અરબીના પાંદડા પરનો સુકારો

TARO

અરબીના પાંદડા પરનો સુકારો

Phytophthora colocasiae

ફૂગ

ટૂંકમાં

  • ફરતે તેજસ્વી કિનારી સાથે નાના કથ્થઈ રંગના ટપકાં.
  • ટપકાં મોટા ડાઘામાં પરિણમે છે.
  • ચેપગ્રસ્ત ટપકાંમાંથી નારંગી અથવા લાલ રંગનું પ્રવાહી નીકળે છે.
  • આખા પાંદડાનો નાશ થઇ શકે છે.
  • ભીના, ગરમ હવામાનમાં ઝડપથી ફેલાવો થાય છે.
  • પાંદડા, દાંડી અને કંદ પર હુમલો કરે છે જેના કારણે લણણી બાદ સડો નિર્માણ થાય છે.

માં પણ મળી શકે છે

0 પાક

અરબીના પાંદડા પરનો સુકારો

TARO

લક્ષણો

પ્રારંભિક સંકેતો તરીકે નાના કથ્થઈ રંગના ટપકાં હોય છે કે જેની ધાર ભેજયુક્ત અને ફરતે આછા પીળા રંગની કિનારી હોય છે. આ ટપકાં પાંદડા પર જ્યાં પાણી પડ્યું હોય ત્યાં દેખાય છે. તેની શરૂઆત નાના કદથી થાય છે પરંતુ ખૂબ જ ઝડપથી મોટા ગોળાકાર કથ્થઈ રંગના પટ્ટામાં પરિણમે છે જે અડધાથી વધુ પાંદડાને આવરી શકે છે. આ રોગની એક ખાસ નિશાની એ છે કે ચેપગ્રસ્ત જગ્યા પરથી નારંગી અથવા લાલ-કથ્થઈ રંગનું પ્રવાહી બહાર નીકળે છે. આ પ્રવાહી પાંદડાની નીચેની સપાટી પર સરળતાથી જોઈ શકાય છે. દિવસ દરમિયાન, આ પ્રવાહી સુકાઈ જાય છે અને સખત અને ઘેરા કથ્થઈ રંગનું બને છે. જેમ જેમ ટપકાઓ મોટા થાય છે, તેમ તેમ તે આખા પાંદડાનો નાશ કરે છે. પાંદડા પર સફેદ પાવડર જેવા વર્તુળથી ઘેરાયેલ ગોળાકાર છિદ્રો પણ નિર્માણ થઇ છે. પાંદડાની દાંડી (પેટીઓલ્સ) પર લાલ-કથ્થઈ રંગના જખમ નિર્માણ થાય છે. જ્યારે રોગ જમીનમાં રહેલ કંદ સુધી પહોંચે ત્યારે તે કથ્થઈ અને કડક બની જાય છે પરંતુ લણણી પછી ઝડપથી સડી જાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

ટ્રાઇકોડર્મા પ્રજાતિઓ સૌથી આશાસ્પદ જૈવિક નિયંત્રણ એજન્ટ સાબિત થઈ છે. વાવેતર કરતા પહેલા વાવેતરની ગાંઠોને ટ્રાઇકોડર્મા સ્લરીમાં ડુબાડો. છોડના અર્કને 10-20 મિગ્રા/મિલી સાંદ્રતામાં તૈયાર કરો. રોગ દેખાય તે પહેલાં નિવારક છંટકાવ તરીકે લાગુ કરો. વાવેતર કરતા પહેલા બિયારણની બાયોકંટ્રોલ એજન્ટો સાથે સારવાર કરો. વધુ સારા પરિણામો માટે વિવિધ જૈવિક એજન્ટોને ભેગા કરો.

રાસાયણિક નિયંત્રણ

અરબીના પાંદડા પરનો સુકારા ના રોગ માટે રાસાયણિક નિયંત્રણ ઘણીવાર વ્યવહારુ હોતું નથી. વારંવાર થતો વરસાદ ફૂગનાશકોને ઝડપથી ધોઈ નાખે છે, જેના કારણે વારંવાર ઉપયોગ કરવો ખર્ચાળ અને ઓછો અસરકારક બની રહે છે. રાસાયણિક છંટકાવ કરવા કરતાં પ્રતિકારક્ષમ જાતો ઉપયોગમાં લેવી વધુ વિશ્વસનીય છે. રોગના લક્ષણો દેખાય તે પહેલાં ન નિવારક પગલાં તરીકે સ્થાનિક રીતે માન્ય એવા ફૂગનાશકોનો ઉપયોગ કરો. જ્યારે હવામાન રોગના વિકાસ માટે અનુકૂળ હોય ત્યારે છંટકાવ શરૂ કરો. શક્ય હોય તો ભારે વરસાદ થાય બાદ ફરીથી છંટકાવ કરો. ચેપ જ્યાં શરૂ થાય તે પાંદડાની નીચેની બાજુને આવરી લેવાનું ધ્યાન રાખો. સારીરીતે આવરી લેવાય તે માટે વધુ પ્રમાણમાં ફેલાય તેવા સ્પ્રેનો ઉપયોગ કરો. ખર્ચની અસરકારકતા ધ્યાનમાં લો - નાના ખેતરો માટે પરવડે તેવું ન પણ હોય.

તે શાના કારણે થયું?

અરબીના પાંદડા પરનો સુકારો ફાયટોફ્થોરા કોલોકેસીયા, પાણીજેવી ફૂગથી દ્વારા થાય છે જે ભેજવાળી સ્થિતિમાં વિકાસ પામે છે. આ રોગકારક જીવાણુ વરસાદના છાંટા અને વરસાદ સાથે ફુંકાતા પવન દ્વારા એક છોડથી બીજા છોડમાં ફેલાય છે. રોગના નાના કણો પાંદડા અને દાંડી પર પડે છે જ્યાં તેઓ ભેજવાળી સ્થિતિમાં ઝડપથી અંકુરિત થાય છે. અરબીના પાણી ભરી રાખેલ ખેતરોમાં, આ રોગ પાણીમાં વહી આવતાં સૂકા ઘાસ દ્વારા વધુ ઝડપથી ફેલાય છે જે રોગના કણને સ્વસ્થ છોડમાં લઈ જાય છે. આ રોગ માટે વરસાદી અને ગરમ હવામાન સારું રહે છે. જ્યારે ભેજ 90% થી વધુ હોય અને તાપમાન 30°C સુધી પહોંચે છે ત્યારે તે સૌથી ઝડપથી ફેલાય છે. આ રોગકારક જીવાણુ છોડની પેશીઓ અને માટીમાં ટકી શકે છે, જેના કારણે ખેતરમાં પ્રવેશ્યા પછી તેને દૂર કરવું મુશ્કેલ બને છે. તે ચેપગ્રસ્ત અરબીના કંદમાં બિનઋતુમાં પણ ટકી શકે છે અને જ્યારે તમે તેને વાવો ત્યારે તે નવા ચેપની શરૂઆત કરે છે. અરબી ઉપરાંત, તે એવા જ કેટલાક અન્ય સંબંધિત છોડ પર પણ હુમલો કરી શકે છે જે ચેપના સ્ત્રોત તરીકે સેવા આપી શકે છે. અરબીના પાંદડા પરનો આ સુકારાનો રોગ એ વિશ્વભરમાં અરબીના પાક માટે સૌથી વિનાશક રોગ છે.


નિવારક પગલાં

  • જ્યારે ઉપલબ્ધ હોય ત્યારે રોગમુક્ત વાવેતર સામગ્રી અને પ્રતીકરક્ષમ જાતોનો ઉપયોગ કરો.
  • સ્થિર પાણીનો ભરાવો ન થાય તે માટે ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ થાય તેની વ્યવસ્થા કરો.
  • વાવણી માટે એવા ખેતરની પસંદગી કરો કે જ્યાં પહેલાં ક્યારેય આ રોગ ન થયો હોય.
  • ચેપગ્રસ્ત ખેતરો પરથી પવન આવતો હોય ત્યાં વાવણી કરવાનું ટાળો.
  • રોગનો ફેલાવો ઓછો થાય તે માટે છોડ વચ્ચે વધુ અંતર રાખો.
  • વિકાસના શરૂઆતના તબક્કામાં અઠવાડિયામાં બે વાર તમારા ખેતરની તપાસ કરો.
  • છોડના રોગગ્રસ્ત ભાગોને કાપી લઇ એક બેગમાં ભરી લો.
  • રોગના બીજકણને ફેલાતા અટકાવવા માટે પાંદડા સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે લણણી કરો.
  • લણણી પછી ખેતરમાંથી છોડના બધા જ કચરાને દૂર કરો.
  • ઓછામાં ઓછા 2 વર્ષ માટે બિન-યજમાન છોડ સાથે પાકની ફેરબદલી કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો