પપૈયા

પપૈયામાં વાંકળિયા પાંદડાં વાયરસ

PaLCV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • ટોચના પાંદડા અંદરની અને નીચેની તરફ વળે છે.
  • નસો જાડી અને સાફ થાય છે.
  • પાંદડા ચામડા જેવા અને બરડ બની જાય છે.
  • પાનખરથી વિકાસ અટકે છે.
  • થોડા, નાના કદના વિકૃત ફળો.

માં પણ મળી શકે છે

1 પાક

પપૈયા

લક્ષણો

પાંદડાં અંદર અને નીચેની તરફ વળે છે એ આ રોગનું મોટામાં મોટું લક્ષણ છે. અન્ય લક્ષણોમાં પાંદડાની નસો જાડી બને છે, અને ક્યારેક તેમાં વધુ પડતી વૃદ્ધિ જોવા મળે છે. પાંદડાઓ ચામડા જેવા અને બરડ બની છે, અને પાંદડાંના ડીટાં વિકૃત જણાય છે, ઘણી વખત વળાંક વાળા હોય છે. ટોચના પાંદડાને સૌથી વધુ અસર થાય છે. રોગના અંતિમ ચરણમાં પાનખર નિર્માણ થઇ શકે છે. છોડની વૃદ્ધિ અટકે છે અને ફૂલ કે ફળના ઉત્પાદનમાં અસર થઈ શકે છે. જો હોય તો, તમામ ફળો નાના, આકારમાં વિકૃત અને અકાળે ખરી પડતાં હોય છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

સફેદ તેલના ઇમલ્સનનું (1%) છંટકાવ એફિડ દ્વારા ગ્રહણશક્તિ અને વાયરસના વાહનને અવરોધે છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરલ ચેપ માટે કોઈ રાસાયણિક સારવાર ઉપલબ્ધ નથી. જોકે, સફેદ માખીની વસ્તીની તપાસ અને નિયંત્રણ ચેપની ગંભીરતામાં ઘટાડો કરી શકે છે. 10 દિવસના અંતરાલમાં એક વાર ડાયમીથોઈટ અથવા મેટાસિસ્ટોક્સ ના 4-5 વખત પાંદડા પર છંટકાવ અને કાપણી વખતે માટીની સારવારથી સફેદ માખીની વસતીને નિયંત્રિત કરી શકાય છે.

તે શાના કારણે થયું?

વાયરસનું વાહન માટે મુખ્ય વાહક સફેદ માખી બેમીસીયા તાબાસી છે. તે બિન-સતત રીતે એક છોડ પરથી બીજા છોડ પર વાયરસ ફેલાવે છે. આનો અર્થ એ છે કે વહન થોડીવારમાં જ ફેલાય છે જ્યારે વાઈરસ હજુ પણ વાહકમાં સક્રિય હોય છે. અન્ય માર્ગો કે જ્યાં રોગનો ચેપ રોપાઓ કે બીજ મારફતે તેમજ કલમની સામગ્રી દ્વારા ફેલાય છે. પપૈયાના પાંદડાંને વાંકળિયા બનાવતો વાયરસ ખેતરમાં યાંત્રિક કાર્ય મારફતે ફેલાતો નથી. ટામેટા અને તમાકુના છોડ વૈકલ્પિક યજમાનો છે. વાયરસ વ્યાપક રીતે વિસ્તરેલ છે પણ આજે તેના મર્યાદિત બનાવ જોવા મળે છે. તેમ છતાં, કેટલાંક ચોક્કસ કિસ્સાઓમાં, તેનાથી ગંભીર આર્થિક નુકસાન થઇ શકે છે.


નિવારક પગલાં

  • ઉપલબ્ધ પ્રતિરોધક જાતો માટે તપાસ કરો.
  • પપૈયાની નજીકના અંતરમાં વૈકલ્પિક યજમાનોની વાવણી ન કરો.
  • લાભદાયક જંતુઓની તરફેણ માટે વધુ પડતો જંતુનાશકનો ઉપયોગ ટાળો.
  • ચેપગ્રસ્ત છોડને જડમૂળથી ઉખેડી નાખો અને તેમનો નાશ કરો.
  • સાવચેત રહો અને લણણી પછી છોડના કોઈ પણ અવશેષો છોડશો નહિ.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો