જાળીવાળા પાંદડા અને તેનો નાશ

DURIAN

જાળીવાળા પાંદડા અને તેનો નાશ

Rhizoctonia solani

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર ભેજવાળા કથ્થાઈ રંગના ટપકાં જે ઝડપથી ફેલાય છે.
  • પાંદડાઓ ઘણીવાર એકબીજા સાથે ચોંટી જાય છે.
  • ચેપગ્રસ્ત પાંદડા પીળા પડી સુકાઈ જાય છે અને અંતે ખરી પડે છે.
  • કુમળા અંકુરો અને ડાળીઓ ટોચથી સુકાઈ જાય છે અને તેનો નાશ થાય છે.
  • ચોમાસામાં આ રોગ ઝડપથી ફેલાય છે.

માં પણ મળી શકે છે

0 પાક

જાળીવાળા પાંદડા અને તેનો નાશ

DURIAN

લક્ષણો

આ રોગ પાંદડા પર નાના, ભેજવાળા કથ્થાઈ રંગના ટપકાં તરીકે શરૂ થાય છે. આ ટપકાં મોટા થાય છે અને પાંદડાની લંબાઈની દિશામાં આગળ વધે છે, તથા ઘણીવાર તે પાંદડાની ટોચ અથવા કિનારી થી પણ શરૂ થાય છે. પાંદડાની સપાટી પર તમને આછા પીળા અથવા કથ્થાઈ રંગના ફૂગના તાંતણાં ફેલાયેલા દેખાશે. આ દોરા ગુંદર જેવું કાર્ય કરે છે, જેના કારણે ચેપગ્રસ્ત પાંદડા એકબીજા સાથે ચોંટી જાય છે. જેમ જેમ ચેપ વધે છે, તેમ તેમ પાંદડા પીળા, કથ્થાઈ રંગના બની અને અંતે સુકાઈને નાશ પામે છે. કુમળા વૃક્ષો પર, અંકુરની ટોચ પણ "બળેલી" દેખાય છે અને ખરી જાય છે. પરિપક્વ વૃક્ષોમાં, કુમળા પાંદડાઓના ખરી પડવાથી ડાળીઓની ટોચ સુકાઈ જાય છે, જેનાથી પાકમાં ઘટાડો થાય છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પર્યાવરણને અનુકૂળ એવા વિકલ્પ તરીકે, ફાયદાકારક ફૂગ (જેમ કે ટ્રાઇકોડર્મા પ્રજાતિઓ) અથવા બેક્ટેરિયા (જેમ કે બેસિલસ સબટિલિસ) જેવા સૂક્ષ્મજીવાણુઓનો ઉપયોગ થાય છે. આ "સારા" સૂક્ષ્મજીવાણુઓને પાંદડા પર છંટકાવ કરી શકાય તેમજ તેને માટીમાં પણ ભેળવી શકાય છે જેથી તે જગ્યા અને ખોરાક માટે રોગ પેદા કરતી ફૂગ સાથે સ્પર્ધા કરી શકે. તેઓ ફૂગને વધતી અટકાવવા માટે કુદરતી રીતે પણ હુમલો કરી શકે છે. વૃક્ષો અને માટીને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોજનાના ભાગ રૂપે જો ઋતુની શરૂઆતમાં તેનો ઉપયોગ કરવામાં આવે તો આ જૈવિક સારવાર શ્રેષ્ઠ કાર્ય કરે છે.

રાસાયણિક નિયંત્રણ

સામાન્ય રાસાયણિક સારવાર ચોમાસુ શરૂ થાય તે પહેલાં અથવા ચેપના પ્રથમ સંકેત દેખાય તે પહેલા પાકનું રક્ષણ કરવા પર ધ્યાન આપે છે. ફૂગના ફેલાવાને અટકાવવા માટે પાંદડા અને કુમળી ડાળીઓ પર ઢાલ તરીકે સારવાર કરવી જોઈએ. ફૂગ જમીનમાં અને ઝાડમાં અવશેષોમાં રહે છે, તેથી ચેપની શરૂઆત થાય તેવા વિસ્તારોને લક્ષ્ય બનાવવું મહત્વપૂર્ણ છે. સમય જતાં ફૂગ નિયંત્રણ સામે પ્રતીકરક્ષમ ન બને તે માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારના સારવારના પગલાં લેવું ફાયદાકારક રહે છે.

તે શાના કારણે થયું?

જમીન અને જૂના છોડના અવશેષો પર ટકી રહેતી ફૂગના કારણે આ રોગ થાય છે. જ્યારે વરસાદના ટીપાં જયારે જમીન કે જૂના પાંદડા પર રહેલ ફૂગ પર પડે છે ત્યારે તે નવા, સ્વસ્થ પાંદડા પર ફેલાય છે. આ ફૂગ ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વધુ વિકાસ પામે છે, જેથી ચોમાસાની ઋતુ વાડી માટે સૌથી ખતરનાક હોય છે. ઘટાદાર, ભરચક ઝાડમાં જ્યારે પાંદડા એકબીજાને સ્પર્શે છે ત્યારે પણ સીધા સંપર્ક દ્વારા પણ આ રોગ ફેલાય છે. માટીમાં વધુ પ્રમાણમાં નાઇટ્રોજન છોડ પર નરમ અને કોમળ પેશીઓના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ પ્રકારનો વિકાસ ફૂગના પ્રવેશ માટે વધુ સરળ છે, અને જેના કારણે આવા ઝાડ રોગના હુમલા માટે વધુ સંવેદનશીલ બને છે. જો બગીચાના ઝાડ પરથી વધુ પડતા ડાળી ડાળખાં કાપેલ ન હોય અથવા પાણીનો યોગ્ય નિકાલ ન કરાયો હોય, તો તેમાં રહેલ ભેજવાળી હવા ફૂગના વિકાસને મદદ કરે છે.


નિવારક પગલાં

  • વાવણી કરતી વખતે વૃક્ષોના પાંદડાં એકબીજાને બહુ અડે નહિ તે રીતે ઝાડ વચ્ચે જગ્યા રાખો.
  • ખેતરમાં જમીન પર પાણીનો ભરાવો ન થાય તે માટે તેના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરો.
  • વૃક્ષોને સંતુલિતરીતે પોષકતત્વો પુરા પાડો અને નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધુ પડતો ઉપયોગ ન કરો.
  • ફૂગને જમીન પરથી બહાર ફેલાય નથી તે માટે ઝાડ પાસે લીલો પડવાસ રાખો.
  • હવાની સારી અવરજવર રહે અને પાંદડા ઝડપથી સુકાઈ તે માટે ઝાડની ટોચના ભાગને નિયમિતપણે કાપો.
  • કાપણીના સાધનોનો એક ઝાડથી બીજા ઝાડ પર ઉપયોગ કરતાં પહેલા સાધનોને જંતુનાશકથી સાફ કરો.
  • ચોમાસા દરમિયાન કથ્થાઈ ટપકાં અથવા ચોંટેલા પાંદડાઓ જેવા પ્રારંભિક સંકેતો જોવા માટે બગીચાની નિયમિતપણે તપાસ કરો.
  • ફૂગથી છુટકારો મેળવવા માટે ચેપગ્રસ્ત એવી બધી જ ડાળીઓ અને ખરેલા પાંદડા દૂર કરી બાળી નાખો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો