ડયુરિયનના પાંદડા પર ફોમોપ્સિસ ટપકા

DURIAN

ડયુરિયનના પાંદડા પર ફોમોપ્સિસ ટપકા

Phomopsis durionis

ફૂગ

ટૂંકમાં

  • પાંદડા પર નાના, ગોળાકાર, લાલાશ પડતાં કથ્થાઈ રંગના ટપકાં.
  • ટપકાં મોટા થાય છે અને ઘણીવાર તેની કિનારી પીળા રંગની હોય છે.
  • ટપકાં જુના થતાં તેનો મધ્ય ભાગ રાખોડી-સફેદ રંગનો થઈ જાય છે.
  • નિર્જીવ પટ્ટાઓની મધ્યમાં નાના કાળા ટપકાં દેખાય છે.
  • ભારે ચેપને કારણે પાંદડા પીળા થઈ વહેલા ખરી પડે છે.

માં પણ મળી શકે છે

0 પાક

ડયુરિયનના પાંદડા પર ફોમોપ્સિસ ટપકા

DURIAN

લક્ષણો

આ રોગની શરૂઆત પાંદડા પર નાના, ગોળાકાર, લાલાશ પડતાં કથ્થાઈ રંગના ટપકાંથી થાય છે. જેમ જેમ આ ટપકાં વધે છે, તેમ તેમ તેની ફરતે પાતળી પીળા રંગની કિનારીની નિર્માણ થાય છે. ટપકાં જૂના થતાં તેનો મધ્ય ભાગ આછા રાખોડી અથવા સફેદ રંગનો અને કાગળ જેવો પાતળો થઈ જાય છે. જો આ રાખોડી વિસ્તારોને ખૂબ નજીકથી જોતાં તેમાં નાના કાળા રંગના ટપકાં દેખાશે, જે ફૂગ છે જ્યાં નવા રોગના કણો નિર્માણ થાય છે. એક જ પાંદડા પર ઘણા ટપકાં હોય ત્યારે પાંદડાંના મોટાભાગના વિસ્તારને આવરી લેવા માટે એકબીજા સાથે ભળી જાય છે. આના કારણે પાંદડાં પીળા થઈ સુકાઈ જાય છે અને ઝાડ પરથી ખરી પડે છે. પાંદડાના આવા નુકશાન થી ઝાડ નબળું બની શકે છે અને તાના પર ફળનું પ્રમાણ પણ ઘટી શકે છે.

ભલામણો

જૈવિક નિયંત્રણ

પર્યાવરણને અનુકૂળ એવા વિકલ્પ તરીકે, ફાયદાકારક ફૂગ અથવા બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવાણુઓનો ઉપયોગ થાય છે જે પાંદડાના ડાઘ નિર્માણ કરતી ફૂગ સાથે સ્પર્ધા કરે છે. જૈવિક અવરોધ નિર્માણ કરવા પાંદડા પર આનો છંટકાવ પણ કરી શકાય છે. લીમડાનો કુદરતી અર્ક પણ ફૂગના વિકાસને ધીમો કરવામાં મદદ કરી શકે છે. ઋતુની શરૂઆતમાં અથવા જ્યારે રોગ માટે હવામાન અનુકૂળ હોય ત્યારે આ જૈવિક સારવાર કરવાથી તે સારું કામ કરે છે.

રાસાયણિક નિયંત્રણ

ઝાડ પર રોગનો વ્યાપકપણે ફેલાવો થાય તે પહેલાં ઢાલ તરીકે છંટકાવ કરવો જોઈએ. આ ફૂગના વિપુલ પ્રમાણમાં બીજકણ ઉત્પન્ન થતાં હોવાથી તેના વિકાસના સૌથી સંવેદનશીલ તબક્કાને આવરી લેવા સારવારનો યોગ્ય સમય નક્કી કરવો મહત્વપૂર્ણ છે. સમય જતાં ફૂગ નિયંત્રણ સામે પ્રતીકરક્ષમ ન બને તે માટે વિવિધ પ્રકારના સારવારના પગલાં લેવાનું રાખવું.

તે શાના કારણે થયું?

આ રોગ એક પ્રકારની ફૂગથી થાય છે જે ચેપગ્રસ્ત પાંદડા અને છોડના અવશેષો પર ટકી રહે છે. વરસાદના ટીપા જયારે આવા જમીન અથવા જૂના પાંદડા પર રહેલા રોગના કણ પર પડે છે ત્યારે તે નવા, સ્વસ્થ ભાગ પર ફેલાય છે. ખાસ કરીને વરસાદની ઋતુ દરમિયાન, ગરમ હવામાન અને વધુ ભેજ વાળા વાતાવરણમાં આ ફૂગનો વિકાસ વધુ થાય છે. આ ફૂગ નાના કુદરતી છિદ્રો અથવા ઘા દ્વારા પાંદડામાં પ્રવેશ કરે છે. વિપુલ પ્રમાણમાં નાઇટ્રોજનયુક્ત ખાતર આપવામાં આવે તો તેનાથી છોડનો વિકાસ કોમળ અને નરમ થાય છે જાનથી તેવા વૃક્ષ પર રોગનો હુમલો થવાની શક્યતા વધુ હોય છે. એકવાર રોગ લાગ્યા બાદ પાંદડા પરના કાળા ડાઘમાં આ ફૂગના નવા બીજકણ ઉત્પન્ન થાય છે, જે પવન અને વરસાદ દ્વારા વાડીના અન્ય વૃક્ષો પર ફેલાય છે.


નિવારક પગલાં

  • પાંદડાં પર ટપકાંનો રોગ થવાની શક્યતા ઓછી હોય તેવી ડુરિયન જાતો પસંદ કરો.
  • ડાળીઓમ સારો હવાઉજાસ રહે માટે ઝાડ વચ્ચે જરૂરી અંતર રાખો.
  • ઝાડ ઉપરથી ખુલ્લું રહે તે માટે ટોચના ભાગને કાપી લો, તેનાથી વરસાદ પછી પાંદડા ઝડપથી સુકાઈ જાય છે.
  • ફૂગથી છુટકારો મેળવવા માટે ખરેલા પાંદડા અને ચેપગ્રસ્ત ડાળીઓને દૂર કરી બાળી નાખો.
  • ઉપરથી પડતાં પાણીની પદ્ધતિથી સિંચાઈ ન કરો, કારણ કે ભીના પાંદડાના કારણે રોગના કણો વધુ ફેલાય છે અને વિકાસ પામે છે.
  • ખૂબ જ કુમળો અને નબળો વિકાસ ન થાય તે માટે યોગ્ય પ્રમાણમાં જ ખાતર મળે તેની કાળજી રાખો.
  • સાધનોનો ઉપયોગ અન્ય ઝાડ પર કરતાં પહેલા કાપણીના સાધનોને જંતુનાશકથી સાફ કરો.
  • કથ્થાઈ રંગના ડાઘના સંકેતો શરૂઆતથી જ જોવા માટે ખાસ કરીને વરસાદની ઋતુ દરમિયાન, બગીચાની નિયમિત તપાસ કરો.

પ્લાન્ટીક્સ ડાઉનલોડ કરો