કઠોળ

કઠોળમાં સામાન્ય મોઝેઇક વાયરસ

BCMV

વાયરસ

5 mins to read

ટૂંકમાં

  • પાંદડા પર આછા અને ઘાટા લીલા રંગના મોઝેક માળખા.
  • ઉપસેલા ,કરચલીવાળા અથવા વિકૃત પાંદડા.
  • પાંદડા નીચેની તરફ વળેલા.
  • અટકેલો વિકાસ.

માં પણ મળી શકે છે


કઠોળ

લક્ષણો

શરૂઆતમાં, ત્રણ-પાંદડી ધરાવતા પાંદડા નો રંગ સહેજ આછો થાય છે. ધીમે ધીમે પાંદડાની સપાટી પર આછી અને ઘાટી લીલા રંગની મોઝેક પેટર્ન દેખાય છે (લીલા-ઉપર-લીલા મોઝેક). તેની કેટલીક નસો અથવા તેમાંના ભાગો પીળાશ પડતા દેખાય છે. જેમ જેમ રોગ વિકસે છે, પાંદડા ના ભાગ કરચલીવાળા ,ફોલ્લીઓવાળા અથવા વિકૃત બની શકે છે . નીચેની તરફ વળેલા અથવા ગોળ પીલ્લું વળી ગયેલ પાંદડા એ અંત માં દેખાતા અન્ય લક્ષણો છે. જે છોડમાં વૃદ્ધિના શરૂઆતના તબક્કામાં ચેપ લાગ્યો હતો તેનો વિકાસ ગંભીર રીતે અટકે છે અને ઓછી શીંગો અને શિંગ દીઠ ઓછા બીજ સાથે, અનુત્પાદક બને છે. કેટલીક સંવેદનશીલ જાતિઓમાં, વાયરસથી મૂળ કાળા પડી જાય છે, આ લક્ષણ માત્ર 30° સે થી ઉપરના તાપમાને જ જોવા મળે છે.

Recommendations

જૈવિક નિયંત્રણ

વાયરસ ની સીધી સારવાર શક્ય નથી.પાતળું ખનિજ તેલ એફિડ દ્વારા થતો વાયરસનો ફેલાવો ઘટાડી શકે છે, પરંતુ ઉંચા મિશ્રણના આ તેલ છોડ માટે ઝેરી હોઈ શકે છે.

રાસાયણિક નિયંત્રણ

હંમેશા શક્ય જૈવિક સારવાર સાથે પ્રતિબંધક પગલાં નો સંકલિત અભિગમ ધ્યાનમાં રાખો. વાઇરલ ચેપની રાસાયણિક સારવાર શક્ય નથી. અફિડ રોગ વાહકનું રાસાયણિક નિયંત્રણ વારંવાર બિનઅસરકારક છે.

તે શાના કારણે થયું?

ચેપનો પ્રાથમિક સ્ત્રોત બીજ છે. એક છોડથી બીજામાં પછીના ચેપનું વહન ચેપી પરાગરજ, વાહક જંતુઓ (મોટે ભાગે એફિડ) મારફતે અથવા ખેતરમાં કામ દરમિયાન છોડને થયેલ યાંત્રિક ઈજાઓ મારફતે થાય છે. લક્ષણો અને ઉપજ પર અસર છોડની પ્રજાતિ, વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિ(તાપમાન અને ભેજ) અને ચેપ લાગવાના સમય પર આધાર રાખે છે. ચપટી શીંગ વાયરસ પ્રત્યે પ્રતિકારકતા ધરાવે છે જયારે ઉગવા માટે ટેકો જોઈએ તેવી અને ગોળ શીંગો વધુ સંવેદનશીલ હોય છે. વાયરસ વાળા ચેપી બીજમાંથી ઉગાડવામાં (બીજ જન્ય ચેપ) આવેલ સંવેદનશીલ છોડમાં 100% સુધીનું નુકસાન જોઈ શકાય છે. એફિડ દ્વારા પછીથી લાગતો ચેપ સામાન્ય રીતે ઓછો ગંભીર હોય છે. 30 ° સે થી ઉપરના તાપમાને લક્ષણો વધી જાય છે.


નિવારક પગલાં

  • પ્રમાણિત સ્રોતોમાંથી તંદુરસ્ત વાવેતર સામગ્રી વાપરો.
  • જો શક્ય હોય તો સ્થિતિસ્થાપક જાતો નું વાવેતર કરો.
  • એફિડ ને પાંદડાની ટોચમાં પ્રવેશતા અટકાવવા ગીચ વાવેતર કરો.
  • અફીડની વસ્તી વધારો ટાળવા શરૂઆતમાં વાવેતર કરો.
  • જ્યારે પ્રથમ લક્ષણો જણાય ત્યારે ચેપી છોડને દૂર કરો.
  • કઠોળની ખેતી અન્ય કઠોળ ઉત્પાદન જગ્યાએથી દૂર કરવી.
  • બિન-યજમાન છોડ સાથે પાકની ફેરબદલી કરવી.
  • એફિડ ને અટકાવવા માટે સમાન પાક નું વાવેતર કરો .

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો