બટાટા

બટાકામાં એક્સ વાયરસ

PVX

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર આછા લીલા રંગની મોઝેક ભાત.
  • નાના, બદામી ટપકાંવાળો કાબરચીતરો વિસ્તાર.
  • અન્ય વાઇરસ સાથેનો બીજો ચેપ લક્ષણો વધુ બગાડી શકે છે.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

લક્ષણોની ગંભીરતા છોડની પ્રજાતિ, વૃદ્ધિનો તબક્કો,વાયરસની તાણ અને પર્યાવરણીય પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. જોઈ ન શકાય તેવી પેશીઓ વચ્ચેની પીળાશ થી લઈને વળેલા પાંદડા સાથે ભારે માત્રામાં લીલા રંગની મોઝેક ભાત, પાંદડાની ટોચ સુકાયેલી, છોડનો અટકેલો વિકાસ અને નાશ આવા વિવિધ પ્રકારનાં લક્ષણો હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, કાબરચીતરા વિસ્તારમાં કથ્થાઈ રંગના નાના ટપકાં હોય છે. અન્ય વાઇરસ સાથેનો બીજો ચેપ લક્ષણો વધુ બગાડી શકે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

માફ કરશો, પીવીએકસ સામે સારવાર માટે અમને કોઇ વૈકલ્પિક સારવાર ખબર નથી. આ રોગ સામે લડવા માટે મદદ કરી શકે એવું કંઈક તમે જાણતાં હોવ તો કૃપા કરીને અમારી સાથે સંપર્ક કરો. અમે તમારા તરફથી જાણવા માટે આતુર છીએ.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની રાસાયણિક સારવાર શક્ય નથી.

તે શાના કારણે થયું?

મોટાભાગે વાયરસ છાયડામાં ઉગતા પાક જેવાકે રીંગણા, બટેટાં, તમાકુ અને મરી, તેમજ વિવિધ નીંદણ ને અસર કરે છે. ચેપગ્રસ્ત છોડ સાથે સીધો સંપર્ક, અથવા દૂષિત સાધનો, હાનિકારક ખેતીની પદ્ધતિઓ, અથવા તિત્તીધોડાઓ (મેલનૉપ્લસ ડિફફારેન્સિયલીસ અથવા ટેટીંગોનીયા વિરિડીસીમા) મારફતે પરિવહન થાય છે. 16-22° સે તાપમાને લક્ષણો વધુ સ્પષ્ટ રીતે નિર્માણ થાય છે. ઊંચા તાપમાન પર, ઘણીવાર લક્ષણો ઢંકાઈ જાય છે.


નિવારક પગલાં

  • વાઈરસ મુક્ત પ્રમાણિત બીજનો ઉપયોગ કરો.
  • પીવીએકસ પ્રત્યે પ્રતિકારક્ષમ બટાકાની જાતોનું વાવેતર કરો.
  • બટાકા અને ટામેટાનું વાવેતર નજીકના અંતરે કરવું નહીં.
  • યાંત્રિક સારવાર દરમિયાન છોડને ઈજા ન થાય તેનું ધ્યાન રાખો.
  • છોડની વચ્ચે પૂરતું અંતર રાખો.
  • જો એક પછી એક, બે સંવેદનશીલ પાકમાં કામ કરતા હો તો, કપડા બદલી નાખો અને પાણી તથા સાબુથી તેને બરાબર સાફ કરો.
  • સાધન અને સામગ્રીને ચેપમુક્ત કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો