બટાટા

બટાકાના પાંદડાને ગોળ વાળતો વાયરસ

PLRV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા ની કિનારી ઉપર તરફ વળે છે.
  • કુમળા પાંદડાંની નસોની વચ્ચેનો ભાગ પીળો પડે છે.
  • જુના પાંદડાંની નીચેની સપાટી જાંબલી રંગની બનવાની સાથે, પાંદડા સખત અને બરડ બને છે.
  • વિકાસ અટકે છે.
  • સાંઠા ઉપરની તરફ નિર્દેશ કરતા અને સખત બને છે.

માં પણ મળી શકે છે

1 પાક

બટાટા

લક્ષણો

છોડની પ્રજાતિ, પર્યાવરણીય પરિસ્થિતિ અને ચેપના પ્રકાર પર આધાર રાખીને દેખીતા લક્ષણો બદલાઈ શકે છે. પ્રાથમિક ચેપ, કે જે એફિડ દ્વારા નિર્માણ થાય છે તે મોટેભાગે કુમળા પાંદડા પર દેખાય છે. પાંદડા ની કિનારી ઉપર તરફ વળવાનું શરૂ કરે છે અને તે સૂકા, આછા રંગના અથવા નસોની વચ્ચે પીળાશ નિર્માણ થાય છે. જો છોડ અસરગસત ગાંઠમાંથી વિકસેલ હોય તો (પછીનો ચેપ), જુના પાંદડાં જાંબલી અથવા લાલ રંગની નીચેની સપાટી સાથે, ઉપર તરફ વળેલા, સખત અને બરડ બને છે, જ્યારે કુમળા પાંદડા ઉપર તરફ અને આછા લીલા અથવા પીળાશ પડતા હોય છે. છોડનો વિકાસ અટકે છે અને સાંઠા સખત અને ઉપર તરફ નિર્દેશ કરતા હોય છે. ચેપનું વધુ પ્રમાણ કંદની ઉપજ અને વેચાણ પાત્રતા ઘટાડે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાયરસની સીધી સારવાર શક્ય નથી, પરંતુ શિકારી અથવા પરોપજીવી દ્વારા અફિડની વસ્તી ઘટાડવી એ ઉપયોગી નિવારક માપદંડ છે. લેડીબર્ડ, લશ્કરી ફૂદાં, લેસવિંગ્સ, અને કેટલીક પ્રકારની મસી અને માખીઓ પુખ્ત એફિડ અને લાર્વાને ખાય છે. પરોપજીવી ભમરીનો પણ ઉપયોગ કરી શકાય.

રાસાયણિક નિયંત્રણ

જો ઉપલબ્ધ હોય તો, હંમેશા જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાયરલ રોગોની રાસાયણિક રીતે સારવાર શક્ય નથી. જોકે, અફિડ વસ્તીને કેટલાક અંશે નિયંત્રિત કરી શકાય છે. ઉદાહરણ માટે પાકની વૃદ્ધિના પ્રારંભિક તબક્કામાં જંતુનાશકો લાગુ કરો.

તે શાના કારણે થયું?

વિકાસની મોસમ દરમિયાન જ્યારે છોડને ચેપ લાગે છે અને વાયરસનું વહન કરતા એફિડ તેના પર નભે છે, ત્યારે ચેપનું પ્રારંભિક પરિવહન થાય છે. જ્યારે અસરગ્રસ્ત કંદની વાવણી થાય છે અને તેમાંથી બટાકાના છોડનો વિકાસ થાય છે ત્યારે ત્યારપછીનો બીજો ચેપ શરુ થાય છે. એફિડ બીજા તંદુરસ્ત છોડમાં રોગનો ફેલાવો કરે છે. એફિડના જીવન દરમિયાન વાયરસ દ્રઢ હોય છે, તેથી રોગની સંભાવના વધુ હોય છે. વાઈરસના ફેલાવા માટે, જંતુએ ઓછામાં ઓછા બે કલાક માટે છોડ પર ખોરાક લેવો પડે છે. ભેજવાળી માટી ચેપના જોખમને પ્રોત્સાહન આપે છે.


નિવારક પગલાં

  • તંદુરસ્ત છોડ માંથી મેળવેલ અથવા પ્રાપ્ત પ્રમાણિક બિયારણનો જ ઉપયોગ કરવો.
  • જો શક્ય હોય તો સ્થિતિસ્થાપક જાતોની વાવણી કરો.
  • ખેતરનું નિરીક્ષણ કરો, અસરગ્રસ્ત છોડને ઉખાડી અને તેનો નાશ કરો.
  • નીંદણ અને જાતે ઊગી નીકળેલ છોડ કે.જે વાયરસ માટે યજમાન તરીકે વર્તી શકે અને જેના પર એફિડ નભી શકે છે તેનો નાશ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો