બટાટા

બટાકામાં વાય વાયરસ

PVY

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • ટોચ થી શરૂ કરીને- પાંદડા પર પીળા કે લીલા રંગની મોઝેક ભાત.
  • પાંદડા અને અંકુર ઉપર કાળા રંગના સુકાયેલ ટપકા અથવા રેખાઓ.અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે

2 પાક
બટાટા
તમાકુ

બટાટા

લક્ષણો

છોડની જાતો, ઉંમર અને પર્યાવરણીય પરિસ્થિતિઓ સાથે ચેપના લક્ષણો બદલાય છે. પાંદડાંની સપાટી પર પીળા કે ઘાટા લીલા રંગની મોઝેક ભાતની રચના થાય છે, જે તેમને કાબરચીતરો અને વિકૃત દેખાવ આપે છે, અને તે ઘણી વાર ટોચ પાસેથી શરૂ થાય છે. પાંદડાંની નસો અને અંકુર પર કાળી રેખાઓ અને મૃત પેશીઓની સામગ્રી દ્વારા ગોળાકાર ટપકાં નિર્માણ થાય છે. કળીઓ અને ફૂલોનો વધુ વિકાસ થતો નથી. ચેપગ્રસ્ત છોડ પર આવેલા કંદ નાના હોય છે અને તેની ચામડી પર સુકાયેલ અથવા મૃત કોષોના વર્તુળો હોઈ શકે છે. સમગ્ર છોડની ઓછી વૃદ્ધિ થાય છે અને ઉપજ ઘટે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

અઠવાડિયે એક વાર ખનિજ તેલથી સારવાર કરવાથી વાયરસનો ફેલાવો ઘટાડી શકાય છે. તે એફિડની વાયરસ ગ્રહણ કરવાથી શક્તિ ઓછી કરે છે અને તેના આહારનું વર્તન સુધારે છે, જેથી તેનાથી છોડને ચેપ લાગવાની શક્યતામાં ઘટાડો થાય છે.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની રાસાયણિક સારવાર શક્ય નથી. જોકે, એફિડની વસ્તી ઘટાડવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરી શકાય છે

તે શાના કારણે થયું?

આ વાયરસ અત્યંત ચેપી હોય છે. તે મોટે ભાગે ટમેટા, બટેટા અને મરી જેવા છાંયડામાં થતા છોડની પ્રજાતિ પર હુમલો કરે છે, હિટ. તે વિવિધ પ્રકારના પાંખવાળા એફિડ। ચેપગ્રસ્ત વાવણી માટેની સામગ્રી અને દૂષિત સાધનો મારફતે ફેલાય છે.


નિવારક પગલાં

  • માત્ર પ્રમાણિત બિયારણની જ વાવણી કરો.
  • સહનશીલ અથવા પ્રતિકારક્ષમ જાતોની પસંદગી કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો અને બધા ચેપગ્રસ્ત છોડ દૂર/નાશ કરો.
  • સંવેદનશીલ યજમાન પાકની નજીક બટાટાની વાવણી ન કરો.
  • ખેતર અને આસપાસ માંથી નીંદણ અથવા અગાઉ લેવાયેલ પાકમાંથી અનિચ્છનીય બટાકાના છોડને દૂર કરો.
  • છોડને ઇજા ન પહોંચે તેનું ધ્યાન રાખો.
  • તમારા સાધનોને શુદ્ધ કરો.
  • વાયરસ માટે ઠંડીમાં ટકી રહેવા માટે સક્ષમ સ્ત્રોતનો નાશ કરો ઉદાહરણ તરીકે તારવેલા બટાકાના ઢગલા.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો