરીન, એસીટામાઇડ, કલોરપાયરીફોસ). અસરગ્રસ્ત છોડ અને તેમાંથી ઊગેલ કુમળા અંકુરનો નાશ કરવા માટે વનસ્પતિનાશકનો ઉપયોગ કરી શકાય છે.

તે શાના કારણે થયું?

આ લક્ષણો વાયરસ ને કારણે થાય છે અને તે કેળાંના વૃક્ષોને વૃદ્ધિના વિવિધ તબક્કે અસર કરે છે. તે એફિડની ઘણી પ્રજાતિઓ દ્વારા અનિયમિત રીતે ફેલાય છે. વાયરસ, જ્યારે ચેપગ્રસ્ત છોડ પર નભતા હોય ત્યારે જોવા મળે છે, અને ફક્ત વાહકમાં ટૂંકા ગાળા માટે ટકી શકે છે. ચેપગ્રસ્ત છોડની સામગ્રીનું ખેતર વચ્ચે વહન અથવા પરિવાન ચેપના ફેલાવાનો અન્ય માર્ગ છે. તેનું સામાન્ય નામ ફૂલની પાંદડી પરના મોઝેક લક્ષણો માંથી બને છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત રોગ મુક્ત સ્રોતમાંથી મેળવેલ બીજ અથવા રોપાઓનો ઉપયોગ કરો.
  • રોગના સંકેતો માટે નિયમિતપણે પાકનું નિરીક્ષણ કરો.
  • જ્યારે અલગ અલગ ખેતરમાં કામ કરતાં હોવ ત્યારે સાધન-સામગ્રીને સ્વચ્છ રાખો.
  • શંકાસ્પદ લક્ષણો વાળા છોડને ચૂંટીને તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો